In 1975, Emergency was imposed, Right to Life and Personal Liberty was taken away: PM Modi
Despite the atrocities, people’s faith in democracy could not be shaken at all: PM Modi
In the last few years, many reforms have taken place in the space sector: PM Modi
IN-SPACe promotes new opportunities for private sector in the space sector: PM Modi
PM applauds efforts to save river in Northeast, praises ‘Recycling for life’ mission in Puducherry
With advancing monsoon, we must make efforts to conserve water: PM Modi
PM Modi praises efforts to revive Sultan Ki Bawari in Udaipur

મારા પ્રિય દેશવાશિયો, નમસ્કાર. ‘મન કી બાત’ માટે મને તમારા બધાના ખૂબ પત્રો મળ્યા છે, social media અને NaMoAppપર પણ ઘણાં બધાં સંદેશ મળ્યા છે, આ માટે હું આપ સૌનૌ આભારી છું.

આ કાર્યક્રમ માટે આપણાં સૌનાં પ્રયત્નો હોય છે કે આપણે એકબીજાનાં પ્રેરણાત્મક પ્રયાસોની ચર્ચાવિચારણા કરીએ, જન-આંદોલનથી પરિવર્તનની ગાથા, પૂરા દેશને જણાવીએ.

આ જ કડીમાં હું આજે તમારી સાથે, દેશનાં એક એવાં જન-આંદોલનની ચર્ચા કરવાં માગું છું જેનું દેશનાં દરેક નાગરિકનાં જીવનમાં ખૂબ મહત્વ છે. પરંતુ એ પહેલાં હું આજની પેઢીનાં નવયુવાનોને, 24-25 વર્ષનાં યુવાનોને, એક સવાલ પૂછવા માંગુ છું અને સવાલ ખૂબ ગંભીર છે, અને મારાં સવાલ પર જરૂરથી વિચાર કરજો. શું તમને ખબર છે કે, તમારાં માતા-પિતા જ્યારે તમારી ઉંમરનાં હતા ત્યારે એક વખત તેમની પાસેથી પણ જીવનનો અધિકાર લઇ લેવામાં આવ્યો હતો! તમે વિચારી રહ્યાં હશો કે, આવું કેવી રીતે થઇ શકે?

આ તો અશક્ય છે. પરંતુ મારા નવયુવાન સાથિયો, આપણાં દેશમાં એકવખત આવું થયું હતું. વર્ષો પહેલાં 1975 ની સાલની આ વાત છે. જૂનનો એ સમય હતો જ્યારે emergency લાગુ કરવામાં આવી હતી, કટોકટી લાદવામાં આ હતી. તેમાં, દેશનાં નાગરિકોનાં તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યાં હતાં. તેમાંથી એક અધિકાર, બંધારણનાં Article 21 અંતર્ગત તમામ ભારતીઓને ‘Right to Life and Personal Liberty’ પણ હતો. તે સમયે ભારતનાં લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણિય સંસ્થા, પ્રેસ, તમામ પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું હતું.

Censorship ની એવી સ્થિતિ હતી કે પરવાનગી વગર કંઇ પણ પ્રકાશિત કરી નહોતું શકાતું. મને યાદ છે કે, ત્યારે પ્રખ્યાત કિશોર કુમારે સરકારનાં વખાણ કરવાની ના પાડી ત્યારે તેમનાં પર બૈન લગાવવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની entry કાઢી નાખવામાં આવી હતી. પરંતુ ઘણાં પ્રયત્નો, હજારો ધરપકડ, અને લાખો લોકો પર અત્યાચાર કરાયા પછી, ભારતનાં લોકોનો, લોકતંત્ર પરથી વિશ્વાસ તૂટ્યો નહીં, થોડો પણ નહીં. ભારતનાં આપણાં લોકોમાં, વર્ષોથી, જે લોકતંત્રનાં સંસ્કાર ચાલી રહ્યાં છે, જે લોકતાંત્રિક ભાવના આપણાં રગેરગમાં વહે છે અંતમાં તેનો જ વિજયી થયો.

