કૃષિ વિકાસની ક્રાંતિમાં અને સમૃધ્ધિમાં ખેતી સાથે બાગાયત પાકોએ કમાલ કરી - નરેન્દ્રભાઇ મોદી
બાગાયત ખેતીમાં ક્રાંતિની કમાલ કરનારા અનેક કિસાનોને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
કૃષિ મહોત્સવને વિડિયો કોન્ફરન્સથી સંબોધવાનો મુખ્યમંત્રીશ્રીનો ઉપક્રમ
બાગાયત પાકોનું ઉત્પાદન ૨૦૦ લાખ ટન ઉપર પહોંચ્યું - ૧૫૦૦૦ કરોડની આવક
– Narendra Modi
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યોજાઇ રહેલા કૃષિ મહોત્સવ અભિયાનમાં આજે એક લાખ જેટલા ખેડૂત સમુદાયને વિવધિ ગામોમાં સંબોધતાં જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતીવાડીમાં વધુ આવક મેળવવામાં મોટુ પરિવર્તન બાગાયત પાકોની ખેતીએ લાવી દીધું છે.
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અન્ન-ધાન્ય પાકો સાથે બાગાયત પાકોના વાવેતર અને ઉત્પાદનમાં અનેકગણો વધારો થયો છે જે ખેતીવાડીના સંતુલનમાં કિસાનની કોઠાસૂઝ દર્શાવે છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળાનું પૂરાવેગથી અભયિાન આગળ વધી રહ્યું છે. ખેતી નિત્યનૂતન બની રહી છે, તથા વૈજ્ઞાનકિ પ્રયોગો સંશોધનો અપનાવાઇ રહ્યા છે અને વૈજ્ઞાનિક રીતે જમીન, પાણી, ખેતી ખાતર, બિયારણ બધામાં ગુણાત્મક ઉત્તમ સુધારા થયા છે. ખેડૂતોએ પણ ઉત્તમ આવક મેળવવા અનાજ-ધાન્ય પાકો ઉપરાંત રોકડીયા પાકો અને બાગાયત પાકો ઉપર ધ્યન કેન્દ્રીત કર્યું છે.
ભારત સરકારે તો હમણાં આ વર્ષ બાગાયત ખેતીનું વર્ષ જાહેર કર્યું. ગુજરાતના ખેડૂતોએ તો કૃષિ મહોત્સવથી અન્ન પાકોની ખેતી સાથે બાગાયત પાકોના વાવેતર અને ઉત્પાદનમાં પણ અનેકગણો વધારો કર્યો છે. ધઉંનું ઉત્પાદન ૧૦ લાખ ટન હતું તે દશ વર્ષમાં જ ૫૦ લાખ ટન એટેલે કે પાંચ ગણું વધી ગયું. કપાસનું ઉત્પાદન ૨૩ લાખ ગાંસડીમાંથી એક કરોડ ૨૩ લાખ ગાંસડી ઉપર પહોંચી ગયું છે.
બાગાયત ખેતીમાં હરણફાળ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પહેલા ગુજરાતમાં માંડ સાડા ત્રણ લાખ હેકટરમાં ફળ ફળાદી-ફુલ-શાકભાજીની ખેતી થતી હતી, આજે આ બાગાયત પાકોનું વાવેતર ૧૪ લાખ હેકટર પહોંચી ગયું છે. અનેક ખેડૂતો બાગાયત ખતીના સફળ પ્રયોગો કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. કચ્છના રણ પ્રદેશમાં ખારેક ઉગાડીને લાખો રૂપિયા કમાણી કરનારા ખેડૂતો છે. જમીન ઓછી હોવા છતાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને અનેકગણી આવક મળી શકે છે એ બાગાયત ખેતીના પ્રયોગશીલ સફળ ખેડૂતોએ પૂરવાર કર્યું હતું. વેરાન ભૂમિ અને પાણી માટે વલખા મારતા વિસ્તારોમાં મબલખ પાકની ખેતી કરીને સમૃધ્ધ થયેલા ખેડૂતો અનેક છે એમ તેમણે દ્રષ્ટાંતો સાથે જણાવ્યું હતું. આ બધા કૃષિના ઋષિઓ છે જેમણે ખેતીમાં ક્રાંતિની કમાલ કરી છે.
