ગુજરાતમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રો, નવી સ્થપાનારી સ્કીલ યુનિવર્સિટી અને હુન્નરકૌશલ્યની વ્યાપક સુવિધા વિશે મુખ્યમંત્રીશ્રીએ કેરાલાના શ્રમ મંત્રીશ્રીને ભૂમિકા આપી હતી. કેરાલામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને રોજગારી વિશે શ્રીયુત શીબુ જહોને જાણકારી આપી હતી.
ગુજરાત અને કેરાલામાં બાંધકામ ક્ષેત્રના વિકાસ સંદર્ભમાં તેમણે પરામર્શ કર્યો હતો.