પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સ્વસ્થ ગ્રહ એ એ શ્રેષ્ઠ ગ્રહ છે. તેમણે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રૌદ્યોગિક સંકલન પર સક્રિયપણે કામ કરી રહ્યું છે અને તેને પ્રાથમિકતા આપી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ અંગે વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:
“પ્રિય તુલસીભાઈ,
સ્વસ્થ ગ્રહ એ શ્રેષ્ઠ ગ્રહ છે. ભારત આ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. અમે ટેક્નોલોજીને પણ એકીકૃત કરવા માટે ખૂબ જ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. સાથે જ અમે આ સંદર્ભમાં વૈશ્વિક પ્રયાસોને મજબૂત કરીશું. @DrTedros"
Dear Tulsi Bhai,
— Narendra Modi (@narendramodi) November 19, 2024
A healthy planet is a better planet. India is working actively in this sector. We are attaching great priority to integrating technology too. At the same time, we will strengthen global efforts in this regard. @DrTedros https://t.co/yipGKox1uV