મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંચાલિત કરનારા સુશ્રી માલવિકા ઐયર લખે છે કે, “સ્વીકૃતિ એ શ્રેષ્ઠ પુરસ્કાર છે જે આપણે પોતાની જાતને આપી શકીએ છીએ. આપણે આપણા જીવન પર નિયંત્રણ નથી કરી શકતા પરંતુ આપણે ચોક્કસપણે જીવન પ્રત્યે આપણા અભિગમને નિયંત્રિત કરી શકીએ છીએ. છેવટે તો, આપણે આપણા પડકારો સામે કેવી રીતે ટકીએ છીએ એ જ મહત્વનું છે.”
ડૉ. ઐયર માત્ર 13 વર્ષની ઉંમરે એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયા પરંતુ તેમના બંને હાથ ગુમાવી દીધા અને પગમાં પણ ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તેમનું મક્કમ મનોબળ ક્યારેય તૂટ્યું નહીં. તેમણે સખત પરિશ્રમ કર્યો અને પીએચડીની પદવી હાંસલ કહી. તેમણે જણાવ્યું કે, “હિંમત હારવી એ કોઇ વિકલ્પ છે જ નહીં. તમારી મર્યાદાઓને ભૂલી જાવ અને પૂરા આત્મવિશ્વાસ તેમજ આશાઓ સાથે જગત જીતી જાઓ.”
ડૉ. ઐયર માને છે કે, પરિવર્તન માટે શિક્ષણ પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રીના ટ્વીટર હેન્ડલ પર તેમણે ટાંક્યું હતું કે, “આપણે યુવા માનસોમાં ભેદભાવપૂર્ણ વર્તન વિશે સંવેદના જગાવવી જોઇએ. દિવ્યાંગ લોકો તેમની નબળાઇના કારણે પરાધીન છે તેવું બતાવવાના બદલે તેઓ રોલ મોડેલ છે તેવું આપણે બતાવવું જોઇએ.”
‘શી ઇન્સ્પાયર્સ અસ’ (તેણી આપણી પ્રેરણાદાયી) અભિયાન બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરતા ડૉ. ઐયરે જણાવ્યું હતું કે, “દિવ્યાંગતાનો ધૃત્કાર દૂર કરવામાં અડધી જંગ તો અભિગમની જ હોય છે. ખરેખર તો માનનીય પ્રધાનમંત્રીએ મહિલા દિવસ નિમિત્તે મારા મંતવ્યો પ્રગટ કરવા માટે મારી પસંદગી કરી તેનાથી હું માનું છું કે, ભારત દિવ્યાંગતા સંબંધિત સદીઓ જુના વહેમથી દૂર જવા માટે યોગ્ય માર્ગે આગળ વધી રહ્યું છે.”
Acceptance is the greatest reward we can give to ourselves. We can’t control our lives but we surely can control our attitude towards life. At the end of the day, it is how we survive our challenges that matters most.
— Narendra Modi (@narendramodi) March 8, 2020
Know more about me and my work- @MalvikaIyer #SheInspiresUs pic.twitter.com/T3RrBea7T9