કૃષિ મહોત્સવ-૨૦૧૨
રાજ્યમાં હોર્ટીકલ્ચર વર્ષ ૨૦૧૨ની ઊજવણી
રાજ્યમાં બાગાયતી પાકોના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનમાં બે ગણો વધારો
વરિયાળી ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, ડુંગળી ઉત્પાદકતા તેમજ ઇસબગુલ પ્રોસેસીંગ-નિકાસમાં પણ વિશ્વમાં અગ્રેસર
ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્રે પણ દેશની બીજી હરિત ક્રાંતિનું નેતૃત્વ લેવા જઇ રહ્યું છે. ગુજરાત બાગાયત પાકોને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ૨૦૧૨ના વર્ષને હોર્ટીકલ્ચર વર્ષ તરીકે પણ ઊજવી રહ્યું છે. ગુજરાતે બાગાયતી પાકોમાં દેશના ઉત્પાદન અને નિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર ૬.૯૧ લાખ હેક્ટરથી વધી ૧૪.૦૪ લાખ તથા ઉત્પાદન ૬૦.૯૮ લાખ મેટ્રીક ટનથી વધી ૧૮૦.૧૭ લાખ મેટ્રીક ટન થયેલ છે.બાગાયત ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓઃ
વિશ્વમાં ડુંગળી ઉત્પાદકતામાં ગુજરાત અગ્રેસર તેમજ દેશના ડુંગળીના ૮૦ ટકા ડીહાઇડ્રેશન યુનિટ માત્ર ગુજરાતમાં.
ઇસબગુલના પ્રોસેસીંગ તથા નકિાસમાં ગુજરાત દુનિયામાં અગ્રેસર.
વરિયાળીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ નંબરે ગુજરાત.
રાજ્યની કેસર કેરી તથા કચ્છી ખારેકની સમગ્ર વિશ્વના બજારમાં ભારે માંગ.
રાષ્ટ્રના કુલ ઉત્પાદનના ૨૦ ટકા પપૈયા, ૨૦ ટકા ચીકુ, ૧૮ ટકા ડુંગળી, ૧૪ ટકા કેળાં તથા ૧૪ ટકા લીંબુનું ઉત્પાદન ગુજરાતમાં.
રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનની દૃષ્ટિએ બાગાયતી પાકોના ઉત્પાદનમાં ગુજરાત ડુંગળી તથા બટાટામાં પ્રથમ ક્રમ, કેળાં તથા ટામેટાંમાં બીજો ક્રમ તથા દાડમ-જમરૂખ અને લીંબુંમાં ત્રીજો ક્રમ ધરાવે છે.
બાગાયત વિકાસના નવા આયામોઃ
બાગાયતી પાકોના વિકાસ માટે તમામ જિલ્લાઓમાં નેશનલ હોર્ટીકલ્ચર મિશનના ધોરણો ઉપરાંત ૧૫ ટકા સહાય માટે રૂા. ૩,૫૦૦ લાખ.
હાઇટેક ગ્રીન હાઉસ માટે નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજનાના ધોરણો ઉપરાંત ૭.૦૫ ટકા વિશેષ સહાય માટે રૂા. ૨૦૦ લાખ.
કિંમતી શાકભાજીના રોપા ઉછેર માટે પ્લગ નર્સરીની સ્થાપના માટે રૂા. ૨૭૫ લાખ.
ટપક સિંચાઇ માટે ટાંકા બનાવવા રૂા. ૧૭૫ લાખ.
જીરૂ-વરિયાળી જેવા મસાલા પાકોના ગુણવત્તાસભર બિયારણ અને તાલીમ માટે રૂા. ૧૦૦ લાખ.
બાગાયતી પાકોના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ અને સંલગ્ન માળખાકીય કોલ્ડ ચેઇન સુવિધા ઊભી કરવા નેશનલ હોર્ટીકલ્ચર મિશન યોજનાના સહાયના ધોરણો ઉપરાંત ૧૫ ટકા પૂરક સહાય માટે રૂા. ૨૦૦૦ લાખ.
આધુનિક પદ્ધતિથી બાગાયતી ખેતી ઃ
છેલ્લા ત્રણ વર્ષમાં રૂા. ૫૨૬૦ લાખની સહાયથી ઊભા કરેલા કુલ ૬૪૯ ગ્રીન હાઉસ થકી ગુલાબ, જરબેરા, કેપ્સીકમ જેવા ઉચ્ચ મૂલ્યવર્ધિત ફૂલો અને ખેતી શક્ય બની છે.
બાગાયતી પાકોના નવા બગીચા ઊભા કરવા ઉપરાંત પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય બજાર વ્યવસ્થા ઉપર ભાર મૂકી રાજ્યમાં ૬૭ કોલ્ડ સ્ટોરેજ, ૨૨ રાઇપનીંગ ચેમ્બર, ૧૬ હાઇટેક નર્સરીઓ, ૭ ટીસ્યુ કલ્ચર લેબોરેટરી અને ૨૬૩૮ નેટ હાઉસ સ્થાપવામાં આવ્યા છે.
પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના નવા અભિગમથી ઓઇલ પામના વાવેતર માટે ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, મુંબઇને વલસાડ, નર્મદા અને ભરૂચમાં, ફુડ્સ, ફેટ એન્ડ ફર્ટીલાઇઝર લિમિટેડને સુરત તથા તાપીમાં અને રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇન્દોરને આણંદ અને નવસારી જિલ્લાઓમાં ખાનગી કંપનીઓને પણ સહભાગી બનાવાઇ છે.
બાગાયતી પાકોમાં ઓર્ગેનિક સર્ટીફિકેશન સાથે સેન્દ્રિય ખેતીની શરૂઆત રાજ્યમાં પ,૦૦૦ હેક્ટરમાં શરૂ કરવામાં આવેલ છે.
કેળના પાકમાં રાજ્યના ખેડૂતોએ અપનાવેલ ટપક સિંચાઇ અને ટીસ્યુ કલ્ચર રોપના ઉપયોગથી ૬૫ ટન હેક્ટર ઉત્પાદન મેળવી સમગ્ર દેશમાં ઉત્પાદકતા તેમજ ગુણવત્તામાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
તાજેતરમાં વડનગરના સુલતાનપુરમાં હિમાચલ પ્રદેશની વિશ્વખ્યાત ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ મે. હિમાલયા ઇન્ટરનેશનલે રૂા. ૧૭૦ કરોડના ખર્ચે મશરૂમ-યોગર્ટ-મીલ્કચીજ અને પોટેટો ચીપ જેવા ખાઘ પદાર્થોના રૂપાંતરનો ફૂડ પ્રોસેસીંગનો ભારતનો સૌથી મોટો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જે રાજ્યના કૃષિ વ્યવસાયને વિકાસની ક્ષિતિજો પાર કરવામાં ખૂબ જ મદદરૂપ નિવડશે.