શ્રી મોદીએ અમદાવાદમાં અંતિમ જાહેર સભાને સંબોધિત કરી, જનતાનું બહોળું સમર્થન મળ્યું

શ્રી મોદીએ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા દક્ષિણ ગુજરાતમાં આજે અગાઉ બોલેલા  જૂઠાણાઓનો સિલસિલાબંધ જવાબ આપ્યો

મેં શ્રીમતી સોનિયાગાંધીને કેટલાક સવાલો પૂછ્યા, તેઓ એકેયનો જવાબ ન આપી શક્યા : શ્રી મોદી 

કોંગ્રેસની પાસે આ ચૂંટણીઓ માટે કોઈ મુદ્દો નથી. શ્રીમતી સોનિયા ગાંધીએ કહ્યું, મારી સાસુ આ વિસ્તારની મુલાકાત લઈ ચુકી છે અને તમે એમને સમર્થન આપ્યું હતું, તો  તમે મને પણ તમારું સમર્થન આપો, આ કોંગ્રેસની કઈ સમજણને બતાવે છે? શ્રી મોદીએ પૂછ્યું

શ્રીમતી સોનિયા ગાંધીએ કહ્યું કે ગુજરાતની સડકો સારી હાલતમાં નથી; શું તમે એના પર વિશ્વાસ કરી શકો છો? ગુજરાતને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના પૈસા નથી મળતા, જેમ કે આપણને કહેવામાં આવ્યું છે કે આપણી સડકો ખૂબ સારી છે : શ્રી મોદી

આ ચૂંટણીનો સમય છે, તમે જનતાની અદાલતમાં જાઓ છો, કમ સે કમ હવે તો સાચું બોલો : શ્રી મોદી

તમે લોકોની સાથે દગો કરી રહ્યા છો, તમે તમારું વચન પાળ્યું નથી : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ કપાસની નિકાસ પર લાદેલ પ્રતિબંધ, કોંગ્રેસના શાસનકાળમાં ગરીબોની સ્થિતિ પર કોંગ્રેસને આડે હાથે લીધા  

શ્રી મોદીએ શ્રીમતી સોનિયા ગાંધીને ગુજરાતમાં ન્યાય અને કાનૂન વ્યવસ્થા ઉપર કરેલી ટિપ્પણીને પણ આડે હાથે લીધી  

ગુજરાત વિશે જૂઠું બોલતા પહેલા 7 વખત વિચારો, શું અમે કોંગ્રેસને માફ કરી દઈશું? આવો આપણે મતદાન કરીએ અને કોંગ્રેસને હરાવીએ : શ્રી મોદી   

મને વધુ પાંચ વર્ષ સુધી તમારી સેવા કરવાની તક આપો, હું ગુજરાતને વિકાસની નવી નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માગું છું : શ્રી મોદી    

મુખ્યમંત્રીએ શ્રીમતી સોનિયા ગાંધી કે જેમણે ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કરી તેના આધારે આડે હાથ લીધા; મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર વિશે વાત કરે તે અશોભનીય છે. 

 

શુક્રવાર 7 ડિસેમ્બર 2012 ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના જુદા જુદા ભાગોમાં સાત જાહેર સભાઓને સંબોધિત કરી. આ સભાઓ જેડા (બનાસકાંઠા જિલ્લો), સમી (પાટણ જિલ્લો), માલવણ (સુરેન્દ્રનગર જિલ્લો), ફાલા (જામનગર જિલ્લો), જામકંડોરણા, જામનગર અને અમદાવાદમાં આયોજિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા સૂરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બોલવામાં આવેલ જૂઠાણાનો જડબાતોડ જવાબ આપ્યો. શ્રી મોદીએ કહ્યું કે તેમણે  કાલે શ્રીમતી સોનિયા ગાંધીને કેટલાક સવાલ પૂછ્યા હતા. પરંતુ, તેઓ કોઈપણ સવાલનો જવાબ આપી ન શક્યા. શ્રી મોદીએ એ વાતને સમર્થન આપ્યું કે તેઓ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માગે છે અને તેના માટે વધુ પાંચ વર્ષો સુધી લોકોની સેવા કરવાનો મોકો જોઈએ છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને શ્રીમતી સોનિયા ગાંધીની પાસે ચૂંટણીઓ માટે કોઈ મુદ્દો નથી.  શ્રી મોદીએ એ વાતને સ્પષ્ટ કરી કે શ્રીમતી સોનિયા ગાંધીએ આજે શું કહ્યું? મારી સાસુ પણ પહેલા અહીં આવ્યા હતા અને તમારા લોકોનું સમર્થન એમને મળ્યું હતું. આ કોંગ્રેસની કઈ સમજણ બતાવે છે?

