મનીકંટ્રોલ વેબસાઈટ દ્વારા ભારત માટે આશાવાદના કારણો સંબંધિત લેખો અને ઈન્ફોગ્રાફિક્સના સંગ્રહ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રની મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવનાની પુનઃ પુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતની અર્થવ્યવસ્થા આ પડકારજનક સમયમાં આશાના કિરણ તરીકે ચમકે છે. મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપક ભાવના સાથે, ભવિષ્ય આશાસ્પદ લાગે છે. ચાલો આ ગતિ જાળવીએ અને 140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરીએ!"
India's economy shines as a beacon of hope in these challenging times. With robust growth and resilient spirit, the future looks promising. Let us keep this momentum and ensure prosperity for 140 crore Indians! https://t.co/MnR4IXZuwm
— Narendra Modi (@narendramodi) August 19, 2023