ભારત ઇટાલીની વ્યૂહાત્મક ભાગીદારીની અજોડ સંભવિતતાથી વાકેફ થઈને ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીનાં પ્રધાનમંત્રી સુશ્રી જ્યોર્જિયા મેલોનીએ 18 નવેમ્બર, 2024નાં રોજ બ્રાઝિલનાં રિયો ડી જાનેરોમાં જી-20 શિખર સંમેલનમાં તેમની બેઠક દરમિયાન નીચેની કેન્દ્રિત, સમયબદ્ધ પહેલો અને વ્યૂહાત્મક કાર્યની સંયુક્ત યોજના મારફતે તેને વધારે પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઇટાલી અને ભારત આ બાબતે સંમત થાય છે:

I. રાજકીય સંવાદ

a. બહુપક્ષીય કાર્યક્રમોની સાથે-સાથે સરકારના વડાઓ, વિદેશી બાબતો, વેપાર અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે નિયમિત ધોરણે બેઠકો અને પારસ્પરિક મુલાકાતો યથાવત રાખવી.

b. વિદેશ કાર્યાલયમાં ચર્ચાવિચારણા સહિત બંને વિદેશ મંત્રાલયો વચ્ચે વરિષ્ઠ અધિકારીઓનાં સ્તરે વાર્ષિક દ્વિપક્ષીય ચર્ચા વિચારણાનું આયોજન કરવું.

c. સમાન હિતના તમામ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા માટે અન્ય મંત્રાલયોના વડાઓ વચ્ચે બેઠકો અને આદાનપ્રદાનને વધુ સઘન બનાવવું.

II. આર્થિક સહયોગ અને રોકાણ

a. આર્થિક સહકાર માટેના સંયુક્ત કમિશન અને ખાદ્ય પ્રસંસ્કરણ પર ઇટાલી-ભારત સંયુક્ત કાર્યકારી જૂથના દ્વિપક્ષીય વેપાર, બજારની સુલભતા અને રોકાણને વધારવા માટે, ખાસ કરીને પરિવહન, કૃષિ ઉત્પાદનો અને મશીનરી, કેમિકલ-ફાર્માસ્યુટિકલ્સ, લાકડું અને ફર્નિચર, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ, પેકેજિંગ અને કોલ્ડ ચેઇન, ગ્રીન ટેકનોલોજી અને સ્થાયી ગતિશીલતા જેવા ઉચ્ચ સંભવિતતા ધરાવતા ક્ષેત્રોમાં પારસ્પરિક વેપાર, બજારની સુલભતા અને રોકાણને પ્રોત્સાહન આપવું.  જેમાં સહ-વિકાસ અને સહ-ઉત્પાદન તથા મોટી કંપનીઓ અને એસએમઇ વચ્ચે સંયુક્ત સાહસો સામેલ છે.

b. ઔદ્યોગિક અને આર્થિક સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સની સંડોવણી સાથે, વેપાર મેળાઓ અને સમયાંતરે વ્યવસાયમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવું.

c. ઓટોમોટિવ, સેમિકન્ડક્ટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક ઉત્પાદનમાં પણ ઔદ્યોગિક ભાગીદારી, ટેકનોલોજીકલ કેન્દ્રો અને પારસ્પરિક રોકાણને પ્રોત્સાહન આપવું.

III. કનેક્ટિવિટી

a. પર્યાવરણની સ્થિરતા અને આબોહવામાં પરિવર્તનના સંદર્ભમાં સ્થાયી પરિવહન પર સહકારને પ્રોત્સાહન આપવું.

b. ભારત - મધ્ય પૂર્વ - યુરોપ આર્થિક કોરિડોર (આઇએમઇઇસી)ના માળખામાં પણ દરિયાઇ અને જમીન માળખાગત સુવિધામાં સહયોગ વધારવો અને દરિયાઇ અને બંદર ક્ષેત્રમાં સહકાર પરના કરારને સમાપ્ત કરવો.

