મહાત્મા મંદિરમાં કૌશલ્યે વિકાસની રાષ્ટ્રીય પરિષદનો શાનદાર પ્રારંભ
ભારતના ર૮ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ૦૦૦ ડેલીગેટ અને તજ્જ્ઞો ઉપસ્થિત
દેશમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રીય કક્ષાનું ચિન્તન કરવાની પહેલ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કરી
ગુજરાતના સ્કીલ ડેવલપમેન્ટ મોડેલને ભારત સરકારે સ્વીકાર્યું છે
ર૦૦૮થી વર્તમાન કેન્દ્રે સરકાર સ્કીલ ડેવલપમેન્ટ માટે અનિર્ણાય અને અવઢવમાં જ રહી છે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કરતાં ભારતની યુવાશકિતને કૌશલ્યવાન બનાવવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું. ભારતને શકિતશાળી બનાવવા યુવાભારત પોતાનું સામર્થ્ય્ બતાવવા તત્પર છે તેને કૌશલ્ય વિકાસના અવસરો મળવા જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જન્મ દિવસે, ભારતમાં સ્કીલ ડેવલપમેન્ટને કેન્દ્રંસ્થાને રાખીને રાષ્ટ્રીયકક્ષાનું ચિન્તન કરવાની પહેલ ગુજરાતે કરી છે. આજે મહાત્મા્ મંદિરમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ઉપક્રમે કૌશલ્ય વિકાસની રાષ્ટ્રીય પરિષદનો શાનદાર પ્રારંભ થયો હતો. આ પરિષદમાં દેશભરના યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટની આ પરિષદમાં ર૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ૦૦૦ ડેલીગેટો અને તજ્જ્ઞો ભાગ લઇ રહયા છે, જેમાં વિદેશી મહાનુભાવો અને કેન્દ્રિ સરકાર તથા કેન્દ્રીય એજન્સીઓના નિષ્ણાતો ભાગ લેવા આવેલા છે.
મહાત્મા મંદિરમાં યુવા ભારતનો સાક્ષાત્કાર થયો છે તેનું ગૌરવ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિરાટ ભારતના વિકાસ માટેના સપનાં સાકાર કરવા આ યુવાપેઢી તત્પર છે. ટેકનોલોજીએ વ્યાવસ્થાઓ અને વિકાસના પરિમાણો બદલી નાંખ્યા છે ત્યારે વૈશ્વિક પરિવર્તનોની આવશ્યકતાને અનુકુળ ભારતની યુવાસંપદાના કૌશલ્ય-સામર્થ્ય ને ઊજાગર કરવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.
હુન્નર-કૌશલ્ય એ ગરીબમાં ગરીબ શ્રમજીવીની અમાનત છે અને પોતે ઝૂંપડપટ્ટી કે સેવાવસ્તી્માં રહેતો હોય પણ પોતાની કૌશલ્ય કારીગરીથી ઊંચી મહેલાતો તૈયાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. દેશનું નિર્માણ આ કુશળ કારીગરોના હુન્નર-હાથોની કમાલ અને પરિશ્રમના પસીનાના સિંચનથી બને છે એમ જણાવતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શ્રમનો મહિમા ઉજાગર કર્યો હતો.
શ્રમિકનું ગૌરવ અને શ્રમનો મહિમા એ જ ભારતના વિકાસમાં જનશકિતના વિરાટ સામર્થ્યનને સહભાગી બનાવશે એમ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે આપણા દેશમાં યુવાશકિત, બૌધ્ધિકસંપદા, હુન્નર-કૌશલ્યંની ક્ષમતા અને વિકાસ માટે કુશળ માનવબળની માંગ-આ બધું જ છે પણ તેને જોડીને પ્રગતિમાં ભાગીદાર બનાવવાની બાબતે ઉદાસિનતા છે. વિશ્વમાં સૌથી યુવાદેશ ભારત છે. અને ૭પ ટકા યુવાનો ૩પ વર્ષથી નીચેની વયના છે. આ યુવાશકિતની રાષ્ટ્રીય સંપત્તિ તરીકે રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનાવવાની દેશના શાસકોએ આઝાદી પછી દિશા લીધી હોત તો હિન્દુ્સ્તાન વિશ્વમાં શકિતશાળી રાષ્ટ્ર બની ગયું હોત. પરંતુ કોઇએ નથી કર્યું એટલે અમે કરી રહયા છીએ. ગુજરાતે પહેલ કરી છે, યુવાશકિતને હુન્નર-કૌશલ્યથી વિકસીત કરવાની એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે વિશ્વમાં કોઇ દેશ એવો નથી જેણે યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું ના હોય. વિકાસનો આધાર કુશળ યુવાશકિત જ છે અને ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને સાચી દિશામાં પગલાં લીધા છે.
વર્તમાન કેન્દ્રી સરકાર અને વડાપ્રધાન દેશમાં પ૦૦ સ્કીરલ ડેવલપમેન્ટના કોર્સની વાતો કરે છે પરંતુ ચીને તો તેના યુવાનોના કૌશલ્યવર્ધન માટે હજારો કોર્સ શરૂ કરી દીધા છે કયાં સુધી આપણે ભારતના યુવાનોના અરમાનોને રાહ જોવડાવીશું? હુન્નરથી બેકારીની સમસ્યા ઉકેલી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
વર્તમાન કેન્દ્રં સરકારમાં યુવાનોના સ્કીસલ ડેવલપમેન્ટ માટે કેવી અનિર્ણાયક માનસિકતા પ્રવર્તે છે તેનું ઉદાહરણ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ ર૦૦૮માં નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સીલ બનાવી હતી. ર૦૦૯માં સ્કીલ ડેવલપમેન્ટની નેશનલ પોલીસી બનાવી ત્યારબાદ વડાપ્રધાન કાર્યાલયમાં સ્કીલ ડેવલપમેન્ટના એડવાઇઝરની ઓફિસ ખોલી ત્યારબાદ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બોર્ડની રચના કરી-પણ સરવાળે અમલીકરણમાં કોઇ પ્રગતિ થઇ નહી અને હવે જુલાઇ-ર૦૧૩માં આ બધી એજન્સીઓને ભેગી કરી નવી એજન્સી બનાવી છે. પરંતુ સ્કીલ ડેવલપમેન્ટનું મોડેલ ઉભૂ નથી કરી શકયા ત્યારે, ગુજરાતે કૌશલ્યવર્ધન કેન્દ્રોનું નેટવર્ક ઉભૂ કરીને ભારત સરકારને પ્રેરણા પૂરી પાડી છે. ગુજરાતના કૌશલ્યવર્ધન કેન્દ્રોને ખૂદ વડાપ્રધાનનો બેસ્ટ સ્કીંલ ડેવલપમેન્ટનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને ગુજરાતના સ્કીલ ડેવલપમેન્ટે મોડેલને રાષ્ટ્રેકક્ષાએ સ્વી્કૃતી આપી છે. ગુજરાતમાં આઇ.ટી.આઇ. જેવા પાયાના સ્તારના ટેકનીકલ એજ્યુડકેશનનું નેટવર્ક સક્ષમ બનાવ્યું છે અને પ્રત્યેઇક તાલુકામાં આઇ.ટી.આઇ. એક શકિતશાળી ટેકનીકલ કૌશલ્ય પ્રશિક્ષણનું માધ્યમ બની ગઇ છે તેનું ગૌરવ સમાજમાં પ્રસ્થાપિત થયું છે.
દેશના જે રાજ્યોન યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ માટે નિર્ણાયક અમલ કરી રહયા છે તેમણે હુન્નર કૌશલ્યથી બેરોજગારી ઘટાડવામાં પ્રગતિ કરી છે. કુશળ માનવસંસાધન વિકાસ માટે વિશ્વમાં જે માંગ છે તેની પૂર્તિ કરવા ભારત સમર્થ છે, જરૂર છે યુવાશકિતને હુન્નર કૌશલ્યૂ વિકાસના મહત્તમ અવસર આપવાની ઓસ્ટ્રેાલિયા, જર્મની, મલેશિયા સહિતના અનેક વિદેશોના દ્રષ્ટાંતો આપીને તેમણે આનો મહિમા ઉજાગર કર્યો હતો.
ભારતમાં એપ્રેન્ટીયસશીપ એકટના અમલ માટે પણ ભારત સરકારના ઉપેક્ષિત વલણની આલોચના કરતાં તેમણે જણાવ્યું કે એપ્રેન્ટીસને સ્ટા્ઇપેન્ડ આપવાના હાલના રૂા. ૧૪૯૦ના માસિક ધોરણમાં ગુજરાતે પહેલ કરીને રૂા. ૧પ૦૦નું વધારાનું પ્રોત્સાહક એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ ઉમેર્યું છે અને તેના કારણે ૧૦,૦૦૦ એપ્રેન્ટીસની સંખ્યા વધી ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ પંડિત દિનદયાલ ઉપાધ્યા્યજીના જન્મ દિવસે તેમનું શ્રધ્ધા્-સ્મ્રણ કરતા જણાવ્યું કે પંડિત દિનદયાલજીએ સ્કીલ માટે "સેવન-એમ ફોર સ્કીલ"નું સૂત્ર આપ્યું હતું જેમાં મેન, મની, મશીન, મોટીવ પાવર, મેનેજમેન્ટ, મટીરીયલ અને માર્કેટનો સમાવેશ થાય છે આ બધાનો સમન્વય કરીને યુવાનોને કૌશલ્ય્વાન બનાવી શકાય છે.
આપણે આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમના ઉચ્ચે શિક્ષણનો જેટલો મહિમા કર્યો છે એટલો જ મહિમા સ્કીલ ડેવલપમેન્ટે માટે આઇ.ટી.આઇ.નો કરવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના અર્થતંત્રમાં મેન્યુફેકચરીંગ સેકટરનો નિર્ણાયક ફાળો છે અને ઝિરો ડીફેકટ પ્રોડકશન તથા લો-કોસ્ટગ મેન્યુફેકચરીંગ દ્વારા વિશ્વના બજારોમાં છવાઇ જવા માટે પણ સ્કીલ ડેવલપમેન્ટ નું સેકટર સામર્થ્યેવાન બનાવવાની આવશ્યકતા તેમણે સમજાવી હતી.
પ્રારંભમાં શ્રમ રોજગાર મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે સ્વાગત પ્રવચન દ્વારા આ રાષ્ટ્રિય પરિષદના ઉદેશોની ભૂમિકા આપી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે શ્રમ અને કૌશલ્યનિર્માણનો મહિમા ઉજાગર કરતાં ગુજરાતમાં આઇ.ટી.આઇ.ના માળખાગત બીબાઢાળ અભ્યાસક્રમોમાં સમયાનુકુલ પરિવર્તન લાવી મુખ્યમંત્રીશ્રીએ યુવાશકિતના બાવડામાં હુન્નર-કૌશલ્ય સંવર્ધન સાથે સ્વમાનભેર સ્વરોજગારીનું નવું પ્રેરણાબળ પુરૂં પાડયું છે તેમ સૌને આવકારતાં જણાવ્યું હતું.
વર્લ્ડ બેન્કના સોશ્યલ પ્રમોશન યુનિટના સિનીયર ઇકોનોમીસ્ટય શ્રીયુત જહોન ડેવિડ બ્લોમ કવીસ્ટે વિશ્વમાં શ્રમશકિત અને બજાર તથા ઉત્પાદન વ્યવસ્થાકની માંગને અનુરૂપ કૌશલ્ય્વર્ધક માનવ સંશાધનની જરૂરિયાત સંદર્ભે પ્રેરક મંતવ્યો વ્યકત કર્યા હતા.
વર્લ્ડ બેન્ક સ્વયં હવે વિકસીત અને વિકસતા દેશોમાં ઔદ્યોગીક અને બજાર વ્યવસ્થા ની ઉભરતી સંભાવનાઓને સાંકળી લઇને માનવસંશાધન નિર્માણના આયામો હાથ ધરી રહયું છે તેની ભૂમિકા શ્રીયુત બ્લોમ કવીસ્ટે આપી હતી.
ભારતમાં યુવાશકિતના કૌશલ્યવર્ધન દ્વારા સશકિતકરણની આવશ્યાકતામાં ગુજરાતનો આ રાષ્ટ્રિદય પરિસંવાદ ઉદ્પક બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના ટ્રેડ કમિશનર શ્રીયુત ટોમ કલેડર સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ વિવિધ રાજ્યોના વરિષ્ઠ સચિવશ્રીઓ, ઓલ ઇન્ડીયા કાઉન્સીંલ ઓફ ટેકનીકલ એજ્યુકેશનના અધ્ય્ક્ષશ્રી મંથા તથા આયોજનપંચના સલાહકાર શ્રીમતી સુનિતા સાંધી અને ઊદ્યોગ ગૃહો - સ્વૈયચ્છિક ઔદ્યોગિક તાલીમ સંસ્થાનોના પદાધિકારીઓ તેમજ કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે કાર્યરત તજ્જ્ઞો ઉપસ્થિત રહયા હતા. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવશ્રી પન્નીરવેલે આભારદર્શન કર્યું હતું.