જાપાનની કંપનીઓ માટે રેઇલ મેન્યુફેકચરીંગ યુનિટો સ્થાપવા ગુજરાતમાં ઉત્તમ વાતાવરણ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જાપાનના સિનિયર વાઇસમિનીસ્ટર શ્રીયુત હિરોશી કાજીયામા (Mr. HIROSHI KAJIYAMA)ના નેતૃત્વમાં આવેલા જાપાની ડેલીગેશને વનટુવન બેઠક યોજીને, જાપાન અને ભારતમાં ગુજરાત રાજ્ય વચ્ચે પરસ્પર સહભાગીતાના નવા સંભવિત વિકાસ ક્ષેત્રો વિકસાવવા માટેના વ્યાપક ફલકની ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ અને પદાધિકારી ઉપસ્થિત હતા.જાપાનના લેન્ડ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમના સિનિયર વાઇસ મિનિસ્ટરે ગુજરાત અને જાપાન વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સહભાગીદારીની સફળતા અને મુખ્યમંત્રીશ્રીના બે સફળ જાપાન પ્રવાસની ફલશ્રુતિના સંદર્ભમાં અને DMIC- ના પ્રોજેકટ અમલીકરણ માટે ગુજરાતે કરેલી પ્રભાવક તૈયારીઓ જોતા અમદાવાદમુંબઇ હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ પણ સાકાર થાય તે દિશામાં ગુજરાતની પ્રતિબધ્ધતા સાથે મુખ્યમંત્રીશ્રીએ એવું પણ પ્રેરક સૂચન કર્યું હતું કે જાપાનની કંપનીઓ માટે રેઇલઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ સેકટર વિકસાવવા ગુજરાત ઉત્તમ સ્થળ છે. જાપાનની હિટાચી કોર્પોરેશન જેવી કંપનીનું બજાર યુરોપના દેશો છે.
ગુજરાતમાં મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ અને સ્કીલ ડેવલપમેન્ટ માટેનું અત્યંત ઉત્તમ વાતાવરણ છે ત્યારે જાપાન તેની ટેકનોલોજી, ટેકનીકલ એકસ્પેરિયન્સની સકસેસ સ્ટોરી સાથે ગુજરાતમાં મેન્યુફેકચરીંગ એન્ડ સ્કીલ ડેવલપીમેન્ટના માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણના સહયોગ વડોદરા યુનિવર્સિટી સાથે કરી શકે એમ છે. વડોદરામાં એન્જીનિયરીંગ મેન્યુફેકચરીંગ હબનું સામર્થ્ય જોતા જાપાનની કંપનીઓ માટે યુરોપીઅન માર્કેટ ઉપર પ્રભાવ લાવવામાં ગુજરાત કોસ્ટલટ્રેડ વે પણ ઉપયુકત બનશે.
જાપાનના સિનિયર વાઇસ મિનિસ્ટરે ગુજરાત સાથે જાપાનની ભાગીદારીનું ફલક સંવર્ધિત કરવામાં મુખ્યમંત્રીશ્રીના વિઝનરી નેતૃત્વની પ્રસંશા કરી હતી.