મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપત્તિ વ્‍યસ્‍થાપનની આંતરરાષ્‍ટ્રીય પરિષદનું ગાંધીનગરમાં ઉદ્‌ઘાટન કરતા જણાવ્‍યું હતું કે, આપત્તિને અવસરમાં પલટાવવા માટે સમાજશક્‍તિના મિજાજ અને પુરૂષાર્થ ઉજાગર કરવાનું આપત્તિ વ્‍યવસ્‍થાપનની સફળતાનું ઉત્તમ મોડેલ ગુજરાતે દેશ અને દુનિયાને ભૂકંપ પછીના પૂનઃનિર્માણ દ્વારા આપ્‍યું છે.

આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે માનવ સંશાધન કૌશલ્‍ય નિર્માણ સહિત કાનૂનના છત્ર અને જનભાગીદારીનો ગુજરાત અનુભવ વિશ્વને દિશાદર્શક છે એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં ભૂકંપ પછીના પૂનઃનિર્માણની વિરલ સાફલ્‍યગાથાનું મુખ્‍ય પાસુ માનવતાવાદી શકિતઓએ સામાજિક દાયિત્‍વ અને તારાજ આપત્તિગ્રસ્‍તોએ જનશકિતના મિજાજ અને પુરૂષાર્થનો વિશ્વને દિશાસૂચક માર્ગ બતાવ્‍યો છે, એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણના ઉપક્રમે ભૂકંપ પછીનું પૂનઃનિર્માણઃ બોધપાઠ અને ભવિષ્‍યનો માર્ગ વિષયક આપત્તિ વ્‍યવસ્‍થાપનની આ આંતરરરાષ્‍ટ્રીય પરિષદ ગાંધીનગર નજીક પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પરિસરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે અને વિશ્વના 12 દેશોના તજજ્ઞો તથા આપત્તિ વ્‍યવસ્‍થાપન સંશોધકો તેમા ભાગ લઇ રહ્યા છે.

આ પ્રસંગે ‘‘શહેરોમાં પૂરની આફતોના વ્‍યવસ્‍થાપન અંગે રાષ્‍ટ્રીય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણે તૈયાર કરેલી માર્ગદર્શિકાનું વિમોચન મુખ્‍યમંત્રીશ્રીએ કર્યું હતું.''

‘‘વિનાશક ભૂકંપ પછીના દશ વર્ષના પૂનઃનિર્માણના દાયકાના ગુજરાત-અનુભવ'' વિશે વિશ્વભરમાં ચિન્‍તન થઇ રહ્યું છે અને આમાંથી બોધપાઠ લઇને ભવિષ્‍યભાં આપત્તિ વ્‍યવસ્‍થાપનનો સુરક્ષિત માર્ગ કંડારી શકાશે એવો વિશ્વાસ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો.

કુદરતી આપત્તિના પડકાર સામે માનવતાવાદી શકિતઓ અને જનસમૂહના ખમીરથી આપત્તિનો સફળ સામનો જ નહીં પરંતુ આપતિત પછીના પૂનઃનિર્માણને ભૂતકાળ કરતા વધુ સારી સ્‍થિતિનો વિકાસ થઇ શકે છે એ ગુજરાતના સર્વગ્રાહી ભૂકંપ પૂનઃનિર્માણના સૌથી વિરાટ પ્રોજેકટની સફળતાએ પૂરવાર કર્યું છે એમ તેમણે જણાવ્‍યું હતું.

રાજ્‍ય સરકાર અને જનસમૂહની તાકાતના સંયુકત પુરૂષાર્થનું આ પ્રેરક દ્રષ્‍ટાંત વિશ્વની માનવજાતને આપત્તિને અવસરમાં પલટાવવાની પ્રેરણા પૂરી પાડશે એની અનુભૂતિ પ્રત્‍યક્ષ દર્શનથી કરવા તેમણે દેશ-વિદેશના આપત્તિ વ્‍યવસ્‍થાપક તજજ્ઞોને અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે માત્ર ત્રણ જ વર્ષમાં ગુજરાતે ભયાનક વિનાશકારી ભૂકંપની આપતિતના તમામ પાસાઓનું અગાઉ કરતા પણ ઉતમ પૂનઃનિર્માણ કઇ રીતે કર્યું તે અંગે ગુજરાતના અનુભવોનો સંશોધન અભ્‍યાસ યુનિવર્સિટીઓએ કરવો જોઇએ.

ભૂકંપ પછીના પૂનઃનિર્માણના ત્રણ જ વર્ષમાં ગુજરાત વિકાસના માર્ગે દોડતું થઇ ગયું તેના સંશોધન અભ્‍યાસ માટે દેશની પ્રત્‍યેક યુનિવર્સિટીના બે સંશોધક-વિદ્યાર્થીને ગજરાત માટે મોકલવા મુખ્‍યમંત્રીશ્રીએ 2005માં યુનિવર્સિટીના કુલાધિપતિ એવા રાજ્‍યોના રાજ્‍યપાલોને પત્ર લખ્‍યો હતો. પરંતું આ અંગે વિશેષ પ્રતિભાવ મળ્‍યો નથી. આજે તેમણે ફરીથી ગુજરાતના ભૂકંપ પૂનઃવસનના સર્વગ્રાહી પાસા વિશે સંશોધકો તરીકે યુનિવર્સિટીઓ અભ્‍યાસ કરે તો સમગ્ર માનવજાતને ઉપકારક બનશે એવી અપીલ કરી હતી.

વિશ્વમાં ભયાનક વિનાશની આફતો પછી હતાશાની મનોદશામાં આપત્તિગ્રસ્‍તોમાં આત્‍મહત્‍યાનું પ્રમાણ વધે છે પરંતુ ગુજરાતમાં ભૂકંપના વિનાશ પછી આફતનો ભોગ બનેલાએ એકબીજાના દૂઃખમાં કઇ રીતે સહભાગી બની માનવતાની ખૂમારીના દ્રષ્‍ટાંત દુનિયાને આપ્‍યા છે તેની ભૂમિકા મુખ્‍યમંત્રીશ્રીએ આપી હતી.

આપત્તિમાં ભોગ બનેલા પ્રત્‍યેની સંવેદના અને માનવીય મૂલ્‍યોનો પ્રભાવ હોવો જોઇએ અને જાપાનની ભૂકંત સુનામી, ન્‍યકલીયર રેડિયેશનની મહાભયાનક આફતોમાં જાપાનના શાસકો, જનસમૂહ અને મિડીયાએ સામાજિક દાયિત્‍વનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું છે. મોતનો મલાજો જાળવીને માનવતાના કાર્યને જ પ્રાધાન્‍ય આપીને કયાંય વાદ-વિવાદની વાર્તાઓ કરવાને બદલે સહુએ સમાજની તાકાતને પ્રેરિત કરવી જોઇએ તે ગુજરાતમાં, સુરતના તાપીના ભયાનક પૂરની આફતમાંથી સ્‍વચ્‍થ બનીને માત્ર 72 કલાકમાં જ આખું સુરત શહેર જનશકિતની ભાગીદારીના, સામાજિક દાયિત્‍વના નવા પરિમાણો પ્રસ્‍થાપિત કર્યા છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ગુજરાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી અને એક્‍ટ બનાવ્‍યો છે, સિસ્‍મોગ્રાફી રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ કાર્યરત કરી છે અને સેટેલાઇટ સ્‍પેસ ટેકનોલોજી દ્વારા હેઝાર્ડસ મિટીગેશન એટલાસ બનાવ્‍યો છે અને કુદરતી સંશાધનોનું જીઓસ્‍પાસ્‍ટીક ડેટાબેઇઝ તૈયાર કર્યું છે, શાળાઓમાં ભૂકંપ અને આપત્તિ વ્‍યવસ્‍થાપનનું સુરક્ષા છત્ર ઉપરાંત વિદ્યાદીપ યોજના દ્વારા પ્રત્‍યેક વિદ્યાર્થીને આપત્તિ સામે વીમા સુરક્ષાની નવી પહેલ કરી છે. એટલુંજ નહીં શાળાઓના અભ્‍યાસક્રમોમાં આપત્તિ વ્‍યવસ્‍થાપનના પાઠયક્રમો શરૂ કર્યા છે એમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

‘‘આપત્તિઓથી, તેના પ્રકોપની કસોટીમાં રોદણાં રડવાના ન હોય પણ માનવતાવાદી શકિતઓને સામાજિક તાકાતનો મિજાજ બનાવીશું તો આપત્તિ વ્‍યવસ્‍થાપનનો ઉત્તમ માર્ગ આપણે દુનિયાને બતાવી શકીશું'' એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

ગાંધીનગરના રાયસણ સ્‍થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે યાોજયેલી પોસ્‍ટ અર્થક્‍વેક રીકન્‍સ્‍ટ્રકશન-લેશન્‍સ લર્ન્‍ટ એન્‍ડ વે ફોરવર્ડ વિષયક આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેલાં નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન શ્રી એમ.શશીધર રેડ્ડીએ 26 જાન્‍યુઆરી, 2001ના કચ્‍છના ભૂકંપને દુઃખદાયક સ્‍મૃતિ ગણાવી જણાવ્‍યું હતું કે, ગુજરાતે ભૂકંપ જેવી વિનાશક આપત્તિનો સામનો કરી આ આપત્તિને અવસરમાં પલટાવીને અન્‍ય રાજ્‍યો અને દેશ માટે ઉદાહરણ પૂラરું પાડયું છે. તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ભૂકંપ બાદ પુનઃવસન અને પુનઃનિર્માણ ક્ષેત્રે નમૂનેદાર કામગીરી બજાવી છે.

શ્રી રેડ્ડીએ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી દ્વારા આપત્તિ વ્‍યવસ્‍થાપન અને નિવારણ માટે જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી આપી હતી અને જણાવ્‍યું હતું કે, એન.ડી.એમ.એ દ્વારા નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ ઘડવામાં આવ્‍યો છે એટલૂં જ નહિ, નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પોલીસી પણ ઘડી છે. કુદરતી અને માનવ સર્જીત એવી 27 જેટલી આપત્તિઓના વ્‍યવસ્‍થાપન માટે આવી માર્ગદર્શિકા ઘડાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, શહેરીકરણની વધતી પરંપરાને કારણે શહેરી વિસ્‍તારોમાં પૂરની આપત્તિ ઘણી નુકશાનકારક પૂરવાર થાય છે આ માટે એન.ડી.એમ.એ. દ્વારા ખાસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. આ માર્ગદર્શિકાનો ગુજરાતે સ્‍વીકાર કરી અમલ કરવાની તૈયારી દર્શાવી છે જે ખરેખર ખુશીની વાત છે.

ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે જરૂરી સજ્જતાની હિમાયત કરતા શ્રી રેડ્ડીએ જણાવ્‍યું હતું કે, ભૂકંપ વ્‍યવસ્‍થાપન ઉપરાંત ભૂકંપ પ્રતિરોધક બાંધકામની વીમા સુરક્ષાની હાલ અત્‍યંત જરૂરત છે. આપત્તિ સામે લડવાની સજ્જતા સાથે સાથે આપત્તિના નિવારણ માટે પણ સજ્જતા જરૂરી હોવાની તેમણે હિમાયત કરી હતી.

શ્રી રેડ્ડીએ જણાવ્‍યું હતું કે, જાપાનના ન્‍યુકિલયર ડિઝાસ્‍ટર, સુનામી ઉપરાંત કેટરીના અને રીટા જેવા વિનાશક વાવાઝોડા સામે સુસજ્જ થવાની આવશ્‍યકતા છે તેમણે એન.ડી.એમ.એ. દ્વારા તૈયાર થઇ રેલા નેશનલ સાઇકલો મીટીગેશન પ્રોજેકટની પણ માહિતી આપી હતી. શ્રી રેડ્ડીએ ભૂકંપ જેવી આપત્તિના સામના અને નિવારણ માટે ભૂ સંરચનાના અભ્‍યાસ ઉપર ભાર મૂકયો હતો અને આ ક્ષેત્રે એન.ડી.એમ.એ. દ્વારા લેવાઇ રહેલાં પગલાંની માહિતી આપી હતી.

શ્રી રેડ્ડીએ આપત્તિ વ્‍યવસ્‍થાપન અને આપત્તિ નિવારણ ક્ષેત્રે લોકજાગૃતિને મહત્‍વની ગણાવી જણાવ્‍યું હતું કે, ભૂકંપ બાદ ગુજરાતે પુનઃવસન, પુન્‍નિર્માણ ક્ષેત્રે જે કામગીરી કરી બતાવી છે તે સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. તેમણે ગુજરાતના આપત્તિ નિવારણ ક્ષેત્રની કામગીરીને પણ વધાવી હતી.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાનપદે ઉપસ્‍થિત રહેલા ગુજરાત રાજ્‍યના મહેસુલ, માર્ગ-મકાન અને આપત્તિ વ્‍યવસથાપન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતે ભૂકંપ બાદ જે પુન્‍ફવસન અને પુનઃનિર્માણ ક્ષેત્રે કામગીરી કરી બતાવી છે તે બોધપાઠ રૂપ બની રહેશે. મંત્રીશ્રીએ કચ્‍છ ભૂકંપની વિનાશક અસરોની માહિતી આપી જણાવ્‍યું હતું કે, ગુજરાતે પૂરાં આયોજન બાદ પુનવર્સન અને પુનનિર્માણ કાર્યયાત્રાનો પ્રારંભ કર્યો. એટલું જ નહિ. ગુજરાતે ભાવિ આપદાના નિવારણ અને સામના માટે સજ્જતા પ્રાપ્‍ત કરવા કમર કસી અને ગુજરાતે આંતરાષ્‍ટ્રીય કક્ષાના પુનઃવસન અને પુનઃનિર્માણની કામગીરી કરી બતાવી છે.