IV. વિજ્ઞાન, ટેકનોલોજી, આઇટી, નવીનતા અને સ્ટાર્ટ-અપ્સ

a. ટેલિકોમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેવાઓનાં ડિજિટલાઇઝેશન જેવા ક્ષેત્રોમાં બંને દેશોમાં ટેકનોલોજી વેલ્યુ ચેઇન ભાગીદારીનું નિર્માણ કરીને મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી પર સહકાર વધારવો.

b. ઉદ્યોગ 4.0, અત્યાધુનિક ઉત્પાદન, સ્વચ્છ ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજ નિષ્કર્ષણ અને રિફાઇનિંગ, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સામેલ છે, જેમાં બંને દેશોનાં એસએમઇ અને સ્ટાર્ટ-અપ્સ સામેલ છે, તેમાં સહકારનાં નવા માર્ગો શોધવામાં આવશે.

c. ઇટાલી અને ભારતની રાષ્ટ્રીય સંશોધન પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને, સામાન્ય હિતના ક્ષેત્રોમાં ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ (આઇપીઓઆઇ)ના સંદર્ભમાં પણ નવીનતા અને સંશોધન સહયોગને વધારવો.

d. શૈક્ષણિક અને સંશોધનની તકો વધારવી, ખાસ કરીને STEM ક્ષેત્રમાં, શિષ્યવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું, ત્યારે અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને સંયુક્ત પ્રોજેક્ટ્સ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.

e. બંને દેશોનાં સ્ટાર્ટ-અપ્સ અને પ્રસ્તુત નવીનતાની ઇકોસિસ્ટમ વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું. અન્ય બાબતો ઉપરાંત ફિનટેક, એજ્યુટેક, હેલ્થકેર, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન, એગ્રિટેક, ચિપ ડિઝાઇન અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

f. શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓની વૈજ્ઞાનિક નવીનતા અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક કુશળતા અને ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે ઇન્ડો-ઇટાલિયન ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન એક્સચેન્જ પ્રોગ્રામની શરૂઆત કરવી.

g. સહકારના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના વારસાને સ્વીકારો, જેને સહકાર માટેના નવા દ્વિપક્ષીય માધ્યમો દ્વારા સમૃદ્ધ બનાવી શકાય છે.

h. વર્ષ 2025-27 માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહકાર માટે એક્ઝિક્યુટીવ પ્રોગ્રામનો અમલ કરવો, જે ચાલુ વર્ષના અંતે કાર્યરત થશે, જેના મારફતે બંને પક્ષો નોંધપાત્ર સંશોધન અને મોબિલિટી આધારિત સંયુક્ત પ્રોજેક્ટ્સના સહ-સ્થાપક બનશે.

V. સ્પેસ સેક્ટર

a. ચંદ્ર વિજ્ઞાન પર ભાર મૂકવાની સાથે પૃથ્વી નિરીક્ષણ, હેલિયોફિઝિક્સ અને અવકાશ સંશોધનમાં સામાન્ય રસ ધરાવતા પ્રોજેક્ટ્સને સામેલ કરવા માટે ઇટાલિયન સ્પેસ એજન્સી (એએસઆઈ) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) વચ્ચે સહકારને વિસ્તૃત કરવો.

b. બાહ્ય અંતરિક્ષના શાંતિપૂર્ણ અને સ્થાયી ઉપયોગમાં સંબંધિત દ્રષ્ટિકોણ, સંશોધન અને વિકાસને આગળ વધારવામાં સહકાર વધારવો.

c. મોટા ઉદ્યોગો, એમએસએમઇ અને સ્ટાર્ટ-અપ્સને સાંકળતા પારસ્પરિક વાણિજ્યિક અંતરિક્ષ જોડાણની શોધ કરવી અને તેને સુલભ કરવી.

d. સંશોધન, અંતરિક્ષ સંશોધન અને વાણિજ્યિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આદર્શ રીતે, 2025ના મધ્ય સુધીમાં, અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓના ઇટાલિયન પ્રતિનિધિમંડળ દ્વારા ભારત તરફના મિશનનું આયોજન કરવું.

