પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્યાંની સમસ્યાઓનું શાંતિપૂર્ણ નિરાકરણ આવશે.
તેમણે કહ્યું કે મણિપુરમાં અશાંતિ અને હિંસાનો સમય છે અને મહિલાઓની ગરિમા પર હુમલાના સમાચાર છે, તેમણે નોંધ્યું કે મણિપુરના લોકો થોડા સમયથી શાંતિ જાળવી રહ્યા છે અને શાંતિની પ્રક્રિયાને આગળ વધારવા કહ્યું. "રાજ્ય અને કેન્દ્ર સરકાર તે સમસ્યાઓ ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે અને આમ કરતી રહેશે",એમ તેમણે કહ્યું.
— PMO India (@PMOIndia) August 15, 2023