માનનીય અધ્યક્ષજી,
હું વિચારી રહ્યો હતો કે આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે કેમ કે મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદો મંત્રી બની છે. આજે મને આનંદ થયો છે કે આપણા દલિત ભાઈઓ મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે. આનંદ થયો છે કે આજે આપણી અનુસૂચિત જનજાતિના બધા સાથી મોટી સંખ્યામાં મંત્રી બન્યા છે, દરેકને આનંદ થશે.
It seems some people cannot digest that more women, SC, ST and OBC community members are becoming Ministers: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) July 19, 2021
માનનીય અધ્યક્ષજી,
આ વખતે ગૃહમાં આપણા સાથી સાંસદો જે ખેડૂત પરિવારના છે, ગ્રામીણ વાતાવરણના છે, સામાજિક-આર્થિક પછાત વર્ગ, અન્ય પછાત જાતિ સમાજના છે, તેઓને મોટી માત્રામાં મંત્રી પરિષદમાં તક મળી, તેમનો પરિચય કરવામાં આનંદ થયો હોત, જો દરેક બેંચમાંથી તેમને બેંચને થપથપાવીને સન્માનિત કરવામાં આવ્યા હોત. પરંતુ કદાચ દેશના દલિતો મંત્રી બન્યા, દેશની મહિલાઓ મંત્રી બની, દેશની અન્ય પછાત જાતિ મંત્રી બની, દેશના ખેડૂતોના પુત્રો મંત્રી બન્યા, કેટલાક લોકોને આ વાત ગમતી નથી અને તેથી તેઓ તેમના પરિચયને મંજૂરી આપતા નથી. અને આથી માનનીય અધ્યક્ષજી, મંત્રીમંડળના નવનિયુક્ત સભ્યોને લોકસભામાં Introduces સમજવામાં આવે.
It should make everyone proud that several women, several people belonging to the SC and ST community have taken oath as Ministers.
— PMO India (@PMOIndia) July 19, 2021
Several new Ministers are children of farmers and also belong to OBC communities: PM @narendramodi in the Lok Sabha