VI. ઊર્જા સંક્રમણ

a. શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અનુભવોનું આદાનપ્રદાન કરવા, એકબીજાની ઔદ્યોગિક ઇકો-સિસ્ટમના જ્ઞાનને પ્રોત્સાહન આપવા અને ઔદ્યોગિક ભાગીદારીને સુલભ કરવા માટે "ટેક સમિટ"નું આયોજન કરવું.

b. ટેકનોલોજીમાં પ્રગતિ અને સંશોધન અને વિકાસ સાથે સંબંધિત સંયુક્ત સહયોગની સુવિધા પ્રદાન કરવી.

c. ગ્રીન હાઇડ્રોજન, જૈવઇંધણ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને ઊર્જા દક્ષતામાં ઉપરોક્ત સહકારને સુલભ કરવા પુનઃપ્રાપ્ય ઊર્જા પર સંયુક્ત કાર્યકારી જૂથને વધારે પ્રોત્સાહન આપવું.

d. વૈશ્વિક જૈવઇંધણ જોડાણ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવું.

e. નવીન ગ્રિડ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સાથે સંબંધિત નિયમનકારી પાસાઓ પર માહિતીનું આદાનપ્રદાન કરવું.

VII. સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર

a. સંયુક્ત સંરક્ષણ સલાહકાર (જેડીસી)ની બેઠકો તેમજ સંયુક્ત સ્ટાફ ટોક (જેએસટી)નાં વાર્ષિક ધોરણે નિયમિત આયોજન સુનિશ્ચિત કરવું, જેથી માહિતી, મુલાકાતો અને તાલીમ પ્રવૃત્તિઓનાં આદાન-પ્રદાનનું સંકલન થઈ શકે.

b. ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં ઇટાલીની વધતી જતી રુચિના માળખામાં સંબંધિત સશસ્ત્ર દળો વચ્ચે આવકારદાયક આદાનપ્રદાન, જેનો ઉદ્દેશ આંતરવ્યવહારિકતા અને સહકારમાં વધારો કરવાનો છે, જેમાં આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓને ટેકો આપતી કોઈ પણ ઉપયોગી વ્યવસ્થાની વાટાઘાટો સામેલ છે.

c. ટેકનોલોજી સહયોગ, સહ-ઉત્પાદન અને સંરક્ષણ પ્લેટફોર્મ અને ઉપકરણના સહ-વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારી અને ખાનગી હિતધારકો વચ્ચે સંવાદ અને ભાગીદારી વધારવાના માર્ગોની શોધ કરવી.

d. દરિયાઈ પ્રદૂષણની પ્રતિક્રિયા અને દરિયાઈ શોધ અને બચાવના ક્ષેત્ર સહિત દરિયાઈ સહયોગ વધારવો.

e. બંને સંરક્ષણ મંત્રાલયો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપની વાટાઘાટો કરવી અને સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (એસઆઇડીએમ) અને ઇટાલિયન ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ફોર એરોસ્પેસ, ડિફેન્સ એન્ડ સિક્યુરિટી (એઆઇએડી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને પ્રોત્સાહન આપવું.

f. બંને પક્ષના વૈજ્ઞાનિકો અને તકનીકી નિષ્ણાતોને સાંકળતા સંરક્ષણ સંશોધનમાં નિયમિત આદાનપ્રદાનનું આયોજન કરવું.

