મુખ્યમંત્રીશ્રીનો ગંભીર આક્ષેપહન્દુસ્તાનના વર્તમાન શાસકોએદેશના કૃષિપ્રધાન અર્થતંત્ર
પ્રત્યે ગૂનાહિત બેદરકારીદાખવી છેઉત્તર ગુજરાતમાં
કૃષિ મહોત્સવ
પશુઆરોગ્ય મેળાનું ઉદ્દઘાટન કરતામુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેન્દ્રના વર્તમાન શાસકો ઉપર હિન્દુસ્તાનના કૃષિપ્રધાન અર્થતંત્ર અંગે ગૂનાહિત બેદરકારી રાખવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.બનાસકાંઠાના દિયોદરમાં કૃષિમહોત્સવનું ઉદ્દઘાટન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ જ શાસકોની ગૂનાહિત બેદરકારીના કારણે હિન્દુસ્તાનના ગામડાં, ખેતી અને ખેડૂતો બરબાદ થઇ ગયા છે. સદ્દગત વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ ગામડાં અને ખેતીને આબાદ કરવા માટે સેવેલા સપનાને આ શાસકોએ સત્તાસુખ ભોગવવામાં રોળી નાંખ્યા છે.
ગુજરાતમાં ૬ ઠ્ઠી મેર૦૧રથી શરૂ થયેલા આઠમા કૃષિમહોત્સવ અને પશુ આરોગ્ય મેળા અભિયાન અન્વયે આજે દિયોદરમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં કિસાનશકિત અને પશુપાલક પરિવારો ઉમટયા હતા જેમાં ગ્રામ મહિલાઓ પણ ભારે ઉમંગ ઉત્સાહથી ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાના આ રેતાળ ગરમ પ્રદેશમાં ધોમધખતા તાપમાં કિસાનોના પરિશ્રમને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ પશુઆરોગ્ય મેળા અને કૃષિમેળાનું ઉદ્દઘાટન કરીને પ્રગતિશીલ ખેડૂતો એવા શ્નકૃષિના ઙ્ગષિઌનું જાહેર સન્માન કર્યું હતું જેમાં મહિલા પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલન પરિવારોને પણ સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રશ્રીએ ૩૦ દિવસના કૃષિમહોત્સવો આઠ વર્ષથી લગાતાર ખેડૂતો માટે વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન માટે સફળ થયા છે, તેની ભૂમિકા આપતા આ વિશાળ ખેડૂત મેદનીને આ સરકાર ઉપર ભરોસો મૂકવા માટે અભિનંદન આપ્યા હતા.
આ સરકારની એક દશકાની વિકાસયાત્રાથી આ મરૂભૂમિ અને સુકા પ્રદેશ એવા ઉત્તર ગુજરાતમાં નવી આશા બંધાઇ છે. કૃષિ ક્ષેત્રે ઉત્તર ગુજરાતે જે કૃષિક્રાંતિ કરી છે તેની દેશ અને દુનિયાએ નોંધ લેવી પડી છે. થરાદ એક યુગમાં દરિયો હતો અને હજારો વર્ષની આ ખારીપટ જમીનને એક દશકામાં ખેડૂતનો પરસેવો અને નર્મદાના પાણીએ ધરતીને મીઠી મધ બનાવી દીધી છે. નર્મદાનું પાણી એકલા બનાસકાંઠાની પોણા બે લાખ હેકટર ભૂમિમાં મળવાનું છે
એક દશક પહેલા ઉત્તર ગુજરાતનો ખેડૂત ચામડી ચીરાઇ જાય એવી ગરમીમાં પસીનો પાડતો રહ્યો છતાં, ખેતીમાં બરકત નહોતી, એવા કારમા દિવસોની સ્થિતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવા નિરાશાના વાતાવરણમાં કૃષિક્રાંતિનું પરિવર્તન આ સરકારના ખેતરે ખેતરે કૃષિમહોત્સવના અભિયાનની સફળતાથી આવ્યુ઼ છે. ખેડૂતોએ કૃષિમહોત્સવમાં વિશ્વાસ મૂકી કૃષિક્રાંતિની કમાલ કરી બતાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દિલ્હીના શાસકોએ હિન્દુસ્તાનના ગામડા, કિસાન અને ખેતી પ્રત્યે ગૂનાહિત બેદરકારી દાખવી છે. હિન્દુસ્તાન ગામડાનો દેશ છે, કૃષિપ્રધાન અર્થતંત્ર છે, પણ એક માત્ર પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ જય જવાન જયકિસાનનો લલકાર કરેલો અને હિન્દુસ્તાનના આ જ ખેડૂતે ઘઉંના ભંડારો ભરી દીધેલા. પણ ત્યારપછી બધી જ સરકારોએ ખેડૂતની, ખેતીની ઘોર ઉપેક્ષા કરી હતી. જો સરદાર સાહેબ દેશના વડાપ્રધાન હોત તો ખેતીમાં હિન્દુસ્તાન વિશ્વમાં ગૌરવ મેળવતું હોત, પણ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને લાલબહાદૂર શાસ્ત્રીના કૃષિઅર્થતંત્રના સપના દેશના કોંગ્રેસી શાસકો પૂરાં કરવામાં ગૂનાહિત બેદરકાર રહ્યા છે. વિશ્વને અમારે ગુજરાતમાં ખેતી વિકાસમાં નમૂનારૂપ મોડેલ આપવું છે એમ તેમણે જણાવ્યું હતું.