એક એક કરીને મુખ્યમંત્રીએ કોંગ્રેસની અધ્યક્ષા દ્વારા ગુજરાતમાં બોલેલા જૂઠાણાઓ પરથી પડદો હટાવ્યો “મેડમ સોનિયા ગાંધીજીએ કહ્યું કે ગુજરાતની સડકો દેશના બીજા ભાગની સરખામણીમાં સારી હાલતમાં નથી. શું તમે એ વાતને માનો છો?” એમણે પૂછ્યું અને જણાવ્યું કે પહેલી વાત જે દુનિયાભરના લોકો તેમને કહે છે તે એ કે ગુજરાતની સડકો ખૂબ સારી છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં  ‘પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના’ છે, પરંતુ ગુજરાતને આ યોજનામાંથી એક કાણી પાઈ પણ નથી મળી. એની પાછળ દિલ્હીથી એવું કારણ બતાવવામાં આવે છે કે ગુજરાતમાં સડકો પહેલાંથી જ સારી સ્થિતિમાં છે. શ્રી મોદીએ જણાવ્યું કે કેવી રીતે એક બાજુ ડૉ. મનમોહનસિંહની સરકાર એક વાત કરે છે અને શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાતમાં બીજી વાત કરી રહી છે. “દરેક જણને ખબર છે કે ગુજરાતમાં સડકો કેવી છે. સોનિયાબેને રોડ ઉપર પોતાનો પગ નથી મૂક્યો અને તેઓ તેના વિશે વાત કરે છે.” તેમણે ઘોષણા કરી.

શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા ઊઠાવવામાં આવેલ ખેડૂતોની દશા ઉપર બોલતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર પાસે અલગ-અલગ બારમાસી નદીઓ મળીને બધું જ છે. જ્યારે ગુજરાત પાસે નર્મદા સિવાય કોઈ પણ નદી નથી. ગુજરાત દસમાંથી સાત વર્ષ તો દુષ્કાળની આપત્તિ સહન કરનાર રાજ્ય તરીકે ઓળખાય છે. તો પણ. દેશમાં કૃષિ વિકાસ દર 2.5 થી વધારે વધી નથી શકતો, જ્યારે ગુજરાતનો કૃષિ દર 10% થી વધુ છે. તમે ખેડૂતોના નામ પર લોકોને ગુમરાહ કરી રહ્યા છો અને વોટ મેળવવા માંગો છો? આ ચૂંટણીનો સમય છે, તમે જનતાની સાથે જઈ રહ્યા છો, કમ સે કમ સાચું તો બોલો, તેમણે કડક થઈને કહ્યું.

મુખ્યમંત્રીએ કહ્યું કે 2009 માં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ વચનોનું શું થયું કે જેમાં ચૂંટણી જીતવાના 100 દિવસની અંદર અંદર મોંઘવારી ઘટાડવાની વાત હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેમ શ્રીમતી સોનિયા ગાંધી મોંઘવારી પર એક પણ શબ્દ ન બોલ્યા. તમે લોકો સાથે દગો કરી રહ્યા છો, તમે તમારાં વચનો પૂરાં નથી કર્યા, અને તમે મોંઘવારી પર એક પણ શબ્દ ન બોલ્યા...! તેમણે ટિપ્પણી કરી.

આ મુદ્દા ઉપર મોદીએ એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો ઊઠાવ્યો. તેમણે કહ્યું કે તમે કહી રહ્યા છો કે ગુજરાતમાં ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. હું તમને પૂછું કે અમારા મહેનતુ ખેડૂતો કપાસ ઊગાડે છે. 2001 ની 23 લાખ ગાંસડીના મુકાબલે ઉત્પાદનમાં વધારો થઈને પાછલાં દસ વર્ષમાં 1 કરોડ અને 23 લાખ ગાંસડી થઈ ગયું છે. પરંતુ, યૂ.પી.એ. સરકારે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે. નિકાસ પર પ્રતિબંધ લગાવીને તેમણે કપાસના ખેડૂતોને લગભગ 7000 કરોડ રૂપિયાનું નુકશાન કરાવ્યું છે. શ્રી મોદીએ આગળ કહ્યું કે આ પ્રતિબંધ ત્યારે લગાવવામાં આવ્યો હતો જ્યારે તેની કિંમત સૌથી વધારે હતી તથા એના કારણે ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું પરંતુ નુકશાન ઘણું વધારે હતું.

તેમણે લોકોને કોંગ્રેસ શાસનના એ દિવસો યાદ કરવાનું કહ્યું જ્યારે અહીં ‘લંગડી વીજળી’ (વીજળીનો અવરોધયુક્ત પ્રવાહ) રહેતો હતો અને જણાવ્યું કે આજે તે ઈતિહાસની વાત થઈ ગઈ છે. એક ઉદાહરણ આપતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં જામનગરમાં 16 સબસ્ટેશન હતા, જ્યારે પાછળના એક દસકામાં સરકારના 46 નવા સબસ્ટેશન લગાવી દીધા હતા. 

શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા ગુજરાતમાં ન્યાય અને કાનૂની વ્યવસ્થા ઉપર કરવામાં આવેલી ટિપ્પણી ઉપર જોરદાર ગરજતાં શ્રી મોદીએ કહ્યું કે તેમને અહીં ન્યાય અને કાનૂનની વ્યવસ્થા ઉપર બોલવાનો કોઈ અધિકાર નથી. તેમણે યાદ કરાવ્યું કે વર્ષો સુધી કોંગ્રેસ શાસનમાં અશાંતિ અને કરફ્યૂ હોવો રાજ્યમાં સામાન્ય વાત હતી, પછી ભલે તે ક્રિકેટ મેચ હોય, રથયાત્રા નીકળી હોય કે પછી બે સાઈકલોનો ટકરાવ જ કેમ ના હોય. આજે કરફ્યૂ અને અશાંતિ ગુજરાતમાં ઈતિહાસની વાત થઈ ગઈ છે. આ પ્રકારે શ્રી મોદીએ કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવામાં પોતાની સલામતી નથી માનતી. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં બે મુસ્લિમ છોકરીઓનું ઉદાહરણ આપ્યું, જેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર તેમને માટે સુરક્ષિત નથી અને તેઓ ગુજરાતમાં રહેશે. ગુજરાત વિશે જૂઠાણું ફેલાવતા પહેલા 7 વખત વિચારો. શું આપણે કોંગ્રેસને માફ કરી શકીએ છીએ? આવો, આપણે મત આપીએ અને કોંગ્રેસને હરાવીએ. શ્રી મોદીએ જુસ્સાભેર કહ્યું.

શ્રી મોદીએ શ્રીમતી સોનિયા ગાંધીને ગુજરાતમાં ભ્રષ્ટાચાર હોવાની વાત કહેવા માટે આડે હાથ લીધા. તેમણે કહ્યું કે આ પ્રમાણે કહેવું તેમને શોભા નથી દેતું. આગળ કહ્યું કે આ દેશ દિલ્હીમાં થઈ રહેલ ભ્રષ્ટાચારનો ભાર ઝીલી રહ્યો છે. તેમણે મક્કમતાથી કહ્યું કે જેમના પોતાના ખિસ્સા દિલ્હીના ભ્રષ્ટાચારથી ભરેલા છે, તેમને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ હક નથી. એમણે એમ પણ કહ્યું કે મેડમ સોનિયાજી, મારે કોઈ જમાઈ નથી અને દેશ જાણે છે કે જમાઈ શું કરી રહ્યા છે...! તેમણે જાહેર કર્યું કે ગુજરાત આવી રીતે બદનામીને સહન નહીં કરે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાછળના સાત વર્ષોમાં 3 લાખ યુવાનોને સરકારી ક્ષેત્રમાં રોજગાર મળ્યો છે, જ્યારે કોંગ્રેસના સમયમાં સરકારી ક્ષેત્રમાં નોકરી આપવાનું વર્ષો સુધી બંધ કરી દીધું હતું. તેમણે ઘોષણા કરી કે આ નિયુક્તિઓમાં એકપણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.    

એફ.ડી.આઈ. પર સંસદમાં મતદાનમાં જીત બાબતે મુખ્યમંત્રીએ ઘોષણા કરી કે કોંગ્રેસ સંસદમાં તો જીતી ગઈ, પરંતુ ગુજરાતના વેપારી કોંગ્રેસને સજા આપશે અને બતાવશે કે એફ.ડી.આઈ. નો તેમનો નિર્ણય ખોટો છે.

શ્રી મોદીએ આઈ.ઓ.સી. માં થી ભારતને પડતું મૂકવાની વાતને ખૂબ જ શરમજનક બતાવ્યું  અને કહ્યું કે કોંગ્રેસે દેશના યુવાનોનું અપમાન કર્યું છે. “દુનિયાનો સૌથી યુવાન દેશ ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકે? ડૂબી મરો કોંગ્રેસના મિત્રો..!” એમણે ભાર દઈને કહ્યું. તેમણે કહ્યું કે આ દેશ અને તેના ગૌરવનું અપમાન છે તથા આગળ કહ્યું કે આપણે આ વિષય પર મૂક દશક નથી બની રહી શકતા. આપણે કોંગ્રેસ પાસેથી એનો જવાબ લેવો પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી કદાચ આ વિશે કંઈ ન કરી શકે, પરંતુ તેના પર કશું ન કરી શક્યા, પરંતુ ફક્ત ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ સ્કૂલ ખોલીશું. 

પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી આર. સી. ફળદૂ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આ સભામાં જંગી સંખ્યામાં લોકો હાજર હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"