વર્તમાનમાં વિદેશ સેવા સંસ્થાનમાં પ્રશિક્ષણ મેળનારા ભારતીય વિદેશ સેવાના 39 પ્રશિક્ષુ અધિકારીઓએ આજે (14-05-2018) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રશિક્ષુ અધિકારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતના સમૃદ્ધ ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓના સંદર્ભમાં વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના મહત્વ પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આઇએફએસ અધિકારીઓએ માત્ર વર્તમાન રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ જ નહીં પરંતુ રાષ્ટ્રીય વિકાસ માટે ભવિષ્યની જરૂરીયાતો અંગે પણ જાગૃત રહેવું જોઈએ. પ્રધાનમંત્રીએ પ્રશિક્ષુ અધિકારીઓને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને રાજ્ય સરકારો તથા સમુદાય સાથે સંપૂર્ણ રીતે સંલગ્ન થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કે જેઓ વિદેશી સંબંધોના સંચાલનમાં મહત્વના હિતધારકો છે.
ભૂતાનના બે રાજદ્વારીઓ, જે હાલમાં વિદેશ સેવા સંસ્થામાં તાલીમ હેઠળ છે. તે પણ આ જૂથમાં જોડાયા હતા.