We stand on the cusp of a new chapter in India-Israel relations driven by our people & mutual opportunities for betterment of lives: PM
In India, we have been taking steady steps over 3 years at both macro as well as micro-level, to make a difference. Our motto is Reform, Perform and Transform: PM
To enable entry of capital and technology, most of the sectors including defence, have been opened for FDI...We are now among the most open economies: PM
India’s development agenda is huge. It presents a vast economic opportunity for Israeli companies: PM Modi

ઇઝરાયલનાં પ્રધાનમંત્રી મહામહિમ બેંજામિન નેતન્યાહૂ,

 

ભારત અને ઇઝરાયલનાં ઉદ્યોગ જગતનાં મહાનુભાવો,

 

દેવીઓ અને સજ્જનો.

 

હું મારાં દેશવાસીઓ વતી ઇઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અને ઇઝરાયલનાં પ્રતિનિધિમંડળનાં સભ્યોને આવકારૂ છું. બંને દેશોનાં વિવિધ સીઇઓનું આહિં સંબોધન કરવું વિશેષ આનંદદાયક છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સીઇઓ ફોરમ મારફતે ભારત અને ઇઝરાયલનાં ઉદ્યોગ અને વ્યવસાય જગતનાં આગેવાનો સાથે ફળદાયી ચર્ચાવિચારણા સંપન્ન કરી છે. મને સીઇઓ સાથેની આ ચર્ચાવિચારણા અને ભાગીદારીને લઈને ઘણી આશા છે, જે ગયા વર્ષે શરૂ થઈ હતી.

 

મિત્રો!

મને ઇઝરાયલ અને તેની જનતા પ્રત્યે હંમેશા ઘણું માન છે. જ્યારે હું વર્ષ 2006માં ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે ફરી જુલાઈમાં મેં ઇઝરાયલની મુલાકાત લીધી હતી, જે ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીની ઇઝરાયલની પ્રથમ મુલાકાત હતી.

 

તે અતિ વિશેષ મુલાકાત હતી. મેં મારી નજીકનાં લોકોમાં નવીનતા, ઉદ્યોગસાહસ અને ખંતની નોંધપાત્ર વાતો સાંભળી હતી, જે ઇઝરાયલનાં પ્રેરક બળો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં સંબંધોનો પાયો આ જ નવી ઊર્જા અને ઉદ્દેશો બન્યાં છે. તે આપણાં સાથસહકારનાં સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદરૂપ થશે. આપણે આપણાં લોકો અને આપણાં જીવનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા માટેનાં પારસ્પરિક અવસરોથી સંચાલિત ભારત-ઇઝરાયલનાં સંબંધોમાં નવું પ્રકરણ શરૂ કરવાની તૈયારીમાં છીએ.

આપણાં સંબંધોમાં પરિવર્તન લાવવામાં વ્યવસાય અને ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તે આપનાં સહિયારા પ્રયાસો છે, જે આપણી ચર્ચાવિચારણા અને નક્કર સફળતા મારે ખરેખર મૂલ્યવાન સાબિત થશે. આપણાં માટે ભારતીય અર્થતંત્ર અને ઇઝરાયલની અત્યાધુનિક ટેકનોલોજીનાં વ્યાપને ધ્યાનમાં રાખીએ તો આપણે સંયુક્તપણે આપણાં સંબંધોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીશું!

 

મિત્રો!

મને ખુશી છે કે અત્યારે આપણે ‘ઇન્ડિયા-ઇઝરાયલ ઇન્ડસ્ટ્રિઅલ આરએન્ડડી એન્ડ ટેકનોલોજીકલ ઇન્નોવેશન ફંડ (આઇ4એફ)’ હેઠળ સંશોધન અને વિકાસનાં સહિયારા પ્રોજેક્ટ માટે પ્રથમ શરૂઆત કરી છે, જેની જાહેરાત ગયા વર્ષે જુલાઈમાં ઇઝરાયલની મારી મુલાકાત દરમિયાન થઈ હતી. 5 વર્ષનાં સમાયગાળામાં ઉપયોગમાં આવનારા આ ફંડનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થઈ શકશે, આ અભૂતપૂર્વ ટેકનોલોજીકલ સોલ્યુશન બંને દેશોનાં પ્રતિભાશાળી લોકો માટે આવકારદાયક તક છે.

 

હું દ્રઢપણે બંને દેશોનાં ઉદ્યોગસાહસોને આ મંચનો ઉપયોગ કરવા પ્રેરિત કરૂ છું. “ડેટા એનાલીટિક્સ” અને “સાયબર સ્પેસ સીક્યોરિટી”  જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને વિકાસનાં પ્રોજેક્ટ મારફતે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સહયોગમાં વધારો એટલો જ રોમાંચિત છે.

