ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી કે જે આલ્ફોન્સે તેમનું પુસ્તક ‘એક્સિલરેટિંગ ઇન્ડિયા: મોદી સરકારના 7 વર્ષ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે તેમના કાર્ય 'એક્સિલરેટિંગ ઇન્ડિયા' માં ભારતની સુધાર યાત્રાના પાસાઓને આવરી લેવા માટે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મારા મૂલ્યવાન સહયોગી શ્રી @alphonstourism એ ભારતની સુધાર યાત્રાના પાસાઓને 'એક્સિલરેટિંગ ઇન્ડિયા' માં સમાવવા માટે એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. તેમની પાસેથી એક નકલ પ્રાપ્ત કરીને આનંદ થયો."
My valued colleague, Shri @alphonstourism has made a commendable effort to encapsulate facets of India’s reform journey in his work, ‘Accelerating India.’ Delighted to receive a copy from him. pic.twitter.com/CP25NfJPaj
— Narendra Modi (@narendramodi) August 26, 2021