ભારતનાં લોકોએ લોકતાંત્રિક રીતે emergency ને હટાવી, ફરીથી લોકતંત્રની સ્થાપના કરી. સરમુખત્યારશાહીની માનસિકતાને, સરમુખત્યારશાહીની વૃતિ-પ્રવૃતીને લોકતાંત્રિક પધ્ધતિથી પરાજીત કરવાનું આવું દૃષ્ટાંત સમગ્ર દુનિયામાં મળવું મુશ્કેલ છે. Emergency સમયે લોકતંત્રનાં એક સૈનિકનાં રૂપમાં  મને પણ દેશવાસીઓનાં સંઘર્ષોનો, સાક્ષી બનવાનું, હિસ્સેદાર બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.

આજે, જ્યારે દેશ આપણી આઝાદીનાં 75 વર્ષનો ઉત્સવ ઊજવી રહ્યું છે, અમૃત મહોત્સવ ઊજવી રહ્યું છે, ત્યારે કટોકટીનાં એ ભયાનક સમયને પણ આપણે ક્યારેય ભૂલવું ના જોઇએ. આવનારી પેઢીઓએ પણ એ ભૂલવું ના જોઇએ. અમૃત મહોત્સવ હજારો વર્ષોંની ગુલામીથી મુક્તિની વિજય ગાથા જ નહીં, પરંતુ આઝાદી પછીનાં 75 વર્ષોંની યાત્રાને પણ સમાવી છે. ઇતિહાસનાં દરેક મુખ્ય સમયમાંથી શીખતાં-શીખતાં જ આપણે આગળ વધી રહ્યાં છીએ.

મારાં પ્રિય દેશવાસીઓ, આપણમાંથી કદાચ જ કોઇ એવું છે કે,જેણે પોતાનાં જીવનમાં આકાશ સાથે જોડાયેલ કોઇ કલ્પના નહીં કરી હોય. બાળપણમાં દરેકને ચાંદ-તારાઓની વાર્તાઓ આકર્ષિત કરતી હોય છે. યુવાનો માટે આકાશ આંબવું એ પોતાનાં સપનાંઓને સાકાર કરવાનો પર્યાય છે. આજે આપણું ભારત જ્યારે આટલાં બધાં ક્ષેત્રોમાં સફળતાનાં આકાશનેસ્પર્શીરહ્યું છે, ત્યારે આકાશ અથવા અંતરિક્ષથી દૂર કેવી રીતે રહી શકે. વીતેલાં કેટલાંક સમયમાં આપણાં દેશમાં Space Sector સાથે જોડાયેલ કેટલાંય મોટાં-મોટાં કાર્યો થયાં છે.

દેશની આવી જ સિધ્ધીઓમાંથી એક છે In-Space નામની Agency નું નિર્માણ કાર્ય. એક એવી Agency, કે જે Space Sector માં, ભારતનાં Private Sectorમાટે નવી તકોને Promote કરી રહી છે. આ શરૂઆતે આપણાં દેશનાં યુવાનોને વિશેષ રીતે આકર્ષિત કર્યાં છે.

મને આ સંદર્ભે ઘણાં બધાં યુવા મિત્રોનાં સંદેશ મળ્યાં છે. થોડાંક દિવસ પહેલાં જ્યારે હું IN-Space નાં headquarter નાં લોકાર્પણ માટે ગયો હતો ત્યારે મેં કેટલાંય યુવા Start-Ups નાં Ideas અને ઉત્સાહને જોયાં. મેં તેમની સાથે ઘણાં સમય સુધી વાતો પણ કરી. તમે પણ જ્યારે એ વિશે જાણશો ત્યારે આશ્ચર્ય પામ્યા વગર રહી જ નહીં શકો, જેમ કે, SpaceStart-Ups ની સંખ્યા અને Speed ને જ લઇએ. આજથી થોડાંક વર્ષો પહેલાં સુધી આપણાં દેશમાં, SpaceSectorમાં, Start-Ups નાં વિષયમાં, કોઇ વિચાર માત્ર પણ નહોતું કરતું. આજે આ સંખ્યા સો થી પણ વધુ છે.

આ તમામ Start-Ups એવાં અદભુત વિચારો પર કામ કરી રહ્યાં છે કે જેનાં વિશે પહેલાં કાંતો વિચારાતું પણ નહોતું અથવા તો PrivateSector માટેઅશક્ય માનવામાં આવતું હતું. ઉદાહરણ જોઇએ તો, ચેન્નઇ અને હૈદ્રાબાદ નાં બે Start-Ups છે – અગ્નિકુલ અને સ્કાઈટરૂટ. આ Start-Ups એવાં Launch Vehicle વિકસિત કરી રહ્યાં છે કે જે અંતરિક્ષમાં નાનાં payloads લઇને જશે. તેનાથી Space Launching નું મૂલ્ય ઘણું ઓછું થવાની શક્યતા છે.