એક માત્ર ગુજરાત હિન્દુસ્તાનમાં અપવાદ છે જ્યાં ખેડૂત, કૃષિએ લગાતાર અગિયાર ટકાનો વિકાસદર હાંસલ કરી બતાવ્યો છે જ્યારે હિન્દુસ્તાનના શાસકો માંડ ત્રણ ટકાએ ગોથા ખાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
રોટલો બનાવતા રસોઇમાં રેત આવી ના જાય એની ચિંતા સેવતી કિસાન ગૃહિણીઓના ઉત્તર ગુજરાતમાં આજે દાડમ અને સુગર ફ્રી બટાટાની ખેતક્રાંતિ કરી તેમાં આ સરકારની કૃષિમહોત્સવની સર્વગ્રાહી વ્યૂહરચના રંગ લાવી છે, અનેક નવા પ્રયોગો થયા. ટૂંકી જમીનના ખેડૂતો પણ ગ્રીનહાઉસનેટ હાઉસથી લાખોની કમાણી કરે છે, પાકનું વધારે મૂલ્ય મળે એટલું જ નહીં, પાકનું મૂલ્યવર્ધન કરીને તેની આવકમાં સમૃધ્ધિ લાવવી છે એની ભૂમિકા તેમણે આપી હતી.
ઉત્તર ગુજરાત સહિત રાજ્યનો ખેડૂત બાગાયત ખેતીમાં પણ એટલો જ ઉત્સાહથી આગળ વધી રહ્યો છે જેટલોએ ધાન્ય અને અનાજ પાકોના ઉત્પાદન વૃધ્ધિ માટેની નિયમિત ખેતીની કાળજી લે છે.
પશુઆરોગ્ય મેળાએ ૧૧ર પશુરોગ નાબૂદ કરી દીધા છે. લાખો પશુજીવોની સારવારનું અભિયાન ઉપાડયું છે તેની સાફલ્યગાથા તેમણે રજૂ કરી હતી.
ગુજરાતમાં શ્વેતક્રાંતિ અને કૃષિક્રાંતિ કઇ રીતે સફળ થઇ છે તે આ કૃષિમહોત્સવની અને પશુઆરોગ્ય મેળાની સફળતાનું રહસ્ય છે એમ તેમણે જણાવ્યું હતું, અને નર્મદા યોજના માટે સામે ચાલીને જમીન આપનારા ખેડૂતોનો પણ આભાર માન્યો હતો.
નર્મદા યોજના અને સુજલામ સુફલામ યોજનાના કારણે સૂકી ખેતીમાં પણ ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
ડાર્કઝોન કોના પાપે હતો પરંતુ ભારતમાતાની ધરતી માતાને વરસાદ જળના જળસંગ્રહથી તરબતર કરીને ત્રણથી તેર મિટર પાણીની સપાટી ઉપર લાવીને પછી ડાર્કઝોનને દેશવટો આપ્યો છે. ફરીથી ડાર્કઝોનને ગુજરાતમાં પ્રવેશવા દેવો નથી એવું જળસંચયનું આયોજન કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે કૃષિમહોત્સવ અભિયાનથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાન્તિકારી પરિવર્તન આવ્યું છે. જેનાથી લોકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે આધુનિક ખેત પધ્ધતિઓ નવા સંશોધનો, નવી તરકીબો, માર્કેટીંગ વ્યવસ્થા, મૂલ્યવૃધ્ધિ વગેરેની માહિતી માર્ગદર્શન ખેડૂતોને ઘેર બેઠાં મળે તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી કૃષિમહોત્સવ યોજાઇ રહ્યા છે જેને વ્યાપક સફળતા મળી છે તેની વિરાટ ભૂમિકા આપી હતી.
કૃષિમંત્રીશ્રીએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસન ધુરા સંભાળ્યા પછી કૃષિ ક્ષેત્રે વિક્રમજનક સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે પશુપાલન ક્ષેત્રે રાજ્યમાં પ્રેરણાદાયી કામ થયું છે.
મંત્રશ્રી પરબતભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતાં વિકાસપુરૂષ તરીકે આપણા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. તે સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓને આવકાર્યા હતા.
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ દિયોદરને આંગણે સમગ્ર ઉતર ગુજરાતનો કૃષિ મેળો યોજાયો છે. તેનો આનંદ વ્યકત કર્યો હતો, તેમણે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વિરાટ સુખમય પરિવર્તન આવ્યું છે. અને બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર પાણીની અતિશય તકલીફવાળો હતો નર્મદાના નીર અને વિવિધ યોજનાઓથી લીલોછમ હરિયાળો બનાવ્યો છે.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી નિતીનભાઇ પટેલ, શ્રી ફકીરભાઇ વાઘેલા, ધારાસભ્યોપદાધિકારીઓ તથા કૃષિ પરિવારોગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.