અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 2 દિવસની ભારતની સત્તાવાર મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આપની રાહ જોઇ રહ્યું છે.”
પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમારી મુલાકાત ચોક્કસપણે આપણા દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવશે. ઝડપથી અમદાવાદમાં મળીશું.”
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદ આવી રહ્યા છે જ્યાં તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
સાંજે તેઓ નવી દિલ્હી પહોંચશે. અપેક્ષા છે કે તેઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચા કરશે.
India awaits your arrival @POTUS @realDonaldTrump!
— Narendra Modi (@narendramodi) February 24, 2020
Your visit is definitely going to further strengthen the friendship between our nations.
See you very soon in Ahmedabad. https://t.co/dNPInPg03i