મુખ્યમંત્રીનું જેડા અને સમી ખાતે ભાષણ
કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પરંતુ તેણે પ્રજા તરફ ધ્યાન ન આપ્યું, અને આ જ કારણ છે કે કેટલાંય વર્ષોથી પ્રજાએ તેમનો બહિષ્કાર કરી દીધો છે : શ્રી મોદી
અમે દરેક ખેતરને પાણી આપ્યું છે, દરેક ગામને પાણી આપ્યું છે : શ્રી મોદી
ભૂતકાળમાં કોંગ્રેસે ગામડાઓમાં જો ફક્ત હાથપંપ લગાવ્યા હોય તો પણ પછીની ચાર ચૂંટણી સુધી તેઓ તેની વાત કર્યા કરતા હતા : શ્રી મોદી
આ એ જ ભૂમિ છે જ્યાં હું મોટો થયો છું, તમે જે મુશ્કેલીઓ સહન કરો છો તેની મને જાણ છે અને તમારી સેવા કરવાની મને તક મળી છે : શ્રી મોદી
મુખ્યમંત્રીએ ગુજરાતમાં સૌર ઊર્જાના વિકાસ અંગે સી.એમ.નું સંબોધન
શુક્રવાર 7 ડિસેમ્બર 2012 ના રોજ સવારે શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરી. મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના જેડા અને ત્યારબાદ પાટણ જિલ્લાના સમીમાં ભાષણ આપ્યું. શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું, પરંતુ લોકોની ક્યારેય દરકાર ન કરી અને તે જ કારણ છે કે લોકોએ તેમની ઘણા વર્ષો અવગણના કરી. તેમણે નિવેદન કર્યું કે રાજકીય પંડિતો કહે છે ગુજરાતમાં ક્યાંય ઉત્સાહ નથી પરંતુ તેમણે આખા રાજ્યનો પ્રવાસ કર્યો છે અને બી.જે.પી. ની તરફેણમાં ભયંકર વાવાઝોડું જોયું!
શ્રી મોદીએ ગયા દસકામાં ગુજરાતમાં થયેલ સૌર ઊર્જાના વિકાસ અંગે વાત કરી. તેમણે નોંધ્યું કે લોકો ઘણા વર્ષોથી સાંભળી રહ્યા હતા કે નર્મદાનું પાણી આવશે પરંતુ તે પ્રકારે બન્યું ન હતું. આ એ સરકાર છે જે નર્મદાનું પાણી લાવી. “જો નર્મદાનું પાણી 25-30 વર્ષ અગાઉ આવ્યું હોત તો કલ્પના કરો કે શું થયું હોત?” તેમણે પૂછ્યું. શ્રી મોદીએ આગળ કહ્યું કે “પછી નર્મદાનું પાણી આવ્યા બાદ બહુ મોટો ફરક આવ્યો છે. સારા દિવસો આવ્યા છે, ખેડૂતો ખુશ છે. અમે દરેક ખેતરમાં અને દરેક ગામડામાં પાણી પહોંચાડ્યું છે.”
એ જ રીતે, મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ એક એવો પ્રદેશ છે જે ધોમધકતી ગરમીથી ઓળખાય છે, પરંતુ હવે ગુજરાત સરકારે તેને એક તકમાં ફેરવી નાખીને આ પ્રદેશને ‘સોલાર હબ’ (સૌર કેન્દ્ર) બનાવી દીધું છે. તેમણે નવો શંખેશ્વર તાલુકો બનાવવા વિશે પણ વાત કરી, જે શંખેશ્વર અને સમીના લોકોને મદદરૂપ થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આખું વિશ્વ ગુજરાતમાં થયેલા વિકાસની પ્રસંશા કરે છે, પરંતુ આખી કોંગ્રેસ તેને દરરોજ ગાળો દે છે. કોંગ્રેસની સંસ્કૃતિ ઉપર કટાક્ષ કરતાં શ્રી મોદીએ કહ્યું કે જો કદાચ કોંગ્રેસ કોઈ ગામમાં એક હાથપંપ પણ લગાવે તો તે પછી ચાર ચૂંટણીઓ સુધી તે વાતનો ઉપયોગ કર્યા કરશે..! તેમણે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસ સતામાં હતી, ત્યારે ગુજરાતમાં વીજળી માટે 300 કરોડની સબસિડી મળતી હતી, જ્યારે હવે ભા.જ.પ. ના શાસનમાં તે 3000 કરોડ સુધી પહોંચી ગઈ છે.
શ્રી મોદી કોંગ્રેસની એ દલીલ પર જોરથી ત્રાટકી પડ્યા કે ગુજરાતનો વિકાસ દિલ્હીથી આવેલ પૈસાને આભારી છે. તેમણે દ્રઢતાથી કહ્યું કે મિસિસ સોનિયા ગાંધી અને ડૉ. મનમોહનસિંહ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ કહેશે કે ગુજરાતનો વિકાસ દિલ્હીથી આવેલ પૈસાને કારણે થયો છે. પરંતુ, તેઓ એ લોકોને પૂછે છે દિલ્હીના ખજાનામાં ગુજરાતનો ફાળો શું છે. “દર વર્ષે ગુજરાતના લોકો રૂ. 60,000 કરોડનો હિસ્સો દિલ્હીને આપે છે અને તમે તેમાંથી થોડાક હજાર કરોડ આપો છો અને પછી કહો છો કે ‘દિલ્હી આપે છે...!” તેમણે ભારપૂર્વક જણાવ્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કથન કે એક રૂપિયો ગામડામાં જતાં જતાં 15 પૈસા થઈ જાય છે, ને યાદ કરતાં શ્રી મોદીએ પ્રશ્ન કર્યો કે એ કયો પંજો હતો જે બાકીના પૈસા છીનવી લેતો હતો?
તેમણે આવનારી ચૂંટણીમાં બી.જે.પી.ને વિજેતા બનાવવાની મજબૂત અપીલ કરી અને ગુજરાત વિરોધી કોંગ્રેસને રાજ્યમાંથી હાંકી કાઢવા કહ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષોમાં તેમણે એકપણ દિવસ આરામ કર્યો નથી અને તેમની જિંદગીની દરેક ક્ષણ ગુજરાતના લોકોને અર્પણ કરી. શ્રી મોદીએ એ માર્મિક રીતે એમ પણ કહ્યું કે તેઓ એ ભૂમિ પર આવ્યા છે જ્યાં તેઓ મોટા થયા છે. તેઓ અહીંના લોકોની મુશ્કેલીઓને બરાબર જાણે છે તથા તેમને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે.
ધોમધખતી ગરમી હોવા છતાં પણ બન્ને સ્થળોએ શ્રી મોદીને સાંભળવા અને ભા.જ.પ. ને પોતાનું મજબૂત સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.