1. માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 16 થી 18 ડિસેમ્બર, 2018 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે.
  2. 17 નવેમ્બર, 2018નાં રોજ પ્રજાસત્તાક માલદિવનાં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા પછી રાષ્ટ્રપતિ સોલિહની આ પ્રથમ વિદેશી યાત્રા છે. માલદિવનાં રાષ્ટ્રપતિની સાથે તેમના પત્ની પ્રથમ મહિલા ફઝના અહેમદ અને વિદેશ મંત્રી અબ્દુલા શાહિત, નાણાંમંત્રી ઇબ્રાહિમ અમીર, રાષ્ટ્રીય આયોજન અને માળખાગત મંત્રી મોહમ્મદ અસલમ, પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી એશથ નાહૂલા, આર્થિક વિકાસ મંત્રી ઉઝ ફૈય્યાઝ ઇસ્માઇલ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.
  3. મહત્વપૂર્ણ સંકેતમાં રાષ્ટ્રપતિજીનાં વિશેષ અતિથિ સ્વરૂપે રાષ્ટ્રપતિ સોલિહ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા છે. આ ભારત અને માલદિવ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો તથા બંને સરકારો વચ્ચે પરસ્પર સન્માનનાં ભાવને દર્શાવે છે.
  4. ભારતનાં રાષ્ટ્રપતિ 17 ડિસેમ્બર, 2018નાં રોજ માલદિવનાં રાષ્ટ્રપતિને મળ્યાં અને સાંજે રાષ્ટ્રપતિ સોલિહનાં સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતનાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ રાષ્ટ્રપતિને મળ્યાં.
  5. ભારતનાં પ્રધાનમંત્રી અને માલદિવનાં રાષ્ટ્રપતિએ 17 ડિસેમ્બર, 2018નાં રોજ સદભાવ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સત્તાવાર વાતચીત કરી. બંને નેતાઓની આ વાટાઘાટ બંને દેશો વચ્ચે વિશેષ સંબંધને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને એમનાં પ્રતિનિધિમંડળ માટે બપોરનાં ભોજનનું આયોજન કર્યું.
  6. બંને પક્ષોએ નીચેની સમજૂતીઓ/સમજૂતી કરારો અને આશયની સંયુક્ત જાહેરાત પર હસ્તાક્ષર કર્યાઃ
  • વિઝા વ્યવસ્થાપન સહાયતા પર સમજૂતી
  • સાંસ્કૃતિક સહયોગ પર સમજૂતી કરાર
  • કૃષિ વ્યવસાય વ્યવસ્થામાં સુધારા માટે પારસ્પરિક સહયોગ માટે સમજૂતી કરાર
  • માહિતી અને સંચાર ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સનાં ક્ષેત્રમાં સહયોગ પર આશયની સંયુક્ત ઘોષણા

બંને દેશોએ સંસ્થાગત સંપર્ક બનાવવા અને નીચેનાં ક્ષેત્રોમાં સહયોગની રૂપરેખા સ્થાપિત કરવા સંમતિ વ્યક્ત કરી.

  • સ્વાસ્થ્ય ખાસ કરીને કેન્સરનાં ઉપચાર પર સહયોગ
  • અપરાધિક બાબતો પર પારસ્પરિક કાયદાકિય સહયોગ
  • માનવ સંસાધન વિકાસ
  • પર્યટન
  1. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સોલિહનાં શપથગ્રહણ સમારંભમાં વિશેષ અતિથિ સ્વરૂપે માલદિવની પોતાની તાજેતરની યાત્રાની યાદ અપાવી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત માલદિવની સાથે પોતાનાં સંબંધોને સૌથી વધુ મહત્વ આપે છે.
  2. બંને નેતાઓએ ભારત અને માલદિવ વચ્ચે પરંપરાગત સ્વરૂપે મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત અને જીવંત બનાવવાનાં સંકલ્પનું પુનરાવર્તન કર્યું. ભારત અને માલદિવ વચ્ચે સંબંધ ભૌગોલિક નિકટતા, જાતિગત, ઐતિહાસિક, સામાજિક, આર્થિક અને બંને દેશોની જનતા વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત થયા છે. બંને નેતાઓએ લોકતંત્ર, વિકાસ અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં પોતાનાં વિશ્વાસને પુનરાવર્તિત કર્યો.
