મુંબઇમાં યોજાઇ રહેલી નાસકોમની ઇન્ડીયા લીડરશીપ ફોરમને વિડિયો કોન્ફરન્સથી નરેન્દ્ર ભાઇ મોદીનું પ્રેરક આહ્વાન
ભારતમાં આઇ ટી રિવોલ્યુશન પ્રભાવક : ડિજીટલ ઇન્ડી્યાની બ્રાન્ડ ઇમેજ બનાવીએ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે મુંબઇમાં યોજાઇ રહેલી નાસકોમની (NASSCOM) ઇન્ડિયા લિડરશીપ ફોરમન વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધતા ભારતમાં આઇ.ટી. રિવોલ્યુશન જે રીતે ઝડપથી પ્રભાવક આકાર લઇ રહી છે તેને કેન્દ્ર સ્થાને રાખીને ભારતની ડિજીટલ ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજ ઉભી કરવા દેશના ઇલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સેકટરના સંચાલકોને પ્રેરક આહવાન કર્યું હતું.
National Association of Software & Service Companies (નાસકોમ) રપ વર્ષ પૂરા કર્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આ ફોરમને સંબોધવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ર૩ દેશોના ૧૪૦૦ આઇ.સી.ટી. ડેલીગેટસ ઉપસ્થિત રહયા હતા.
નાસકોમ આઇ.ટી. રિવોલ્યુશન માટે કોર્પોરેટ સોશ્યાલ રિસ્પોન્સીબિલીટીનું નેતૃત્વ લે તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. નાસકોમને તેના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સે-બિલીટી એજન્ડા માં પ્રાથમિક શિક્ષણમાં બાળકોના ડ્રોપ આઉટની સમસ્યા ઉપર ફોકસ કરી સ્કુલ ગોઇંગ ચિલ્ડ્રનના ટ્રેકીંગનો ડેટા સોફટવેર વિકસાવવા તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.
શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ જણાવ્યું કે આઇ.ટી. હિન્દુસ્તાનને જોડવામાં, ગતિ આપવામાં અને સોચ બદલવામાં સશકત ભૂમિકા પૂરી પાડી શકે છે. આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ આઇ.ટી.ની વિશદ ભૂમિકની છણાવટ કરતાં જણાવ્યું કે
- આઈ.ટી. દેશના દુર-સૂદુરના ભાગોને એક તાંતણે બાંધી શકે છે;
- આઈ.ટી. સમાજમાં સંવાદિતાનું વાતાવરણ સર્જી શકે છે;
- આઈ.ટી. લોકો અને સરકાર વચ્ચે સેતુ બની શકે છે;
- આઈ.ટી. સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના સમન્વય થકી તેને પરિણામલક્ષી બનાવી શકે છે;
- આઈ.ટી. માંગ અને પૂરવઠા વચ્ચે્ની ખાઈ પૂરી શકે છે;
- આઈ.ટી. આપણને અમૂલ્ય જ્ઞાનના ખજાનાની નજીક લાવી શકે છે;
- આઈ.ટી. આપણને મહત્વના પ્રવાહોના સંપર્કમાં રહેવામાં મદદ કરે છે.
ભારત વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રો પૈકીનો એક છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે દેશની લગભગ ૬૫% વસ્તી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે. આ યુવાધનની ક્ષમતા અને ઊર્જા તથા પ્રતિભા માત્ર આપણા દેશ માટે નહિ, પણ સમગ્ર વિશ્વ માટે નવો ઈતિહાસ રચી શકવાની તાકાત ધરાવે છે. માત્ર આ યુવાનોને હુન્નર-કૌશલ્યથી સશક્ત બનાવવાની જરૂર છે જેથી તેઓ પોતાના વ્યક્તિગત વિકાસ ઉપરાંત દેશનો વિકાસ પણ આ યુવાધન સુનિશ્ચિેત કરી શકે. નાસકોમ આ દિશામાં અત્યંત મહત્વની ભુમિકા અદા કરી શકે છે. આપણા આઈ.ટી. ઉદ્યોગ અને આઈ.ટી. ક્ષેત્રની માનવસંપદાએ દુનિયામાં ભારતની સુંદર છબી ઉભી કરી છે. હવે સમય આવી ગયો છે કે ભારતમાં આઈ.ટી. ક્રાંતિ આકાર લે તેવો પ્રેરક અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશમાં ૮૫ કરોડ મોબાઈલ ફોન છે. દેશની લગભગ ચોથા ભાગની વસ્તી પાસે ઈન્ટરનેટની સુવિધા છે. છતાંય, પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવું આઈ.ટી.નું જ્ઞાન હજી લોકોમાં નથી. જો આઈ.ટી.ને લોકોના જીવનનો ઉપયોગી હિસ્સો બનાવીશું તો આઇ.ટી. ઈન્ડીસ્ટ્રીનું બજાર આપોઆપ ઉંચું આવશે. આ માટે આઈ.સી.ટી ક્ષેત્રે તાલીમની મુખ્ય જરૂરિયાત છે. આ સંદર્ભમાં ગુજરાતે એમ્પાવર નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
નવા ભારતના નિર્માણમાં ઈન્ફ્રોર્મેશન ટેક્નોલોજી ગ્રોથ એન્જિન બની શકે તેમ છે તેમ સ્પષ્ટાપણે જણાવતા ગુજરાતના મુખ્ય્મંત્રીશ્રી ઉમેર્યું કે 'ડિજીટલ ઈન્ડિેયા' બની રહે તેવું નવા ભારત અંગેનું તેમનું વિઝન છે. આપણો દેશ જ્ઞાન આધારિત સમાજ અને અર્થતંત્ર બનવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
ડિજિટલ ડિવાઇડ અંગે ચર્ચા કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ડિજીટલ ડિવાઇડનું અસંતુલન વધશે તો તે અનેક નવા સંકટો પેદા કરશે. બ્રીજ 'ડિજીટલ ડીવાઇશ' કરવાનું કાર્યત્વરિત પ્રાથમિકતા માંગે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
તેમના મતે ડિજિટલ ડિવાઇડ એટલે શહેરમાં કોઇ એક વ્યક્તિ આઇ.ટી. દ્વારા જે પ્રાપ્ત કરી શકે છે, તે અંતરિયાળ ગામમાં રહેતા વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી તેવી અસમાનતા દૂર કરવી જરૂરી છે તેમ તેમણે દ્રષ્ટાંત સહ સમજાવ્યું હતું.
ગુજરાતમાં આ ડિજિટલ ડિવાઇડને આંશિક રીતે જોડવા માટેનો માર્ગ શોધ્યો છે. રાજ્યમાં ૧,૪૦૦ ઇ-ગ્રામ કેન્દ્રો ગ્રામિણ લોકોને સંખ્યાબંધ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતમાં વન-ડે ગવર્નન્સ કેન્દ્રો વિઝા કાર્યાલયની સેવા ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતે શિક્ષણ સ્વાસ્થ્ય સેવા, જાહેર વિતરણ અને કૃષિક્ષેત્રો માટે આઇ.ટી.નો વ્યાપક ફલક ઉપયોગ પર વિનિયોગ કર્યો છે તેની વિશદ ભૂમિકા તેમણે આપી હતી.
સાયબર વોરમાં નવી ચેલેન્જ સામે આઇ.ટી. પ્રોફેશનલ્સ સજ્જતાથી ભૂમિકા નિભાવે તેવું આહ્વાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે સાયબર સુરક્ષા એ ખુબજ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. જે લોકોને આઇ.ટી.ની પૂરતી સમજ નથી તેઓ સુરક્ષા જોખમોથી અજાણ હોય છે. જો કે, જે લોકોને આની જાણકારી હોય છે તેમને ખબર છે કે સાયબર સિક્યુરિટી ખુબજ મહત્વપૂર્ણ બાબત છે. આપણે એવા યુગમાં રહીએ છીએ કે જેમાં સમયમાં સાયબર યુદ્ધ છેડાશે. આથી આપણે આ પડકારને પાર પાડવાની દિશામાં કામ કરવું જોઇએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Read Complete Speech here