ર૦૧૯ ગાંધી ૧પ૦ અવસરે સ્વચ્છ- Clean હિન્દુસ્તાનનું અભિયાન ઉપાડવા
ર૦રર આઝાદી અમૃતપર્વ નિમિત્તે સ્વાસ્થ- Healthy હિન્દુ સ્તાનનો સંકલ્પ સાકાર કરવા પ્રેરક આહ્વાન
હોસ્પિટલની પ્રત્યેક પથારી ઉપર સારવાર લેનારો દર્દી હેલ્થ ઇન્યો્રન્સનનો હકકદાર બને તેવું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી
આરોગ્ય સેવાઓને ગુણવત્તાસભર બનાવવા જનભાગીદારીને પ્રાથમિકતા આપવી જોઇએ ભારતની વર્તમાન આરોગ્ય સેવાઓ ચિંતાજનક
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે કર્ણાટકમાં કર્ણાટક લિંગાયત એજ્યુ્કેશન સોસાયટી સંચાલિત જવાહરલાલ નહેરૂ મેડીકલ કોલેજના સ્વર્ણિમ જ્યંકતી મહોત્સવનું ઉદ્દઘાટન કરતાં ગાંધી-૧પ૦ (મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજ્યંતિ)ને કેન્દ્રસ્થાને રાખીને સ્વચ્છ-Clean હિન્દુસ્તાનનું અભિયાન ઉપાડવા અને ર૦રરમાં આઝાદીના અમૃતપર્વને નિમિત્ત બનાવીને સ્વસ્થ-Healthy ઇન્ડીયાનો સંકલ્પ પાર પાડવાનું પ્રેરક આહવાન કર્યું હતું.
કર્ણાટક લિંગાયત એજ્યુ કેશન સોસાયટીની ૧૦૦ વર્ષની માનવસેવા અને સમાજસેવાની પ્રવૃત્તિઓને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મેડીકલ સેકટરમાં દેશની વર્તમાન પરિસ્થિતી ચિંતાજનક છે. રોગો અને દર્દીઓની સંખ્યા અને સમસ્યા વધતી રહી છે. તબીબો અને પેરામેડીકલ સ્ટાફની ખૂબ મોટી ઘટ સ્વાસ્ય્યા સેવાઓ પર વિપરીત અસર પાડે છે. મેડીકલ ઇકવીપમેન્ટની મોટાપાયે આયાત દેશના અર્થતંત્ર ઉપર બોજારૂપ છે. આપણે લાખોની સંખ્યામાં આરોગ્ય ક્ષેત્રે તબીબો અને પેરામેડિકલ સ્ટાફના માનવ સંશાધન વિકાસની અને મેડીકલ રિસર્ચની બાબતમાં ખૂબ મોટી હરણફાળ ભરવાની જરૂર છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રિવેન્ટીવ હેલ્થ કેર અંગે દેશમાં હવા, પાણી અને ખોરાકની શુધ્ધ્તા ઉપર તેમજ સોશ્યલ હાઇજીનના લોકશિક્ષણ ઉપર ભાર મૂકતાં જણાવ્યું કે આરોગ્ય સેવાઓની મોંઘી સારવાર ગરીબો માટે દેવાનો બોજ બની જાય છે. તેમણે નવતર સૂચન કરતાં જણાવ્યું કે હેલ્થ ઇન્યોરન્સ માટે હોસ્પિટલમાં પ્રત્યેક પથારી ઉપર સારવાર લેનારા દર્દી હેલ્થધ ઇન્યોરન્સોનો હકદાર બની શકે અને હેલ્થ ઇન્યોરન્સ કરતા પણ દર્દીને માટે હેલ્થર એસ્યોરન્સ વધુ મહત્વ ધરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે ગુજરાતમાં તબીબોની જનભાગીદારી પ્રેરિત ચિરંજીવી યોજનાનો ઉલ્લેખ કરી કહયું કે સ્વાસ્ય્રા સેવાઓને ગુણવત્તાસભર બનાવવા માટે સમાજની શકિતને જોડવી પડશે.
ભારત વિશ્વમાં જ્ઞાનની શકિતનું પ્રભાવ કેન્દ્ર બની શકે એવું સામર્થ્ય ધરાવે છે. સદીઓથી ભારતના જ્ઞાની મનિષીઓએ જ્ઞાન સંપદાની મહાન વિરાસતનો વારસો આપણને આપ્યો છે અને ર૧મી સદીમાં ભારત વૈશ્વિક દ્રષ્ટિકોણથી નવી શકિત રૂપે ઉભરી શકે તેમ છે. તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મેડીકલ યુનિવર્સિટીની નવિનત્તમ ટેકનોલોજીયુકત લેબોરેટરીનું ઉદ્દઘાટન કર્યું હતું. કર્ણાટક લિંગાયત એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મંડળે અને પ્રમુખે મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય્ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે હજારોની સંખ્યામાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિેત રહયા હતા.
આ અગાઉ બેલગામ વિમાની મથકે ગુજરાતી સમાજ સહિત સમાજના અન્ય્ આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.