  3. ભારતનાં પ્રધાનમંત્રીએ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે લોકતંત્ર સ્થાપિત કરવા માટે માલદિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે સમાવેશન, વિકેન્દ્રીત, જનકેન્દ્રીત શાસન અને સતત વિકાસ માટે માલદિવનાં રાષ્ટ્રપતિનાં વિઝનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારની ‘પડોશી પ્રથમ’ નીતિને યાદ કરીને માલદિવનાં સામાજિક-આર્થિક વિકાસ અને લોકતંત્રની મજબૂતી અને સ્વતંત્ર સંસ્થાઓની આકાંક્ષા પૂર્ણ કરવામાં ભારતનાં તમામ શક્ય સહયોગનું ફરી આશ્વાસન આપ્યું.
  4. પ્રધાનમંત્રીએ આ સંબંધમાં અંદાજપત્રીય સમર્થન, ચલણમાં અદલાબદલી સ્વરૂપે 4 અબજ અમેરિકન ડોલરની નાણાકીય સહાયતા તથા માલદિવનાં સામાજિક આર્થિક વિકાસ કાર્યક્રમોને પૂર્ણ કરવા માટે કન્સેશનલ લોનની જોગવાઈની ઘોષણા કરી.
  5. રાષ્ટ્રપતિ સોલિહએ પોતાની સરકારની ‘ભારત પ્રથમ’ નીતિની પુષ્ટિ કરી અને ભારતની સાથે હળીમળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે ભારત સરકાર દ્વારા માલદિવને આપવામાં આવેલી ઉદાર સહાયતની પ્રશંસા કરી તથા મકાન અને માળખું, જળ, સુએઝ વ્યવસ્થા, સ્વાસ્થ્યની સારસંભાળ, શિક્ષણ અને પર્યટનમાં ખાનગી ભાગીદારી સહિત સહયોગ વિકાસ માટે વિવિધ ક્ષેત્રોની ઓળખ કરી.
  6. બંને નેતાઓએ માલ અને સેવા, સૂચના, વિચાર, સંસ્કૃતિ અને જનતાનાં આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપતી માળખાગત રચનાનાં માધ્યમથી બંને દેશો વચ્ચે સંપર્કમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
  7. પ્રધાનમંત્રીએ ન્યાયતંત્ર, પોલીસ અને કાયદાકિય પ્રત્યાર્પણ, ખાતા અને નાણાકીય વ્યવસ્થાપન, સ્થાનિક સુશાસન, સામુદાયિક વિકાસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇ-ગર્વનન્સ, રમતગમત, મીડિયા અને યુવા સશક્તિકરણ, નેતૃત્વ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા, કળા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં તાલીમ અને ક્ષમતાનું સર્જન કરવા માટે આગામી પાંચ વર્ષોમાં એક હજાર વધારાનાં સ્લોટ ઉપલબ્ધ કરાવવા ભારત સરકારનાં નિર્ણયની જાણકારી આપી.
  8. બંને નેતાઓએ જન-જનનાં આદાન-પ્રદાન અને પ્રવાસી સહાયતાનાં મહત્વને સમજતાં આજે વિઝા સહાયતા પર થયેલી નવી સમજૂતીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવી સમજૂતી સામાન્ય ચિંતાઓનું સમાધાન કરશે અને બંને દેશોની જનતા વચ્ચે સંપર્ક વધશે. માલદિવ એ ગણ્યાગાંઠ્યાં દેશોમાં સામેલ છે, જેની સાથે ભારત વિઝા ફ્રી મેનેજમેન્ટની સમજૂતી ધરાવે છે.
  9. રાષ્ટ્રપતિ સોલિહે આ સમજૂતી પર હસ્તાક્ષર માટે પ્રસન્નતા વ્યક્ત કરી, કારણ કે આ સમજૂતી માલદિવનાં અનેક લોકોને મદદ મળશે, જે પોતાનાં બાળકોને શિક્ષણ માટે ભારતનાં શાળાઓમાં મોકલે છે. આ સમજૂતીથી ભારતમાં સારવાર માટે આવનાર માલદિવનાં નાગરિકો અને તેમનાં પરિવારજનોને સરળતાથી વિઝા પ્રાપ્તિમાં સહાયત મળશે. બંને નેતાઓએ બંને દેશોની જનતા વચ્ચે સતત અવરજવર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
  10. બંને નેતાઓએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધારવાનાં મહત્વ પર સંમતિ વ્યક્ત કરી. બંને દેશોએ પરસ્પર જોડાયેલા સુરક્ષા હિતોને આગળ વધારવા માટે બંને નેતાઓએ એકબીજાની ચિંતાઓ અને ક્ષેત્રનાં સ્થાયિત્વ માટે આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવાનાં આશ્વાસનનું પુનરાવર્તન કર્યું હતું અને એકબીજાનાં જમીન વિસ્તારનાં ઉપયોગની સંમતિ નુકસાનકારક કામગીરીઓ માટે નહિં કરવા દેવાનો સંકલ્પનું પુનરાવર્તન કર્યું હતું.
