મહામહિમ રાષ્ટ્રપતિના શ્રી ફ્રાન્સ ઇમેન્યુઅલ મેક્રોન આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠના અવસર નિમિત્તે પ્રજાસત્તાક ફ્રેન્ચના રાષ્ટ્રીય દિવસના અવસરે અતિથિ વિશેષ તરીકે ઐતિહાસિક મુલાકાત સંપન્ન કરી છે. જાન્યુઆરી 1998માં, પરિવર્તન અને અનિશ્ચિતતાના વિશ્વમાં, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને રાષ્ટ્રપતિ જેક ચિરાકે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીની દિશામાં ઉન્નત કર્યા હતા – જે ભારત માટે કોઇપણ દેશ સાથેના પ્રથમ સંબંધો પૈકી એક છે.
તેણે નિર્ણાયક પ્રતિબદ્ધતા 1947માં ભારતની આઝાદી પછીના અસાધારણ પ્રયાસોની મજબૂત અને સ્થિર ભાગીદારીના પાંચ દાયકાઓમાં પ્રતિબિંબિત ઊંડા પરસ્પર વિશ્વાસની પુષ્ટિ કરી હતી.
આજે, જ્યારે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ ત્યારે તેઓ એ બાબતે સંમત થયા હતા કે, આપણી વચ્ચે એવો સંબંધ છે જે અત્યંત ગંભીર તોફાની સ્થિતિમાં પણ સ્થિતિસ્થાપક રહ્યો છે અને તકોની ઊંચી ભરતી પર સવારી કરવાની આપણે હિંમત રાખીએ છીએ તેમજ મહત્વાકાંક્ષી છીએ. તે સહિયારા મૂલ્યો, સાર્વભૌમત્વ અને વ્યૂહાત્મક સ્વાયત્તતામાં વિશ્વાસ, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા, બહુપક્ષીયવાદમાં અડગ વિશ્વાસ અને સ્થિર બહુધ્રુવીય વિશ્વની સામાન્ય શોધ પર આધારિત સંબંધ છે.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને દ્વિપક્ષીય સહકારના દરેક ક્ષેત્રમાં છેલ્લાં 25 વર્ષોમાં સંબંધોમાં આવેલા પરિવર્તન અને વિસ્તરણની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક જવાબદારીઓ તેમજ વૈશ્વિક મહત્વમાં ભાગીદારીથી તે વધુ વિકાસ પામી શકે છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો.
આપણા રાજકીય અને રાજદ્વારી સંબંધો આપણા સૌથી ઘનિષ્ઠ અને સૌથી વિશ્વાસપાત્ર સંબંધો છે. આપણી સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી મજબૂત છે અને સમુદ્રતળથી લઇને અવકાશ સુધી વિસ્તરણ પામેલી છે. આપણા આર્થિક સંબંધો આપણી સમૃદ્ધિ અને સાર્વભૌમત્વને મજબૂત બનાવે છે અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાને આગળ ધપાવે છે. બંને નેતાઓ એ બાબતે સંમત થયા હતા કે, સ્વચ્છ અને ઓછી કાર્બન ઉર્જાને પ્રોત્સાહન આપવું, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું, મહાસાગરનું રક્ષણ કરવું તેમજ પ્રદૂષણ સામે લડવું એ સહકારનો મુખ્ય આધારસ્તંભ છે અને એ બાબતે પણ સંમત થયા હતા કે, ડિજિટલ, આવિષ્કાર અને સ્ટાર્ટઅપ ભાગીદારી એ વિકાસ માટેનું એક નવું ક્ષેત્ર છે જે આપણા બંને દેશો વચ્ચેના ઊંડાણપૂર્વક સંકલન તેમજ મજબૂત પૂરકતાઓ પર આધારિત છે.
શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંસ્કૃતિમાં આપણા ઘનિષ્ઠ સંબંધો, યુવાનો વચ્ચે વધી રહેલા આદાન-પ્રદાન તેમજ ખૂબ જ કૌશલ્યવાન અને વિકાસ કરી રહેલા પ્રવાસી નાગરિકો બંને દેશોના સંબંધોને લોકોની નજીક લાવી રહ્યા છે અને ભાવિ ભાગીદારીનાં બીજ રોપી રહ્યા છે.
આપણા વિવિધ સમયમાં થયેલી ઉથલપાથલ અને પડકારોમાં, આ ભાગીદારી પહેલાં કરતાં પણ વધુ અર્થપૂર્ણ બની છે – જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું સમર્થન કરવું; ખંડિત વિશ્વમાં સંકલનને આગળ વધારવું; બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારો કરવો અને તેને પુનઃજીવિત કરવી; સુરક્ષિત અને શાંતિપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું નિર્માણ કરવું; આબોહવા પરિવર્તન, સ્વચ્છ ઊર્જા, આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, ગરીબી અને વિકાસના વૈશ્વિક પડકારોનો સામનો કરવાનું સામેલ છે.
આજે, 2047 જ્યારે અમે ભારતની આઝાદીની શતાબ્દીની ઉજવણી કરીશું ત્યારે, આપણા રાજદ્વારી સંબંધોની શતાબ્દી અને આપણા વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોની અડધી સદીની ઉજવણી કરતી વખતે 2047 અને તેનાથી આગળની આપણી એકબીજાના સંગાથની સફર કરવા માટે વધુ હિંમતપૂર્ણ દૂરંદેશી અને ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ સાથે આગામી 25 વર્ષ પર પણ ધ્યાન આપી રહ્યાં છીએ.
આપણા લોકો અને જેમની સાથે આપણે આ ગ્રહ પર સાથે મળીને રહીએ છીએ તેમના માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે, આગામી 25 વર્ષ આપણા બંને દેશો માટે અને આપણી ભાગીદારી માટે નિર્ણાયક ક્ષણ છે. બંને નેતાઓએ, ભારત-ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના આ આગલા તબક્કા માટે તેમની સહિયારી દૂરંદેશી નક્કી કરવા માટે, "ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ: ફ્રેન્ચ-ભારતીય સંબંધોની સદી તરફ પ્રયાણ અંગે ક્ષિતિજ 2047 ભાવિ રૂપરેખા" અપનાવી હતી તેમજ અનેક ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લેતા અન્ય કેટલાક પરિણામો અપનાવવામાં આવ્યા હતા. ક્ષિતિજ 2047 અંગે ભાવિ રૂપરેખા અને પરિણામોની યાદી અહીં મળી શકે છે.