ઇનોવેશન સિમ્પોઝીઅમ
નવા આવિષ્કાર સંશોધનોને અગ્રીમતા આપવી જ જોઇએ
રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે ફાઇનાન્સીંગની ઉદાસિનતાનો માઇન્ડસેટ બદલીએ
ઇનોવેશન અંગે ત્રણ સમજૂતિના કરાર સંપન્ન
કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટીનું ભંડોળ ઇનોવેશન માટે ફાળવો
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઇનોવેશન સિમ્પોઝીઅમનું સમાપન કરતા નવા આવિષ્કાર - સંશોધનો કે અગ્રીમતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મુકયો હતો. ઇનોવેશન નવા આવિષ્કારોની અનેક પહેલ ગુજરાતે સફળ બનાવી છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. સંશોધન ટેલેન્ટ કોઇનો ઇજારો નથી તેમને સંવદનથી પ્રેરિત કરવા જોઇએ. ગુજરાત સરકાર અને કેન્દ્રના વિજ્ઞાનટેકનોલોજી મંત્રાલયના ઉપક્રમે આ સિમ્પોઝીયમ યોજાયો હતો.ઇનોવેશનનવોન્મેશી પહેલ, શોધ, ચિન્તન અને આયામોની વિકાસ અને નોલેજ ઇકોનોમીમાં મહત્વની ભૂમિકાનો નિર્દેશ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઇનોવેશનને નાણાના માપદંડથી માપી શકાય નહીં. રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે ફંડીગની ઉદાસિનતાના માઇન્ડ સેટ બદલવાની હિમાયત તેમણે કરી હતી.
વિશ્વનું યુવામન નવી પેઢી બદલાવ માંગે છે. જગત ઝડપથી પરિવર્તન પ્રવાહોમાં છે. નવા આવિષ્કારો સાથે કદમ નહી મિલાવીએ તો અપ્રસ્તુત થઇ જઇશું. મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વોટર મેનેજમેન્ટ સેકટર, પી.એચ.ડી. ફેલોશીપ પ્રોગ્રામ, આઇ.ટી.ઇનોવેશનના ત્રણ સમજૂતિ કરાર ગુજરાત સરકાર સાથે થયા હતા.ઇનોવેશન વિકાસની જરૂરિયાત છે. સ્પર્ધાત્મક યુગમાં જો ટકવું હોય તો શોધ એ આવશ્યકતા છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત તોરતરીકાથી જમીનના સંસાધનોના વૈજ્ઞાનિક ઉપયોગ થઇ શકે નહીં ઉત્પાદકતા વધારવા જમીનસંસાધનનો નવા આવિષ્કાર માટે ઉપયોગ કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.
કઠોળદાળની ઉત્પાદકતા વધારવાના સંશોધનોની હજી ઉદાસિનતા કેમ છે ? પતંગઉત્પાદન માટે વપરાતા બાંબુ ગુજરાતમાં ઉપલબ્ધ નથી તેથી પતંગ ઉદ્યોગના આર્થિક વિકાસ માટે ડાંગના જંગલોમાં યોગ્ય કક્ષના બાંબુનું ઉત્પાદન કર્યું. આવા નાના આવિષ્કારથી બાંબુ પછી શેરડીના સાંઠામાં ખાંડની સુગરકંટેન્ટ સૌથી વધુ મળે તેવી સફળ શોધ કરી છે તેના પ્રેરક દ્રષ્ટાંતો તેમણે આપ્યા હતા.
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં વીજળીની અછત દશ વર્ષ પહેલા હતી તે સ્થિતિ બદલવા જ્યોતિગ્રામની યોજનાનો આવિષ્કાર કઇ રીતે થયો તેની નવતર પધ્ધતિની ભૂમિકા આપતા તેમણે જણાવ્યું કે ગામડામાં કૃષિ વિષયક ફીડર અને રૂરલ ફીડર અલંગ કરીને ૨૪ કલાક થ્રી ફઇઝ વીજળી આપી છે.મુખ્યમંત્રીશ્રીએ બિનપરંપરાગત સૂર્યઊર્જાના નવા આવિષ્કારનીસફળતાની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે નર્મદા કેનાલ ઉપર કેનાલ ટોપ સોલાર પેનલ બનાવીને જમીન પાણી અને વીજળીની બચત કરી છે. વડાપ્રધાન સમક્ષ તેમણે રાજસ્થાનગુજરાતની પાકિસ્તાન સાથેની સીમા ઉપર સોલાર પાર્ક બનાવવાની રજૂઆત ચાર વર્ષ પહેલા કરેલી તેનું હજુ પરિણામ આવ્યું નથી. પરંતુ ગુજરાતે આ સીમાવર્તી ક્ષેત્રમાં ચારણકાનો વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.વિન્ડ એનર્જી દ્વારા નવા આવિષ્કારથી હવામાંથી ભેજ મેળવીને પાણી પ્રાપ્ત કરી શકાય છે તેવી વિન્ડ મીલોનો પ્રયોગ કરવાની જરૂર છે એમ જણાવી ઇનોવેશનના હરેક પહેલુઓને પ્રોત્સાહન આપવા તેમણે પ્રેરક સૂચનો કર્યા હતા.
ઇનોવેશન માટે શાળાકીય કક્ષાએ વિજ્ઞાન મેળાના અવસરોથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમાજમાં કેળવી શકાય છે. રાષ્ટ્રીય કક્ષાએ ઇનોવેશન કે સાયન્સ ટેકનોલોજીના પ્રોજેકટ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીશ્રી જાતે જ તેને રૂબરૂ મળે છે એમ તેમણે જણાવ્યું હતું.ગુજરાતે આઇક્રિએટનું ઇન્કયુબેશન સેન્ટર શરૂ કરીને ઇનોવેશન માટે નવી ક્ષિતીજ ખોલી છે, જીવનને ગતિશીલ બનાવવા અને સમસ્યાના સમાધાન માટે ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા તેમણે અનુરોધ કર્યો હતો.ભારતીય સંસ્કૃતિની સંશોધન ખોજે દુનિયાને વિકાસ માટે ગતિશીલ રાખવાનું પ્રદાન એવું કર્યું છે જે યુગો સુધી પ્રભાવી રહેશે. આ જ્ઞાનની સદીમાં ભારતે પોતાના જ્ઞાન વિશ્વ માટે જ્ઞાન આધારિત વિકાસને ધરતી ઉપર ઉતારવાનું મંથન ગુજરાતે કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટીનું સુનિશ્ચિત ભંડોળ ઇનોવેશન માટે ફાળવવાનું સૂચન તમેણે કર્યું હતું.ઇનોવેશન સિમ્પોઝીઅમમાં કેન્દ્રિય સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી શ્રી હરકેશકુમાર મિતલ, સીઆઇ.આઇ.ના શ્રી વેંકટેશ વાસુરી, ગુજરાત ઇનોવેશ સોસાયટીના શ્રી સુનિલ શાહ, શ્રી અંજનદાસે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી મહેશ્વર સાહુ, ડેલીગેટસ્ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.