  11. બંને નેતાઓએ ક્ષેત્રની અંદર અને બહાર તમામ પ્રકારનાં આતંકવાદનો મુકાબલો કરવા સહયોગ વધારવા માટે પોતાનાં સંકલ્પોની પુષ્ટિ કરી હતી. બંને પક્ષ પાયરસી, આતંકવાદ, સંગઠિત અપરાધ, નશીલા દ્રવ્યો અને માનવ તસ્કરી સહિત સમાન ચિંતાનાં વિષયો પર દ્વિપક્ષીય સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી. માલદિવની પોલીસ સેવા અને માલદિવનાં રાષ્ટ્રીય સુરક્ષા દળનાં તાલીમ અને ક્ષમતાનાં સર્જનમાં સહયોગ વધારવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી.
  12. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવાનાં પ્રયાસોની સમીક્ષા કરી હતી. ભારતનાં પ્રધાનમંત્રીએ બંને દેશનાં પારસ્પરિક લાભનાં વિવિધ ક્ષેત્રોમાં માલદિવમાં ભારતીય કંપનીઓનાં રોકાણની વધતી તકોને આવકારી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માલદિવની સરકારની પારદર્શક, જવાબદાર અને નિયમ આધારિત વહીવટનું વિઝન ભારતીય વ્યવસાયોનાં વિશ્વાસને પુનઃપ્રાપ્તિનો સંદેશ આપે છે. બંને નેતાઓએ મત્સ્ય ઉછેર વિકાસ, પર્યટન, પરિવહન, કનેક્ટિવિટી, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નવીન અને નવીનીકરણ ઊર્જા તથા સંચાર જેવા ક્ષેત્રોમાં ઘનિષ્ઠ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા સંમતિ વ્યક્ત કરી હતી.
  13. બંને નેતાઓએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અસરકારક બહુપક્ષીય વ્યવસ્થાનાં મહત્વને પુનરાવર્તિત કર્યું. આ સંદર્ભમાં બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધારો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં વિસ્તારનાં મહત્વને માન્યતા આપી.
  14. માલદિવનાં રાષ્ટ્રપતિએ વિસ્તારિત અને સુધારો કરવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારી માટે પોતાનાં દેશનાં સમર્થનની ફરી પુષ્ટિ કરી હતી. માલદિવે પણ 2020-2021 માટે અસ્થાયી બેઠક માટે ભારતની ઉમેદવારી પ્રત્યે પોતાનાં સમર્થનનું પુનરાવર્તન કર્યું.
  15. ભારતનાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમંડળમાં ફરી સામેલ થવાનાં માલદિવનાં નિર્ણયને આવકાર આપ્યો. પ્રધાનમંત્રી હિંદ મહાસાગર રિમ એસોસિએશનનાં નવા સભ્ય સ્વરૂપે માલદિવને આવકાર આપ્યો.
  16. બંને નેતાઓએ આબોહવામાં પરિવર્તનની આડઅસરો, ખાસ કરીને વિકાસશીલ દેશો અને નાનાં ટાપું રાષ્ટ્રોનાં ઝડપી વિકાસ માટે જળવાયુ પરિવર્તનની સમસ્યાનું મહત્વ અને યુએનએફસીસીસી અને પેરિસ સમજૂતીનાં માધ્યમથી જળવાયુ પરિવર્તનની સમસ્યાનું સમાધાન કરવા માટેના વૈશ્વિક પ્રયાસને મજબૂત બનાવવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર સંમતિ વ્યક્ત કરી હતી.
  17. બંને નેતાઓએ બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવા અને તેમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક નિર્ણયોમાં વિકાસશીલ દેશોનું મહત્વ અને ભાગીદારી વધારવાની જરૂરિયાતને વ્યક્ત કરી.
  18. માલદિવનાં રાષ્ટ્રપતિએ પોતાનાં અને પ્રતિનિધિમંડળનાં સભ્યોનાં સૌહાર્દપૂર્ણ અને ઉદાર આતિથ્ય સત્કાર માટે ભારતનાં પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
  19. માલદિવનાં રાષ્ટ્રપતિએ ભારતનાં રાષ્ટ્રપતિને માલદિવની રાજકીય સફર પર આવવાનું આમંત્રણ આપ્યું. માલદિવનાં રાષ્ટ્રપતિએ ભારતનાં પ્રધાનમંત્રીએ માલદિવની રાજકીય સફરનું આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રીએ આમંત્રણનો સ્વીકાર કર્યો.

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.