પીએમ-કિસાન યોજના શરૂ થયાનાં એક વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી મોદીએ પીએમ-કિસાન યોજનાનાં તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)નું વિતરણ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને ભાગરૂપે આખા દેશમાં પીએમ કિસાનનાં આશરે 25 લાખ લાભાર્થીઓને આ કાર્ડ પ્રદાન કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે વાવેતરનાં ઊંચા ખર્ચને પૂર્ણ કરવા બેંકો પાસેથી સંસ્થાગત ધિરાણ મેળવવામાં મદદ કરવા કેસીસી યોજનામાંથી લાભ મેળવવા ખેડૂતોને મદદ કરવા એક અભિયાન શરૂ કર્યું છે.
ગ્રામીણ વિસ્તારોમાં 2000થી વધારે બેંક શાખાઓને ખેડૂતોને કેસીસી કાર્ડ પ્રદાન કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ખેડૂતોને 4 ટકાનાં દરે રૂ. 3 લાખ સુધીની લોન મળી શકે છે. સરકારે રૂ. 20,000 કરોડનો અંદાજ નિર્ધારિત કર્યો છે, જેનો ઉપયોગ કેસીસી કાર્ડધારકોને લોનની મંજૂરી આપવા માટે થશે.