VIII. સુરક્ષા સહયોગ

a. સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ જેવા ચોક્કસ ક્ષેત્રોમાં નિયમિત આદાનપ્રદાન અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ મારફતે સુરક્ષા સહકાર વધારવો.

b. સાયબર સંવાદ, નીતિઓ, પદ્ધતિઓ અને તાલીમની તકો પર અપડેટ્સનું આદાનપ્રદાન કરવા જેવી ક્ષેત્ર-વિશિષ્ટ વાટાઘાટો યોજવી અને જ્યારે યોગ્ય હોય ત્યારે બહુપક્ષીય મંચોમાં સહકાર સાથે સંબંધિત પરામર્શ કરવો.

c. આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને બહુરાષ્ટ્રીય અપરાધોનો સામનો કરવા પર સંયુક્ત કાર્યકારી જૂથની વાર્ષિક દ્વિપક્ષીય બેઠકોનું આયોજન કરવાનું જાળવી રાખીશું.

d. દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ સામેની લડાઈમાં સહકાર મજબૂત કરવો. આ સહકારની ભાવનાને આધારે બંને પક્ષો નીચેની બાબતો પર સંમત થાય છેઃ

i. ક્ષમતા નિર્માણ કાર્યક્રમો સહિત ન્યાયિક બાબતોમાં તથા સંબંધિત પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે સહયોગને મજબૂત કરવો.

ii. આતંકવાદ સામેની લડાઈમાં માહિતી અને શ્રેષ્ઠ પ્રણાલિઓનું આદાન-પ્રદાન કરવું.

e. વર્ગીકૃત માહિતીના પરસ્પર રક્ષણ અને વિનિમય માટેના કરારને સમાપ્ત કરવો.

IX. સ્થળાંતર અને ગતિશીલતા

a. સલામત અને કાનૂની સ્થળાંતર ચેનલો, તેમજ વાજબી અને પારદર્શક શ્રમ તાલીમ અને ભરતી પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવું. એક પાયલોટ પ્રોજેક્ટમાં ભારતમાં આરોગ્ય વ્યાવસાયિકોની તાલીમ અને ઇટાલીમાં તેમના પછીના રોજગારને આવરી લેવામાં આવશે.

b. અનિયમિત સ્થળાંતરની સુવિધાનો સામનો કરવા સહકાર વધારવો.

c. ઉચ્ચ શિક્ષણનો હવાલો સંભાળતા સંબંધિત વહીવટીતંત્રો વચ્ચે સમજૂતીઓ કરીને વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષણવિદોની ગતિશીલતામાં વધારો કરવો.

X. સંસ્કૃતિ, અકાદમિક અને લોકો વચ્ચે આદાન-પ્રદાન, સિનેમા અને પર્યટન

a. બંને દેશોની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગ અને આદાનપ્રદાન વધારવું તેમજ તકનીકી અને વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવો.

b. સંગ્રહાલયો વચ્ચે ભાગીદારીની સ્થાપના મારફતે પારસ્પરિક જ્ઞાનને ગાઢ બનાવવા પ્રદર્શનો અને સાંસ્કૃતિક પહેલોને પ્રોત્સાહન આપવું.

c. તેમના સંબંધિત દેશોમાં ફિલ્મ સહ-નિર્માણ અને ફિલ્મ નિર્માણ વધારવા પર કામ કરવું.

d. જૂની અને વારસાગત સાઇટ્સ અને ઇમારતોની જાળવણી અને પુન:સ્થાપના પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવો.

e. બંને દિશામાં સંપર્ક અને પર્યટક પ્રવાહને પ્રોત્સાહન આપવું.

f. દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા તથા મિત્રતાના લાંબા ગાળાના જોડાણને પ્રોત્સાહન આપવામાં જીવંત ભારતીય અને ઇટાલીના સમુદાયોના યોગદાનને સ્વીકાર કરવો.

g. વર્ષ 2023માં હસ્તાક્ષર થયેલા સાંસ્કૃતિક સહકારના કાર્યકારી કાર્યક્રમના અમલીકરણ પર કામ કરવું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi