પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની શ્રેણીબદ્ધ ટ્વીટ્સના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે. આ ફરી એકવાર ભારતના કુદરતી નિવાસસ્થાનને બચાવવા, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ તરફ કામ કરવા અને હરિયાળા ગ્રહના નિર્માણ માટે વર્ષો જૂની નીતિઓને પ્રતિબિંબિત કરે છે."
It is a matter of pride for us that four Indian sites get Ramsar recognition. This once again manifests India's centuries old ethos of preserving natural habitats, working towards flora and fauna protection, and building a greener planet. https://t.co/ARKemkU4rj pic.twitter.com/Ibyni7X9vB
— Narendra Modi (@narendramodi) August 14, 2021