બાગાયત ખેતીમાં તો આદિવાસી ખેડૂતોએ પણ ચમત્કારો સર્જ્યા છે તેના પુરક ઉદાહરણો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી ખેડૂતો જૂથમાં માંડવાની ખેતી કરીને શાકભાજી વાવેતરમાં મબલખ આવક મેળવી છે.
આખા વિશ્વમાં ઓર્ગેનિક ફળ-ફળાદીનું મોટું બજાર છે અને ગુજરાતની કેરી-ઓર્ગેનિક કેરીની માંગ વધતી રહી છે. ગુજરાતમાં ૬૧ લાખ ટન ઉત્પાદન થયું હતું. આજે ૨૦૦ લાખ ટન બાગાયત પાકોનું વિક્રમ ઉત્પાદન થાય છે તેની આવક જ રૂા.૧૫૦૦૦ કરોડ કરતા વધી ગઇ છે. મસાલા પાકોની ખેતી પણ એટલી જ લોકપિ્રય બની છે.
બાગાયતમાં ગુજરાતમાં પાકનો ઉતારો સાત ટન સરેરાશ હતો જે આજે ૨૦ ટકા સરેરાશ હેકટર દીઠ છે. જે દુનિયા કરતા બમણો છે અને આજે તો સુગંધિત ખેતી તરફ આદિવાસી ખેડૂતો પ્રેરિત થતા તેના મૂલ્યવર્ધિત પેદાશોની આવક મેળવે છે.
બાગયાત અને અન્નમાં ત્રણ ગણો, મસાલામાં ચાર ગણો વધારો થયો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
બાગાયતી ખેતીમાં માળખાકીય સુવિધા જોતા ૨૨ કરોડની બજેટની રકમ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ માટે નાના-સિમાંત ખેડૂતોને સહાય માટે ફાળવી છે. એકલા બાગાયત પાકો માટેનું બજેટ જ રૂા.૧૫૫ કરોડ છે.
ગુજરાતમાં ૯૦૦ જેટલા ગ્રીન હાઉસ ને ૨૪૯૪ જેટલા નેટ હાઉસ બન્યા છે. વાડી યોજનાના કારણે આદિવાસી કિસાન કાજૂની ખેતી કરતો થયો છે જે ગોવાની સાથે સ્પર્ધા કરી શકે છે.
મુલ્યવર્ધિત ખેતી સંદર્ભમાં તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી કિસાન મશરૂમની ખેતી કરીને અનેકગણી ખાઘ વસ્તુઓ બનાવે છે. શાકભાજી પકવનારા દેવીપૂજક સમાજ માટે ૯૦ ટકા સહાય પોલી હાઉસ બનાવવા નદીના પટમાં ઉત્તમ શાકભાજી પકવી શકે તેવી યોજના આપી છે. કોલ્ડ સ્ટોરેજથી માર્કેટીંગ સુધીની વ્યવસ્થા કરી છે. ૨૦૦ એ.પી.એમ.સી. માં શાકભાજી-ફળફળાદી માટેની વ્યવસ્થા કરી છે અને ફૂડ પ્રોસેસિંગનું નવું ક્ષેત્ર વિકસાવી રહ્યા છીએ તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રી આપી હતી.
કૃષિ મહોત્સવ એ ખેતીમાં ગુજરાતમાં ઉત્તમ અને વૈજ્ઞાનિક ઢબે કરવાની સાચી દિશા આપી છે એમ તેમણે જણાવ્યું હતું અને તેમા પણ નાના અને સિમાંત ખેડૂતો માટે એક મહિના સુધી એક લાખ કૃષિ કર્મયોગીઓની સરકારી ટીમ, ખેતરો ખૂંદી રહી છે તેની તેમણે ભૂમિકા આપી હતી.
ખેડૂતોને ગૂમરાહ કરનારાઓએ ખેડૂતોનો ભૂતકાળ બગાડયો અને ભવિષ્ય બગાડનારા દુશ્મનો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.