ભારતીય પોલીસ સેવાની 2016 બેચના 110 થી વધુ તાલીમાર્થી અધિકારીઓએ આજે (08-11-2017) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોલીસ સેવામાં માનવીય અભિગમ અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આઝાદીથી અત્યાર સુધીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનારા 33,000 પોલીસ કર્મચારીઓના બલિદાનને પણ યાદ કર્યું હતું.
આ ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર શ્રી અજીત દોવાલ પણ ઉપસ્થિત હતા.