ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ની વર્ષ 2023ની બેચના તાલીમાર્થી અધિકારીઓએ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. 2023ની બેચમાં 15 જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 36 આઈએફએસ તાલીમાર્થી અધિકારીઓ છે.

તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિદેશ નીતિની સફળતાની પ્રશંસા કરી હતી તથા તેમની આગામી નવી કામગીરીઓ અંગે તેમની પાસેથી સૂચનો અને માર્ગદર્શન માગ્યું હતું. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, તેઓએ હંમેશા દેશની સંસ્કૃતિને ગર્વ અને ગૌરવ સાથે પોતાની સાથે રાખવી જોઈએ તથા જ્યાં પણ તેમને સ્થાન આપવામાં આવે છે, ત્યાં તેને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે વ્યક્તિગત આચરણ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોમાં સંસ્થાનવાદી માનસિકતાને દૂર કરવાની વાત કરી હતી અને તેના બદલે પોતાને દેશનાં ગૌરવશાળી પ્રતિનિધિઓ તરીકે રજૂ કરવાની વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ વિશ્વનાં મંચ પર દેશની દ્રષ્ટિ કેવી રીતે બદલાઈ રહી છે એ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે આપણે પારસ્પરિક સન્માન અને સન્માન સાથે સમાન ધોરણે દુનિયા સાથે જોડાઈએ છીએ. તેમણે અન્ય દેશોની તુલનામાં ભારતે કોવિડ રોગચાળાને કેવી રીતે નિયંત્રિત કર્યો તે વિશે વાત કરી. તેમણે દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગળની કૂચનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીઓને વિદેશમાં પોસ્ટ કરવામાં આવે ત્યારે ભારતીય ડાયસ્પોરા સાથે તેમની ભાગીદારી વધારવા સૂચન પણ કર્યું હતું.

 

  • Rampal Baisoya October 18, 2024

    🙏🙏
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha October 14, 2024

    नमो नमो
  • Vivek Kumar Gupta October 12, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta October 12, 2024

    नमो ...............🙏🙏🙏🙏🙏
  • Lal Singh Chaudhary October 07, 2024

    जय जय श्री राम
  • Manish sharma October 04, 2024

    🇮🇳
  • Chowkidar Margang Tapo October 02, 2024

    namo namo namo
  • Dheeraj Thakur September 29, 2024

    जय श्री राम जय श्री राम
  • Dheeraj Thakur September 29, 2024

    जय श्री राम
  • கார்த்திக் September 21, 2024

    🪷ஜெய் ஸ்ரீ ராம்🪷जय श्री राम🪷જય શ્રી રામ🪷 🪷ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌸🪷జై శ్రీ రామ్🪷JaiShriRam🪷🌸 🪷জয় শ্ৰী ৰাম🪷ജയ് ശ്രീറാം🪷ଜୟ ଶ୍ରୀ ରାମ🪷🌸
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Sri Lanka's World Cup-winning stars laud PM Modi after meeting in Colombo: 'Most powerful leader in South Asia'

Media Coverage

Sri Lanka's World Cup-winning stars laud PM Modi after meeting in Colombo: 'Most powerful leader in South Asia'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 એપ્રિલ 2025
April 06, 2025

Citizens Appreciate PM Modi’s Solidarity in Action: India-Sri Lanka Bonds