કાશ્મીરથી કન્યાકુમારી-અટકથી કટક સમગ્ર દેશમાં કોંગ્રેસ સામે પરિવર્તનની આંધી ઉઠી છે-રાજસ્થાનની ધરતી પરિવર્તનની લહેરને લોકતાંત્રિક માર્ગે સાકાર કરશે
કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં નેતા નથી-નિયત નથી-નૈતિકતા નથી અને નેકી નથી
કોંગ્રેસ માટે યુથ એ વોટર છે ભાજપા માટે યુથ પાવર છે - શ્રી નરેન્દ્રભાઇ મોદી
કોંગ્રેસ સરકારને દેશ બચાવવાની નહી પરિવાર બચાવવાની- આબરૂ બચાવવાની વધુ ચિંતા છે
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે જયપુરમાં રાજસ્થાન પ્રદેશ ભાજપા આયોજીત વિરાટ સુરાજ્ય સંકલ્પ્યાત્રાનું સમાપન કરતા દેશને કોંગ્રેસના કુશાસનમાંથી મૂકત કરવા યુવાશકિત સહિત સમગ્ર જનતાને આહવાન કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી અને અટકથી કટક સુધી સમગ્ર દેશમાં કોંગ્રેસના કુશાસન સામે જનઆક્રોશ જાગી ઉઠયો છે અને રાજસ્થા્નની ધરતી ઉપર વિરાટ જનશકિતએ કરવટ બદલી પરિવર્તન માટે કોંગ્રેસને જાકારો આપવાનું મન બનાવી લીધું છે. તેમણે દેશના યુવાનોને મતદાતા નોંધણી અભિયાનને જનજાગૃતિ રૂપે ઉપાડી લેવા અનુરોધ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે યુથ વોટર છે જ્યારે ભાજપા માટે યુથ એ પાવર છે. યુવાશકિતના સામર્થ્યથી હિન્દુસ્તાનની શકિતને જગતગુરૂનું ગૌરવ અપાવવા ભાજપા પ્રતિબધ્ધટ છે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે વર્તમાન કોંગ્રેસ સરકાર પાસે બે મોટી ચિંતાઓ છે કે યુ.પી.એ. ને બચાવવી કે રૂપિયાને બચાવવો અને બીજી સરકાર બચાવવી કે પરિવાર બચાવવો. આ સરકારને રૂપિયો બચાવવાની પડી નથી, દેશની આબરૂ બચાવવાની પણ પડી નથી. આખે-આખી કોંગ્રેસ અને સરકાર પરિવાર બચાવવામાં રચીપચી છે. આઝાદી પહેલાની કોંગ્રેસ રાષ્ટ્રભકિતની કોંગ્રેસ હતી પણ આઝાદી પછીની કોંગ્રેસમાં પરિવાર ભકિત જ અહેમ બની ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
આજે દેશ પર એવી કોંગ્રેસ સરકાર સાશન કરી રહી છે જેની પાસે ન કોઇ નેતા છે, ન નિયત છે નથી કોઇ નીતિ કે નૈતિકતા કે નથી નેકી, આવી સરકાર પર દેશની જનતા શું ભરોસો કરે તેવો સવાલ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અટલજી-અડવાણીજીના એન.ડી.એ. શાસનના સુવર્ણમાર્ગની તુલના કરતા કહયું કે એ સમયે દિલ્હી-જયપુર રાજમાર્ગ સ્વર્ણિમ રાજમાર્ગ હતો, આજે રાજસ્થા્નના ગવર્નર માર્ગરેટ આલ્વાએએ આ માર્ગનું દુરસ્ત માર્ગ તરીકે માર્ગ રેટીંગ કર્યું છે. રાજસ્થાનને વિકાસના અગ્રીમ પંથે લઇ જવા કોંગ્રેસના ભ્રષ્ટશાસનમાંથી મૂકિત અપાવી ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુત્રો સોંપવાનું પરિવર્તન લાવવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચારી કોંગ્રેસના શાસનમાં શિક્ષણની આખી એબીસીડી જ બદલાઇ ગઇ છે તેનો માર્મિક કટાક્ષ કરતા જણાવ્યું કે કોંગ્રેસના આ ભ્રષ્ટ ન તોરતરીકાવાળા શાસનમાં A ફોર એપલને બદલે A ફોર આદર્શ કૌભાંડ, B ફોર બોર્ફોસ કૌભાંડ, C ફોર કોમનવેલ્થો કૌભાંડ અને D ફોર દામાદના કૌભાંડ એવી નવી એબીસીડી કોંગ્રેસે આપી છે અને દેશની આબરૂ ધૂળધાણી કરી છે, હવે એ કોંગ્રેસ સામે જનઆક્રોશ જાગી ઉઠયો છે અને પરિવર્તનની આ આંધિ રાજસ્થાનથી ઉઠવાની છે જે સમગ્ર દેશમાંથી કોંગ્રેસને સત્તાવિમૂખ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.