બુંદેલખંડ એક્સપ્રેસવે ઉત્તરપ્રદેશનાં લોકો માટે રોજગારીની તકોનું સર્જન કરશે અને સ્થાનિક લોકોને દિલ્હી સહિત વિવિધ શહેરો સાથે જોડશે. પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં 256 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કર્યું હતું.
એક્સપ્રેસવે બુંદેલખંડ વિસ્તારને આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે તેમજ બુંદેલખંડ વિસ્તારનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બુંદેલખંડમાં યુપી ડિફેન્સ કોરિડોર સાથે એક્સપ્રેસવે સંયુક્તપણે વિસ્તારની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને બદલશે, આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ ક્ષેત્રનાં હાર્ડવેરની નિકાસની સુવિધા આપશે, રોકાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે તેમજ ભવિષ્યમાં ‘મેક ઇન ઇન્ડિયા’નું કેન્દ્ર બનશે.