 

મને એ જાણીને ખુશી છે કે ઇન્ડિયા-ઇઝરાયલ ઇન્નોવેશન એન્ડ ટેકનોલોજી કોન્ક્લેવ ભારતમાં જુલાઈ, 2018માં યોજાશે. મને આશા છે કે આ કોન્ક્લેવ નવી ટેકનોલોજીમાં સહવિકાસને પ્રોત્સાહન આપશે. હકીકતમાં આ માટે વાસ્તવિક કામગીરી આવતીકાલથી આઇક્રિએટ ડેથી શરૂ થશે. અમે બંને તેનું ઉદ્ઘાટન કરવા ગુજરાત જઈ રહ્યાં છીએ, જેને નવીનતાનાં અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

મિત્રો!

હું પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂને ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં લઈ જઈશ, કારણ કે ટેકનોલોજી અને નવીનતાની સાચી તાકાત તેનો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવામાં રહેલો છે. ઇઝરાયલ નવીનતા અને ઇન્ક્યુબેશન માટે વિશિષ્ટ ઇકોસિસ્ટમ ધરાવતાં સ્ટાર્ટ-અપ દેશ તરીકે પ્રસિદ્ધ છે.

 

તેનો શ્રેય ઇઝરાયલનાં ઉદ્યોગસાહસિકોને જાય છે. તેઓએ ઇઝરાયલને મજબૂત, સ્થિર અને નવીન અર્થતંત્રની ભેટ ધરી છે. તમારા દેશની વસતિ 80 લાખની છે અને તમે તમારાં દેશને ટેકનોલોજીનું વૈશ્વિક પાવર-હાઉસ બનાવ્યો છે.

 

પછી તે વોટર ટેકનોલોજી હોય; કે એગ્રિ-ટેકનોલોજી હોય; ફૂડ પ્રોડક્શન હોય, તેનું પ્રોસેસિંગ હોય કે તેનું સંરક્ષણ હોય. ઇઝરાયલે નવી સફળતા અને પ્રગતિ માટે ઉજ્જવળ ઉદાહરણ બની ગયું છે. ફિઝિકલ કે વર્ચ્યુલ સીક્યોરિટીની વાત હોય; જમીન, પાણી કે અવકાશ ક્ષેત્ર સાથે સંબંધિત ટેકનોલોજીની વાત હોય; તમારી ટેકનોલોજી પ્રશંસાને પાત્ર બની છે. હકીકતમાં હું ભારતમાં પાણીની ખેંચ ધરાવતા રાજ્યમાંથી આવું છું એટલે હું ઇઝરાયલનાં પાણીનાં અસરકારક ઉપયોગની પ્રશંસા કરૂ છું.

 

મિત્રો!

ભારતમાં અમે છેલ્લાં ત્રણ વર્ષમાં વિસ્તૃત અને સૂક્ષ્મ સ્તરે નક્કર પગલાં લીધા છે, જેથી અમારો દેશ પ્રગતિનાં પંથે અગ્રેસર થાય અને વિશિષ્ટ સ્થાન હાંસલ કરે. અમારો મંત્ર છેઃ રિફોર્મ (સુધારો), પર્ફોર્મ (કામગીરી) અને ટ્રાન્સફોર્મ (પરિવર્તન).

 

તેનાં બે પ્રકારનાં પરિણામો મળ્યાં છે. એક તરફ, અમારી પ્રક્રિયાઓ, પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ દુનિયામાં શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે સુસંગત છે. બીજી તરફ, અમે ઝડપથી વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર થયાં છીએ.

 

વિસ્તૃત માળખાગત સુધારા થવાં છતાં અમે ઝડપથી વૃદ્ધિ પામતાં મોટાં અર્થતંત્રો ધરાવતાં દેશોમાં સામેલ છીએ. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નાં પ્રવાહમાં 40 ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે. અમારી વસતિનો 65 ટકા હિસ્સો 35 વર્ષથી ઓછી વય ધરાવે છે અને ટેકનોલોજી-સક્ષમ વૃદ્ધિ માટે આતુર છે.

 

આ અમારાં માટે સૌથી મોટી તક અને પડકાર બંને છે. આ ઉદ્દેશ માટે અમે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. આ ક્ષેત્રમાં ભારત-ઇઝરાયલની ભાગીદારી માટે પુષ્કળ સંભવિતતા રહેલી છે. ઇન્ડિયા-ઇઝરાયલ ઇન્નોવેશન બ્રીજ બંને પક્ષોનાં સ્ટાર્ટ-અપ્સ વચ્ચે સેતુ સ્વરૂપે કામ કરશે. મારે કહેવું છે કે ભારતીય ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓએ મોટા પાયે જાણકારી અને અનુભવોનો લાભ લેવા ઇઝરાયલનાં ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ કરવું જોઈએ.

  • ભારત પાસે વિસ્તાર અને વ્યાપ બંને છે.
  • ઇઝરાયલ પાસે આધુનિક ટેકનોલોજી અને કૌશલ્ય છે.

 

ભારતમાં ઘણાં વિચારો અને ટેકનોલોજીઓ છે, જેનો ઉપયોગ વેપાર-વાણિજ્યનાં વિસ્તરણ માટે થઈ શકશે.

 

મિત્રો!

અત્યારે ભારત સૌથી મોટાં ઉત્પાદક દેશોમાંથી એક દેશ તરીકે બહાર આવ્યો છે. પણ અમે હજુ જોઈએ તેટલી સંભવિતતા પ્રાપ્ત કરી નથી. અમે અમારી યુવા પેઢીની ઊર્જાનો ઉપયોગ કરવા ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા ઇચ્છીએ છીએ.

 

‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શરૂ થઈ છે. આ શરૂઆત, ઔપચારિક અર્થતંત્રની નવી ઇકો-સિસ્ટમ અને એકીકૃત કરવેરા વ્યવસ્થા જીએસટીનાં સમન્વય મારફતે નવા ભારતનું નિર્માણ કરવાનો પ્રયાસ છે.

 

અમે ખાસ કરીને ભારતને માહિતી-આધારિત, કૌશલ્ય-સમર્થિત અને ટેકનોલોજી-સંચાલિત સમાજ તરીકે વિકસાવવા ઇચ્છીએ છીએ. ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા મારફતે તેની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ પરિવર્તન માટે સક્ષમ બનવા મારી સરકારે નોંધપાત્ર સુધારા હાથ ધર્યા છે.

 

અમે વેપાર-વાણિજ્ય અને કંપનીઓ માટે પડકારરૂપ અનેક નિયમનકારી અને નીતિગત સમસ્યાઓનું સમાધાન કર્યું છે. અમે ભારતમાં ‘વેપાર-વાણિજ્યને સરળ બનાવવા’ ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યાં છીએ.

 

આ તેનાં પરિણામો છેઃ

  • છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળીકરણ સૂચકાંકમાં 42 ક્રમની પ્રગતિ કરી છે;
  • ભારતે બે વર્ષમાં ડબલ્યુઆઇપીઓનાં ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ પર 21 સ્થાનની આગેકૂચ કરી છે;
  • ભારતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં છેલ્લાં બે વર્ષમાં 32 સ્થાનની આગેકૂચ પણ કરી છે – જે કોઈ પણ દેશ માટે સર્વોચ્ચ છે;
  • ભારતે વિશ્વ બેંકનાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2016 પર 19 સ્થાનની આગેકૂચ કરી છે;
  • ભારત અંકટાડ(યુએનસીટીએજી) દ્વારા બહાર પાડવામાં આવેલા ટોચનાં 10 એફડીઆઇ દેશોમાં સામેલ છે, પણ અમે પ્રગતિ જાળવી રાખીશું.

 

અમે વધુ સારી અને શ્રેષ્ઠ કામગીરી કરવા ઇચ્છીએ છીએ.

 

મૂડી અને ટેકનોલોજીનાં પ્રવેશને સક્ષમ બનાવવા સંરક્ષણ સહિત મોટા ભાગનાં ક્ષેત્રો એફડીઆઈ માટે ખુલ્યાં છે. 90 ટકાથી વધારે એફડીઆઈ મંજૂરીઓ ઓટોમોટિક રૂટ મારફતે જ મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

 

અત્યારે ભારત સૌથી વધુ ઉદાર અર્થતંત્રોમાં સામેલ છે. હજુ થોડાં દિવસો અગાઉ અમે સિંગલ બ્રાન્ડ રિટેલ અને નિર્માણ વિકાસમાં 100 ટકા એફડીઆઇને ઓટોમેટિક રૂટ મારફતે મંજૂરી આપી છે. અમે અમારી રાષ્ટ્રીય એરલાઇન  એર ઇન્ડિયાને વિદેશી રોકાણકારો માટે પણ ખુલ્લી મૂકી છે.

 

અમે દરરોજ ભારતમાં વેપાર-વાણિજ્યને સરળ બનાવી રહ્યાં છીએ. કરવેરાનાં ક્ષેત્રમાં અમે ઘણાં ઐતિહાસિક સુધારાં હાથ ધર્યા છે. જીએસટીનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુધારો સફળતાપૂર્વક અને સરળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે.

 

અત્યાર સુધી જીએસટી ભારતમાં થયેલો સૌથી મોટો વ્યાવસાયિક અને આર્થિક સુધારો છે. જીએસટીનાં અમલ તથા નાણાકીય ટેકનોલોજી અને ડિજિટલ વ્યવહારોની શરૂઆત સાથે અમે ખરેખર આધુનિક કરવેરા માળખા તરફ અગ્રેસર થયા છીએ, જે પારદર્શક, સ્થિર અને અનુમાનિત છે.

મિત્રો!

ઇઝરાયલની કેટલીક કંપનીઓએ મેક ઇન ઇન્ડિયા માટે ભારતીય કંપનીઓ સાથે હાથ મિલાવ્યાં છે. આધુનિક વોટર ટેકનોલોજી અને એગ્રિ ટેકનિક, સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાઓ તથા કૃષિ વિજ્ઞાન સહિત અન્ય ઘણાં ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ ભારતમાં સારી એવી કામગીરી શરૂ કરી દીધી છે. તે જ રીતે ભારતીય કંપનીઓ ઇઝરાયલમાં આઇટી, સિંચાઈ અને ફાર્મા જેવા કેટલાંક ક્ષેત્રોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.

 

આપણાં વેપાર-વાણિજ્યિક સંબંધોમાં હિરા-જવેરાત મજબૂત કડી છે. અગાઉ કરતાં અત્યારે વધારે વ્યાવસાયિક સંયુક્ત સાહસો અસ્તિત્વમાં છે. જોકે આ ફક્ત શરૂઆત છે. ઇઝરાયલ સાથે અમારાં વેપારી સંબંધો મૂલ્યની દ્રષ્ટિએ 5 અબજ ડોલરથી વધારે છે.

 

પણ હજુ આ વાસ્તવિક સંભવિતતાથી ઓછાં છે. આપણે આપણાં સંબંધોને સંપૂર્ણ ક્ષમતાએ પહોંચાડવા જોઈએ. આ રાજદ્વારી આવશ્યકતા હોવાની સાથે આર્થિક જરૂરિયાત પણ છે. આપણે આપણી સંયુક્ત ક્ષમતાને કેવી તે હાંસલ કરી શકીએ એ માટે હું તમારાં સૂચનોને આવકારૂ છું. નવીનતા, સ્વીકાર્યતા અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા બંને દેશો પાસે છે.

આ માટે તમને ફક્ત એક ઉદાહરણ આપું:

 

જો આપણે નકામી ચીજવસ્તુઓ કે કચરો બચાવવા જોડાણ કરીએ તથા આપણાં ફળફળાદિ, શાકભાજી અને બાગાયતી પાકોનાં મૂલ્યનું સંવર્ધન કરી શકીએ, તો પર્યાવરણ અને આર્થિક એમ બંને દ્રષ્ટિએ લાભ થાય. આ જ બાબત પાણીનાં ક્ષેત્ર માટે પણ લાગુ પડે છે.

 

અમે પાણીની પ્રચૂરતા અને ખેંચ એમ બંને સ્થિતિ ધરાવીએ છીએ. અમારાં દેશોમાં અનેક લોકોને ભૂખ્યાં રહેવું પડે છે છતાં પણ અમારાં જ દેશમાં ભોજનનો પુષ્કળ બગાડ થાય છે.

 

મિત્રો!
ભારતના વિકાસની કામગીરી બહુ મોટી છે. તે ઇઝરાયલની કંપનીઓ માટે પુષ્કળ આર્થિક તક પ્રસ્તુત કરે છે. હું ઇઝરાયલનાં વધુને વધુ લોકો, વ્યવસાયો અને કંપનીઓને ભારતમાં આવવા અને રોકાણ કરવા આમંત્રણ આપું છું.

 

સરકાર અને લોકો ઉપરાંત ભારતનાં વેપાર-વાણિજ્યિક સમુદાય પણ હાથ મિલાવવા આતુર છે. હું તમારી કંપનીઓ અને સાહસોને સફળતાની શુભેચ્છા પાઠવું છું. જ્યાં જરૂર પડે તો હું મારાં અને મારી સરકારનાં સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપું છું. હું પ્રધાનમંત્રી નેતન્યાહૂનો ભારત-ઇઝરાયલનાં વેપાર-વાણિજ્ય અને આર્થિક જોડાણને ઝડપથી વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કરવા સતત સાથસહકાર આપવા બદલ આભાર માનું છું. મને ખાતરી છે કે આપણાં જોડાણને સફળતા મળશે.

 

ધન્યવાદ!

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."