પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઝેવિયર બીટલ વચ્ચે 19 નવેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજાશે.
છેલ્લાં બે દાયકામાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આ પ્રથમ સ્વતંત્ર શિખર સંમેલન બની રહેશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચાવિચારણા કરશે, જેમાં કોવિડ પછીના દુનિયામાં ભારત-લક્ઝમબર્ગ વચ્ચે સાથસહકારને ગાઢ બનાવવાની બાબત સામેલ હશે. બંને નેતાઓ પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કરશે.
ભારત અને લક્ઝમબર્ગએ તાજેતરમાં ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને સતત જાળવી રાખ્યું છે. બંને પ્રધાનમંત્રીઓ અગાઉ ત્રણ પ્રસંગો પર મળ્યાં છે.