મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ઇન્ડસ યુનિવર્સિટી (INDUS UNIVERSITY) અને ઇલેકટ્રોથર્મ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના વહીવટી સંચાલક ડો. નાગેશ ભંડારીએ રૂબરૂ મળીને ઉત્તરાખંડના કુદરતી આપત્તિગ્રસ્તોની મદદ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં રૂા. ૧૪.૪૮ લાખના એકત્રિત રાહતફાળાનો ચેક અર્પણ કર્યો હતો.
ડો. નાગેશ ભંડારી અને તેમના માતુશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના માનવસેવા લક્ષી અભિગમની પ્રસંશા કરી હતી.