આવું જ હૈદ્રાબાદનું અન્ય Start-UpsDhruva Space, Satellite Deployer અને Satellite માટે High Technology solar Panels પર કામ કરી રહ્યું છે. હું એક અન્ય Start-Ups દિગંતરાનાં તનવીર અહેમદને પણ મળ્યો હતો, જે Space નાં કચરાંને મૈપ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મેં તેમને એક Challenge પણ આપી છે, કે તેઓ એવી કોઇક Technology પર કામ કરે જેનાથી Spaceનાં કચરાનું સમાધાન થઇ શકે. દિગંતરા અને Dhruva Space બંને 30 જૂને ઇસરોનાં Launch Vehicle થી પોતાનું પહેલું Launch કરવાનાં છે. આવી જ રીતે, બેંગલોરનાં એક Space Start-UpsAstrome નાં founder  નેહા પણ એક મજાનાં Idea પર કામ કરી રહ્યાં છે.

 

આ  Start-Ups એવાં Flat Antenna બનાવી રહ્યાં છે જે માત્ર નાનાં જ નહીં હોય, પરંતુ તેની કિમત પણ ખૂબ ઓછી હશે. દુનિયામાં આ Technology ની Demand વધવાની પણ સંભાવના છે.

સાથીઓ, In-Space નાં કાર્યક્રમમાં, હું મેહસાણાની School Student દિકરી તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક ખૂબ નાનાં Satellite પર કામ કરી રહી છે, જે આગામી થોડાંક મહીનાઓમાં Space માંLaunch થવા જઇ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતીમાં ખૂબ સરળતાથી પોતાનાં કામ વિશે જણાવ્યું હતું. તન્વીની જેમ જ દેશનાં લગભગ સાડા સાતસો School Student, અમૃત મહોત્સવમાં આવાં જ 75 Satellite પર કામ કરી રહ્યાં છે, અને વધારે આનંદની વાત તો એ છે કે, આમાનાં વધુ Students દેશનાં નાનાં શહેરોનાં છે.

સાથીઓ, આ તે જ યુવાનો છે, જેમનાં મનમાં આજથી થોડાં વર્ષો પહેલાં Space Sector ની છબી Secret Mission જેવી હતી, પરંતુ દેશે  Space Reforms  કર્યાં, અને તે જ યુવાનો હવે પોતાનાં Satellite Launch કરી રહ્યાં છે. જ્યારે દેશનાં યુવાનો આકાશને સ્પર્શવા માટે તૈયાર છે ત્યારે આપણો દેશ પાછળ કેવી રીતે રહી શકે?

મારાં પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે એક એવાં વિષયની વાત કરીશું, જને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઇ જશે અને તમને પ્રેરણા પણ મળશે. પાછલાં દિવસોમાં, આપણાં ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફરીથી સમાચારમાં છવાઇ ગયાં હતા. ઓલમ્પિક પછી પણ, તેઓ એક પછી એક સફળતાની નવી-નવી સિદ્ધીઓ હાંસિલ કરી રહ્યાં છે.

Finland માં નીરજે Paavo Nurmi Games માં સિલ્વર મેડલ જીત્યો. આટલું જ નહીં, તેમણે  Javelin Throw નાં Record પણ તોડ્યાં. Kuortane Games માં નીરજે એકવાર ફરીથી ગોલ્ડજીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

 

આ ગોલ્ડ તેમણે એવી પરીસ્થિતીમાં જીત્યો છે જ્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. આ જ જુસ્સો આજનાં યુવાનોની ઓળખ છે. Start-Ups થી લઇને Sports World સુધી ભારતનાં યુવાનો નવાં-નવાં રેકોર્ડ બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ આયોજીત Khelo India Youth Games માં પણ આપણાં રમતવીરોએ કેટલાય Record બનાવ્યાં. આપને જાણીને આંદન થશે કે, આ રમતોમાં કુલ 12 Record તૂટ્યાં છે – એટલું જ નહીં, 11 Records મહિલા રમતવીરોનાં નામે અંકિત થયાં છે. મણિપુરનાં M.Martina Devi એ Weightlifting માં આઠ Records બનાવ્યાં છે.

આવી જ રીતે સંજના, સોનાક્ષી અને ભાવનાએ પણ અલગ-અલગ રેકોર્ડ્સ બનાવ્યાં છે. પોતાની મેહનતથી આ રમતવીરોએ સાબિત કર્યું છે કે આગામી સમયમાં આંતર્રાષ્ટ્રીય રમતોમાં ભારતની સાખ કેટલી વધવાની છે. હું આ દરેક રમતવીરોને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.

સાથીઓ, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની એક મહત્વની વાત એ છે કે, આ વખતે પણ એવી કેટલીય પ્રતિભાઓ ઊભરીને સામે આવી છે, કે જે ખૂબ સામાન્ય પરિવારોમાંથી આવે છે. આ રમતવીરોએ પોતાનાં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને સફળતાનાં આ મુકામ સુધી પહોચ્યા છે. તેમની સફળતામાં, તેમનાં પરિવાર અને માતા-પિતાની પણ મહત્વની ભૂમિકા છે.

70 કિલોમીટર સાઇકલીંગમાં ગોલ્ડ જીતનાર શ્રીનગરનાં આદિલ અલ્તાફનાં પિતા ટેલરીંગનું કામ કરે છે, પરંતુ તેમણે પોતાનાં પુત્રનાં સપનાને પૂરાં કરવા માટે કોઇ કસર બાકી નથી રાખી. આજે, આદિલે પોતાનાં પિતા અને સમગ્ર જમ્મૂ-કશ્મીરનું માથું ગર્વથી ઊંચુ કરાવ્યું છે. વેઇટ લિફ્ટીંગમાં ગોલ્ડ જીતનાર ચેન્નઇનાં એલ.ધનુષનાં પિતા પણ એક સાધારણ સુથાર છે.

સાંગલીની દિકરી કાજોલ સરગારનાં પિતા ચા વેચવાનું કામ કરે છે. કાજોલ પોતાનાં પિતાનાં કામમાં મદદ કરે છે અને વેઇટ લિફ્ટીંગની પ્રેક્ટિસ પણ કરે છે. તેની અને તેનાં પરિવારની આ મેહનત રંગ લાવી અને કાજોલે વેઇટ લીફ્ટીંગમાં ખૂબ પ્રશંસા મેળવી.

અદલ આવો જ ચમત્કાર રોહતકની તનુએ કર્યો છે. તનુનાં પિતા રાજબીર સિંહ રોહતકમાં એક સ્કૂલનાં બસ ડ્રાઇવર છે. તનુએ કુશ્તીમાં સ્વર્ણ પદક મેળવીને પોતાનું અને પોતાનાં પરિવારનું તેમજ પોતાનાં પિતાનું સપનું સાચું કરીને બતાવ્યું છે.

સાથીઓ, રમતગમત ક્ષેત્રમાં, હવે ભારતીય રમતવીરોની પ્રતિષ્ઠા વધી રહી છે, સાથે ભારતીય રમતોની પણ નવી ઓળખ બની રહી છે. જેમ કે, આ વખતે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ઓલમ્પિકમાં સમાવિષ્ટ થનાર સ્પર્ધા સિવાય પાંચ સ્વદેશી રમત પણ સમાવેશ પામશે. આ પાંચ રમત એટલે – ગતકા, થાંગ તા, યોગાસન, કલરીપાયટ્ટૂ અને મલ્લખમ્બ.

સાથીઓ, ભારતમાં આવી જ રમતોની આંતર્રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહ્યી છે જે રમતનો જન્મ વર્ષોં પહેલાં આપણાં જ દેશમાં થયો હતો, ભારતમાં થયો હતો. તે આયોજન એટલે 28 જુલાઇથી શરૂ થનાર શતરંજ ઓલમ્પિયાડનું. આ વખતે, શતરંજ ઓલમ્પિયાડમાં 180 કરતાં પણ વધુ દેશ ભાગ લઇ રહ્યાં છે. રમત અને ફિટનેસની આપણી આજની ચર્ચા અન્ય એક નામ વગર પૂરી ના થઇ શકે – તે નામ છે તેલંગાનાની માઉન્ટેનીયર પૂર્ણા માલાવથનું. પૂર્ણાએ સેવેન સમિટ્સ ચેલેન્જને પૂરી કરીને સફળતાનો વધુ એક ઝંડો લહેરાવ્યો છે.

સેવેન સમિટ્સ ચેલેન્જ એટલે દુનિયાનાં સૌથી અઘરાં અને ઊંચા સાત પહાડો પર ચઢવાની ચેલેન્જ. પૂર્ણાએ પોતાનાં ઉત્સાહ સાથે નોર્થ અમેરિકાની સૌથી ઊચી પહાડી, માઉન્ટ દેનાલીની ચઢાઈ પૂરી કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂર્ણા, ભારતની એ જ દિકરી છે કે જેણે માત્ર 13 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ પર જીત મેળવવાનું અદભુત પરાક્રમ કરી બતાવ્યું હતું.

સાથઈઓ, જ્યારે રમત વિશે વાત થઇ રહી છે ત્યારે હું આજે ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટરોમાની એક મિતાલી રાજની ચર્ચા કરીશ. તેમણે આ જ મહિને ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે, તેની આ ઘોષણાએ કેટલાય રમતપ્રેમીઓને ભાવુક બનાવ્યાં.  

મિતાલી, માત્ર એક અસાધારણ રમતવીર જ નથી પરંતુ અનેક રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. હું મિતાલીને તેનાં ભવિષ્ય માટે ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મારાં પ્રિય દેશવાસીઓ, આપણે મન કી બાતમાં waste to wealth થી જોડાયેલ સફળ પ્રયત્નોની ચર્ચા કરી રહ્યાં છીએ. આવું એક ઊદાહરણ છે, મિઝોરમની રાજધાની આઇજવાલનું. આઇજવાલમાં એક સુંદર નદી છે – ચિટે લુઇ, તે વર્ષોંથી ગંદકી અને કચરાનાં ઢગલામાં બદલાઇ ગઇ છે. પાછલાં થોડાંક વર્ષોમાં આ નદીને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહ્યાં છે. તેનાં માટે સ્થાનિક એજન્સીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને સ્થાનીક લોકો મળીને save ચિટે લુઈ action plan પણ ચલાવી રહ્યાં છે. નદીની સફાઇનાં આ અભિયાનમાં  waste થી Wealth creation નો અવસર પણ બન્યો છે.

જોકે, આ નદીમાં અને તેનાં કિનારાઓમાં પણ ખૂબ માત્રામાં પ્લાસ્ટિક અને પોલીથીનનો કચરો ભરાયેલો હતો. નદીને બચાવવા માટે કામ કરતી સંસ્થાએ, આ જ પોલીથીનથી રસ્તો બનાવવાનો નિર્ણય લીધો, એટલે કે, જે કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવે તેનાંથી મિજોરમનાં એક ગામમાં, રાજ્યનો પહેલો પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો એટલે કે સ્વસ્છતા પણ અને વિકાસ પણ. 

સાથીઓ, આવો જ એક પ્રયાસ પુડુચેરીનાં યુવાનોએ પણ પોતાની સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી શરૂ કર્યો છે. પુડુચેરી સમુદ્ર કિનારે સ્થાપિત છે. ત્યાનાં beaches અને સમુદ્રની સુંદરતાને જોવાં માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ પુડુચેરીનાં સમુદ્ર કિનારેપણ plastic થી થનાર ગંદકી વધી રહી હતી, એટલાં માટે પોતાનાં સમુદ્ર,  beaches અને ecology ને બચાવવા માટે અહીંનાં લોકોએ  Recycling for Life અભિયાન શરૂ કર્યું છે.

આજે, પુડુચેરીનાં કરાઈકલમાં હજારો કિલો કચરો દરરોજ એકત્ર કરવામાં આવે છે, અને તેને જુદો કરવામાં આવે છે. તેમાંથી જે organic કચરો હોય છે,

તેનાંથી ખાતર બનાવવામાં આવે છે, અન્ય વસ્તુઓને અલગ કરીને recycle કરવામાં આવે છે.  આ પ્રકારનાં પ્રયત્નો પ્રેરણાદાયી તો છે જ,  single use plastic વિરુદ્ધ ભારતનાં અભિયાનને વેગ પણ આપે છે.

સાથીઓ, આ વખતે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હિમાચલ પ્રદેશમાં એક અનોખી cycling rally પણ ચાલી રહી છે. હું આ વિશે પણ તમને જણાવવાં માગું છું.

સ્વચ્છતાનો સંદેશ લઇને સાયકલ સવારોની એક સમૂહ શિમલાથી મંડી સુધી પહોચ્યું છે. પહાડી રસ્તાઓ પર લગભગ પોણા બસ્સો કિલોમીટરનું આ અંતર, આ લોકો, સાયકલ ચલાવીને પૂર્ણ કરશે. આ સમૂહમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આપણું પર્યાવરણ સ્વચ્છ રહે, આપણાં પહાડ-નદીઓ, સમુદ્ર સ્વચ્છ રહે તો સ્વાસ્થ્ય પણ એટલું જ સુંદર અને સ્વસ્થ રહે છે. તમે મને, આ પ્રકારનાં આપનાં પ્રયત્નો વિશે અચૂક લખતાં રહેજો.

મારાં પ્રિય દેશવાસિઓ, આપણાં દેશમાં મોનસૂનનો વ્યાપ વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જલ અને જલ સંરક્ષણની દિશામાં વિશેષ પ્રયત્નો કરવાનો પણ છે. આપણાં દેશમાં તો વર્ષોથી આ જવાબદારી સમાજ નિભાવી રહ્યું છે. તમને યાદ હશે કે, મન કી બાતમાં આપણે એક વખત step wells એટલે કે કૂવાની વિરાસત વિશે ચર્ચા કરી હતી. સ્ટેપવેલ એ કૂવાઓને કહેવામાં આવે છે કે જેનાં સુધી પહોંચવા માટે નીચે ઉતરીને જવું પડે છે – સુલ્તાનનો કૂવો. તેને રાવ સુલ્તાન સિંહએ બનાવ્યો હતો, પરંતુ ઉપેક્ષાના કારણે ધીરે-ધીરે તે જગ્યા વેરાન થતી ગઇ અને કચરાંનો ખડકલામાં પરિવર્તીત થઇ ગઇ.

એક દિવસ કેટલાક યુવાન અમસ્તા જ ફરતાં ફરતાં કૂવા સુધી પહોંચ્યા અને તેની સ્થિતી જોઇને ખૂબ દુખી થયાં. આ યુવાનોએ તે જ સમયે સુલતાનનાં કૂવાની સ્થિતી અને નસીબ બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાનાં આ mission ને – સુલ્તાન સે સુરતાન – નામ આપ્યું. તમે વિચારતાં હશો કે આ સુર-તાન શું છે. જોકે, વાત એમ છે કે પોતાનાં પ્રયત્નોથી આ યુવાનોએ માત્ર કૂવાનો જ કાયાકલ્પ ન કર્યો, પરંતુ તેને સંગીતનાં સૂર અને તાન સાથે પણ જોડી દીધું.

સુલ્તાનનાં કૂવાની સફાઇ પછી તેની સજાવટ માટે ત્યાં સૂર અને સંગીતનો કાર્યક્રમ થાય છે. આ પરિવર્તનની એટલી બધી ચર્ચા છે કે, વિદેશથી પણ કેટલાય લોકો તેને જોવાં માટે આવી રહ્યાં છે. આ સફળ પ્રયત્નોની ખાસ વાત એ છે કે અભિયાન શરૂ કરનાર યુવાનો chartered accountants છે. સંયોગથી, હવે થોડાંક દિવસો પછી, 1 જુલાઇએ chartered accountants day છે.

હું, દેશનાં તમામ CAs ને શુભકામનાઓ પાઠવું છું. આપણે, આપણાં જળ-સ્ત્રોતોને, સંગીત અને અન્ય સામાજિક કાર્યક્રમો સાથે જોડીને તેનાં માટે આ પ્રકારનો જાગૃતિનો ભાવ પૈદા કરી શકીએ છીએ. જલ સુરક્ષા તો વાસ્તવમાં જીવન સુરક્ષા છે. તમે જોયું હશે કે, આજકાલ કેટલાય નદી મહોત્સવ થઇ રહ્યાં છે. તમારાં શહેરોમાં પણ આ પ્રકારનાં જે પણ જળસ્ત્રોત છે ત્યાં કંઇક ને કંઇક આયોજન અવશ્ય કરો.

મારાં પ્રિય દેશવાસીઓ, આપણાં ઉપનિષદોનો એક જીવનમંત્ર છે –चरैवेति-चरैवेति-चरैवेति– તમે પણ આ મંત્રને જરૂર સાંભળ્યો જ હશે. તેનો અર્થ છે – ચાલતાં રહો, ચાલતાં રહો. આ મંત્ર આપણાં દેશમાં એટલા માટે લોકપ્રિય છે કેમકે સતત ચાલતા રહેવું, ગતિશીલ બની રહેવું, આપણાં સ્વભાવનો ભાગ છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, આપણે, હજારો વર્ષોની વિકાસયાત્રા કરીને અહીં સુધી પહોંચ્યાં છે. એક સમાજનાં રૂપમાં, આપણે હમેશા, નવાં વિચારો, નવા પરિવર્તનોનો સ્વીકાર કરીને આગળ વધતાં રહ્યાં છીએ. તેની પાછળ આપણી સાંસ્કૃતિક ગતિશીલતા અને યાત્રાઓનું ખૂબ મોટું યોગદાન છે.

એટલાં માટે, આપણાં ત્રુષિ મુનીઓએ તીર્થયાત્રા જેવી ધાર્મિક જવાબદારીઓ આપણને સોંપી હતી. અલગ-અલગ તીર્થ યાત્રાઓ પર આપણે સૌ જતાં જ હોઇએ છીએ. તમે જોયું હશે કે આ વખતે ચારધામ યાત્રામાં કેવી રીતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા હતાં. આપણાં દેશમાં સમય-સમય પર અલગ-અલગ દેવ યાત્રાઓ પણ નિકળે છે. દેવ યાત્રા એટલે  જેમાં માત્ર શ્રદ્ધાળુ જ નહીં પરંતુ આપણાં ભગવાન પણ યાત્રા પર નિકળે છે. હમણાં થોડાંક જ દિવસોમાં 1 જુલાઇથી ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ યાત્રા શરૂ થવા જઇ રહી છે.

ઓડિસામાં, પૂરીની યાત્રાથી તો દરેક દેશવાસી પરિચિત જ છે. લોકોનો પ્રયાસ હોય છે કે આ અવસર પર પુરી જવાનું સૌભાગ્ય મળે. બીજા રાજ્યોમાં પણ ખૂબ ધૂમધામથી જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ યાત્રા અષાઢ મહીનાની બીજથી શરૂ થાય છે.

આપણાં ગ્રંથોમાં - આષાઢસ્ય દ્વિતીયદિવસે... રથયાત્રા – આ પ્રકારે સંસ્કૃત શ્વોલોકોમાં રચાયેલું વર્ણન જોઇ શકાય છે. ગુજરાતનાં અમદાવાદમાં પણ દર વર્ષે અષાઢની બીજથી રથયાત્રા શરૂ થાય છે. હું ગુજરાતમાં હતો, ત્યારે મને પણ દર વર્ષે આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતું. અષાઢ બીજ, જેને અષાઢી બીજ પણ કહેવામાં આવે છે, આ દિવસથી જ કચ્છનાં નવાં વર્ષની પણ શરૂઆત થાય છે.

હું, મારા દરેક કચ્છી ભાઇઓ-બહેનોને નવાવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારાં માટે આ દિવસ એટલાં માટે પણ ખાસ છે કેમકે મને યાદ છે, અષાઢ બીજનાં એક દિવસ પહેલાં એટલે કે અષાઢની પ્રથમ તિથીએ અમે ગુજરાતમાં એક સંસ્કૃત ઉત્સવની શરૂઆત કરી હતી, જેમાં સંસ્કૃત ભાષામાં ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજાય છે. આ આયોજનનું નામ છે – આષાઢસ્ય પ્રથમ દિવસે. ઉત્સવને આ ખાસ નામ આપવાં પાછળનું કારણ એ છે કે સંસ્કૃતનાં મહાન કવિ કાલિદાસે અષાઢ મહિનાનાં વર્ષાનાં આગમન પરથી જ - મેઘદૂતમ્ - લખ્યું હતું. મેઘદૂતમમાં એક શ્લોક છે – આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ્ આશ્લિષ્ટ સાનુમ્, એટલે કે અષાઢનાં પ્રથમ દિવસે પર્વત શીખરોથી ઘેરાયેલાં વાદળો, આ જ શ્લોક આ આયોજનોનો આધાર બન્યો.

સાથીઓ, અમદાવાદ હોય કે પૂરી, ભગવાન જગન્નાથ પોતાની યાત્રાનાં માધ્યમથી કેટલાંય ગહન માનવીય સંદેશ પણ આપે છે.

ભગવાન જગન્નાથ જગતનાં સ્વામી તો છે જ પરંતુ તેમની યાત્રામાં ગરીબો, વંચિતોની વિશેષ ભાગીદારી હોય છે. ભગવાન પણ સમાજનાં દરેક વર્ગ અને વ્યક્તિ સાથે ચાલે છે. આવી જ રીતે આપણાં દેશમાં જેટલી પણ યાત્રાઓ થાય છે, તે તમામમાં ગરીબ-અમીર, ઊંચ-નીચ આવાં કોઇ ભેદભાવ દેખાતા નથી.

તમામ ભેદભાવથી ઉપર ઉઠીને યાત્રા જ સર્વોપરી હોય છે. જેમ કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરની યાત્રામાં કોઇ પણ ન તો મોટું હોય છે ન તો નાનું હોય છે. દરેક વારકરી હોય છે, ભગવાન વિઠ્ઠલનો સેવક હોય છે. હવે ચાર દિવસ પછી 30 જૂનથી અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઇ રહી છે. સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મૂ-કાશ્મીર પહોંચે છે. જમ્મૂ-કાશ્મીરનાં સ્થાનિક લોકો એટલી જ શ્રદ્ધાથી આ યાત્રાની જવાબદારી ઉપાડે છે અને તીર્થયાત્રીઓને સહકાર આપે છે.

સાથીઓ, દક્ષિણમાં આવું જ મહત્વ સબરીમાલા યાત્રાનું પણ છે. સબરીમાલાનાં પહાડો પર ભગવાન અયપ્પાનાં દર્શન કરવાં માટે આ યાત્રા ત્યારથી ચાલી રહી છે જ્યારે ત્યાંના રસ્તાઓ સંપૂર્ણરીતે જંગલો વચ્ચે ઘેરાયેલાં હતાં. આજે પણ લોકો જ્યારે આ યાત્રાઓમાં જાય છે ત્યારે તેને ધાર્મિંક અનુષ્ઠાનોથી લઇને રહેવાની વ્યવસ્થા સુધી, ગરીબો માટે કેટલાંય નવાં અવસર ખુલે છે, એટલે કે, આ યાત્રાઓ પ્રત્યક્ષ રૂપે આપણને ગરીબોની સેવાનો અવસર આપે છે અને ગરીબો માટે એટલી જ હિતકારી હોય છે. એટલાં માટે જ, દેશ પણ હવે આધ્યાત્મિક યાત્રાઓમાં, શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યો છે. તમે પણ આવી કોઇક યાત્રામાં જશો ત્યારે તમને આધ્યાત્મની સાથે-સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં પણ દર્શન થશે.

મારાં પ્રિય દેશવાસીઓ, હમેશાની જેમ આ વખતે પણ મન કી બાતનાં માધ્યમથી તમારાં સૌ સાથે જોડાવાનો આ અનુભવ ખૂબ સુખદ રહ્યો. આપણે દેશવાસીઓની સફળતા અને સિદ્ધીઓની ચર્ચા કરી. આ બધાંની વચ્ચે, આપણે કોરોના વિરુદ્ધ સાવધાનીનું પણ ધ્યાન રાખવાનું છે. જોકે, સંતોષની વાત એ છે કે આજે દેશ પાસે વેક્સીનનું વ્યાપક સુરક્ષા કવચ ઉપલબ્ધ છે.

આપણે 200 કરોડ વેક્સીનનાં ડોઝ સુધી પહોંચી ગયા છીએ. દેશમાં ખૂબ ઝડપથી precaution dose  પણ લગાવવામાં આવી રહ્યો છે.

 જો તમારા બીજો dose પછી precaution dose નો સમય થઇ ગયો હોય તો આપ, ત્રીજો dose જરૂરથી લેજો. તમારાં પરિવારનાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોંને પણ precaution dose અપાવજો. આપણે હાથની સ્વસ્છતા અને માસ્ક જેવી જરૂરી સાવધાનીઓને પણ અનુસરવાનું છે.

 આપણે વરસાદનાં વાતાવરણમાં આસ-પાસ ગંદકીથી થનાર બિમારીઓથી પણ સતર્ક રહેવાનું છે. તમે બધા સજાગ રહો, સ્વસ્છ રહો અને આવી જ ઊર્જાથી આગળ વધતાં રહો. હવે પછીનાં મહીને ફરી એક વખત મળીશું,

 ત્યાં સુધી ખૂબ-ખૂબ ધન્યવાદ, નમસ્કાર.

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare