ટાઇમ્સ નાઉ સમિટમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોની વૃદ્ધિ વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આ શહેરો આર્થિક પ્રવૃત્તિનાં નવા કેન્દ્રો બની રહ્યાં છે, જેને ડિજિટલ નાણાકીય વ્યવહારો અને સ્ટાર્ટઅપ નોંધણીની સંખ્યામાં વધારાનું પીઠબળ મળ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ટિઅર-2 અને ટિઅર-3 શહેરો મહત્તમ ગરીબો અને મધ્યમ વર્ગ ધરાવતા હોવાથી પહેલી વાર સરકારે નાનાં શહેરો અને નગરોની આર્થિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમજ આ શહેરોમાં વસતાં લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારે વર્ષે રૂ. 5 લાખ સ ધીની આવક ધરાવતા લોકો પાસેથી કરવેરો નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનો સૌથી વધુ લાભ આ પ્રકારનાં શહેરોમાં વસતાં લોકોને મળશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, એક્સપ્રેસવે અને નવા એર રુટ દ્વારા જોડાણ વધારે સરળ અને ઝડપી બનવાથી ટિઅર-2 અને ટિઅર-3 શહેરો ઝડપથી મોટા શહેરો અને મહાનગરો સાથે જોડાઈ રહ્યાં છે.