વડોદરાની શ્રેષ્ઠ ઉભરતા શહેર તરીકે પસદગી
ગાધીનગર, સુરત અને રાજકોટે પણ જુદીજુદી શ્રેણીઓમાં એવોર્ડ મેળવ્યા
નવી દિલ્હી ખાતે યોજાએલ ઈન્ડિયા ટુડે બેસ્ટ સીટી એવોડ્ર્સ ૨૦૧૩માં ગુજરાતનાં શહેરોએ વિવિધ શ્રેણીઓમાં પાંચ એવોર્ડ જીતી લીધા હતા. વડોદરાની પસંદગી શ્નઓવરઓલ બેસ્ટ ઈમર્જી ંગ સીટી (શ્રેષ્ઠ ઉભરતા શહેર) તરીકે થઈ હતી, જયારે ગાંધીનગર અને સુરતને 'ક્રાઈમ એન્ડ સેફ્ટી' ની શ્રેણીમાં શ્રેષ્ઠ શહેરો તરીકેનો, રાજકોટને આવાસ અને વાહનવ્યવહાર માટેનો તથા વડોદરાને જનસુવિધાઓ માટેનો વધુ એક એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતનાં શહેરી વિકાસ અગ્રસચિવ શ્રી આઈ.પી.ગૌતમે કેન્દ્રિય શહેરી વિકાસપ્રધાન શ્રી કમલનાથનાં હસ્તે આ પાંચેય એવોર્ડ ગ્રહણ કર્યા હતા. શ્રેષ્ઠ શહેરોની પસંદગી માટે ૫૦ શહેરોનો એક સર્વે કરવામાં આવ્યો હતો, અને તેમાંથી છેવટે ૧૭ શહેરોને પસંદ કરવામાંઆવ્યા હતા, જેમાંથી પાંચ શહેરો ગુજરાતનાં હતા. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતનાં નિવાસી કમિશ્નર શ્રી ભરત લાલ પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ છેલ્લા દશકમાં ગુજરાતે શ્રેષ્ઠતમ આંતરમાળખાકિય સુવિધાઓ ઉભી કરી છે.
ગુજરાતનાં શહેરોમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુઆયોજનબધ્ધ વિકાસ સાધવામાં આવી રાો છે. જળવ્યવસ્થાપન, આપત્ત્િ। વ્યવસ્થાપન, આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને અદ્યોગિક વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં નવતર પગલાઓ લેવામાં આવ્યા છે, જેનો અભ્યાસ અને અમલીકરણ દેશનાં અન્ય રાજયોમાં પણ કરવામાં આવ્યું છે.
હજી તાજેતરમાં જ IBN7 ડાયમંડ સ્ટેટ્સ એવોર્ડમાં ગુજરાતને નાગરિક સલામતી માટે શ્રેષ્ઠ મોટા શહેરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.