મંત્રીએ જણાવ્‍યું હતું કે, આપત્તિ પ્રતિકાર અને સંચાલન ક્ષેત્રે ગુજરાતે સજ્જતા પ્રાપ્‍ત કરી છે. ગુજરાતમાં આપત્તિ વ્‍યવસ્‍થાપન સંચાલન માટે જિલ્લા અને ગામડાં સુધી આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રણાલી કાર્યરત કરી છે. ભાવિ પરિસ્‍થિતિને ધ્‍યાને લઇને આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે રાજ્‍યના જિલ્‍લા અને તાલકુા કક્ષાએ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર અદ્યતન સાધનો સાથે સજ્જ કરાયા છે. એટલું જ નહિ રાજ્‍યના વિવિધ ક્ષેત્રોમાં તાત્‍કાલિક પ્રતિકાર માટે ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટર કાર્યરત કરાયા છે, તેમણે જણાવ્‍યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટે તાલીમબધ્‍ધ સજ્જ માનવબળ પણ તૈયાર કરાયું છે.

મંત્રીશ્રીએ ગુજરાત આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણની શ્રેષ્‍ઠ કામગીરીની નોંધ લેતા જણાવ્‍યું હતું કે, જી.એસ.ડી.એમ.એ.ની કામગીરીનો અભ્‍યાસ કરવા વિશ્વના ઇરાન, અફઘાનિસ્‍તાન જેવા દેશો અને અનેક રાજ્‍યોના પ્રતિનિધિ મંડળોએ ગુજરાત સુધી આવવું પડયું છે.

મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્‍યું હતું કે, આપત્તિઓનું નિયંત્રણ કરવું શકય નથી પરંતુ પૂરતી સજ્જતા કેળવીને આપત્તિથી થતું નુકશાન ઓછામાં ઓછું થાય તેવી સજ્જતા જરૂર કેળવી શકાય. ગુજરાતે આ સજ્જતા કેળવવા કમર કસી છે અને એના કારણે જ ગુજરાતે ભૂકંપ જેવી આપત્તિને વિશ્વસ્‍તરના પુનઃવસન અને પુનઃનિર્માણ દ્વારા અવસરમાં પલટાવી દીધી છે. તમેણે જણાવ્‍યું હતું કે, ભૂકંપનું જોખમ ઘટાડવા ક્ષેત્રે સકારાત્‍મક પરિણામો આ આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સથી મળશે જેનાથી આવનારી પેઢીઓને વધુ સારુ ગુણવત્તાયુકત જીવન મળશે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શહેરી વિસ્‍તરના પૂરની સમસ્‍યા અંગેની એન.ડી.એમ.એ. દ્વારા ગુજરાત માટે તૈયાર કરાયેલી માર્ગદર્શિકાને પણ ખુલ્લી મૂકી હતી.

આ પ્રસંગે ગુજરાત સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટીના ચીફ એક્‍ઝીકયુટીવ ઓફિસર શ્રી આર.બેનરજીએ ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, 26મી જાન્‍યુઆરી 2001નો કચ્‍છનો ભૂકંપ દર્દનાક હતો. ગુજરાતે આ આપત્તિના સામના માટે સજ્જ બની જે પુનઃવસન અને પુનઃનિર્માણ કાર્ય કર્યું જેની દેશ અને દુનિયાએ નોંધ લીધી છે. તેમણે મુખ્‍યમંત્રીશ્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ દ્વારા કરાયેલી પરિણામલક્ષી કામગીરીનો પણ ઉલ્લેખ કરી આ આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત રહેલા 12 જેટલાં દેશોના અને જુદા જુદા રાજ્‍યોના પ્રતિનિધિ મંડળો અને ઉપસ્‍થિત અન્‍ય મહાનુભાવોનું હાર્દિક સ્‍વાગત કર્યું હતું.

આ પ્રસંગે પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડાયરેકટર શ્રી પી.કે.મિશ્રા, રાજ્‍યના પૂર્વ મુખ્‍ય સચિવ શ્રી સુધીરભાઇ માંકડ સહિત ઉચ્‍ચ અધિકારીઓ અને દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળો ઉપસ્‍થિત રહ્યા હતા. ઉદઘાટન સમારોહના અંતે ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણના એડિશનલ સી.ઇ.ઓ. શ્રી વી.થિરૂપુગલે આભાર દર્શન કર્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises