હિંદ-પ્રશાંતમાં ભારત અને ફ્રાંસ લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. બંને દેશો વચ્ચે વર્ષ 1947માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા પછી અને વર્ષ 1998માં આ ભાગીદારીને વ્યૂહાત્મક સ્તરની નવી ઊંચાઈએ લઈ ગયા પછી અત્યાર સુધી આપણા બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં વ્યક્ત સિદ્ધાંતો પ્રત્યે ઉચ્ચ સ્તરીય પારસ્પરિક વિશ્વાસ, સહિયારી કટિબદ્ધતાનું નિર્માણ કરવા તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં રહેલાં પાયારૂપ સામાન્ય મૂલ્યો માટે ખભેખભો મિલાવીને સતત કામ કરે છે.
ભારત અને ફ્રાંસની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા બંને દેશો વર્ષ 2047 સુધી દ્વિપક્ષીય સંબંધો માટેનો માર્ગ નિર્ધારિત કરવા એક રૂપરેખા બનાવવા માટે સંમત થયા છે. વર્ષ 2047માં ભારત પોતાની આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે, એ જ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની શતાબ્દી અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપનાનાં 50મા વર્ષની ઉજવણી થશે.
ભારત અને ફ્રાંસ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાના હિતમાં સંયુક્તપણે કામ કરવાનો તથા હિંદ-પ્રશાંત અને એ સિવાયના વિસ્તારોમાં નિયમો-આધારિત વ્યવસ્થા પ્રત્યે તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તેઓ તેમના સંબંધિત સાર્વભૌમિક અને વ્યૂહાત્મક હિતો સાથે સુસંગત સમાનતાઓ વચ્ચે ભાગીદારીના માળખાની અંદર કામ કરવા સંમત છે, જે બંને દેશો વર્ષ 1998થી કરી રહ્યાં છે. આ વ્યૂહાત્મક ભાગીદારીને વધારે ગાઢ બનાવવા તથા સ્વતંત્રતા, સમાનતા, લોકશાહી અને કાયદાનાં શાસનના સાર્વત્રિક મૂલ્યોને જાળવવા ભારત અને ફ્રાંસે ભવિષ્યના ક્ષેત્રોમાં સાથસહકારને વધારે ગાઢ બનાવવાનો નિર્ણય લીધો છે, જેથી તેમની સાર્વભૌમિકતા અને નિર્ણય લેવાની સ્વાયતત્તાને વધારે મજબૂત કરી શકાય તેમજ આપણી પૃથ્વી જે મુખ્ય અને મોટાં પડકારોનો સામનો કરે છે એનો સંયુક્તપણે સામનો કરી શકાય, જેમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સાથસહકાર મારફતે કામગીરી સામેલ છે.
I – સુરક્ષા અને સાર્વભૌમિકતા માટે ભાગીદારી
1) સંયુક્તપણે સાર્વભૌમિક સુરક્ષા ક્ષમતાઓ ઊભી કરવી
1.1 ફ્રાંસ આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગ અને ટેકનોલોજીકલ આધારના વિકાસમાં ભારતના ચાવીરૂપ ભાગીદારો પૈકીનો એક છે. ભારત અને ફ્રાંસ સંરક્ષણ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીઓને સંયુક્ત રીતે વિકસાવવા અને સહઉત્પાદન કરવામાં સાથસહકાર આપવા કટિબદ્ધ છે, જેમાં ત્રીજા દેશો માટેનો લાભ સામેલ છે.
1.2 પાંચ દાયકાથી વધારે સમયગાળામાં લશ્કરી ઉડ્ડયન ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ સાથસહકારને સુસંગત રીતે ભારત અને ફ્રાંસ બંને દેશો ભારતે આપેલા 36 રાફેલ વિમાનોના ઓર્ડરને સમયસર પૂર્ણ કરવાની બાબતને આવકારે છે. ભવિષ્યમાં ભારત અને ફ્રાંસ સૈન્યક્ષમતા ધરાવતા વિમાનના એન્જિનને સંયુક્તપણે વિકસાવવા ટેકો આપીને અદ્યતન એરોનોટિકલ ટેકનોલોજીઓમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત તેમની પથપ્રદર્શક ટેકનોલોજીઓ એકબીજાને પૂરી પાડશે. તેઓ ફ્રાંસના સફ્રાન હેલિકોપ્ટર એન્જિન સાથે ઇન્ડિયન મલ્ટિ રોલ હેલિકોપ્ટર [IMRH] કાર્યક્રમ અંતર્ગત વધારે અને ભારે વહનક્ષમતા ધરાવતા હેલિકોપ્ટર્સના મોટરાઇઝેશન માટે ઔદ્યોગિક સાથસહકાર પણ આપશે. IMRH કાર્યક્રમ પર પ્રગતિને સક્ષમ બનાવવા હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ફ્રાંસની સફ્રાન હેલિકોપ્ટર એન્જિન વચ્ચે એન્જિનને વિકસાવવા માટે શેરધારકોની સમજૂતી થઈ છે. આ સાહસો ટેકનોલોજીના હસ્તાંતરણમાં ભારત-ફ્રાંસના સફળ અનુભવને આધારે મહત્વપૂર્ણ ઘટકો અને ટેકનોલોજી નિર્માણ માટે બ્લોકને વહેંચવા અને સંયુક્તપણે વિકસાવવા ટેકનોલોજીના હસ્તાંતરણમાં બંને દેશો વચ્ચે પ્રવર્તમાન વિશ્વાસની ભાવના સાથે સુસંગત છે.
1.3 ભારત અને ફ્રાંસ મેક ઇન ઇન્ડિયાના મોડલ પ્રથમ સ્કોર્પિયન સબમરિન બનાવવાના કાર્યક્રમ (P75 – કલ્વરી)ની સફળતા તથા બંને દેશોમાં કંપનીઓ વચ્ચે નૌકાદળની કુશળતાને વહેંચવાની પ્રશંસા કરે છે. ભારત અને ફ્રાંસ ભારતીય સબમરિનના કાફલા અને એની કામગીરીને વિકસાવવા વધારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં સંશોધન કરવા તૈયાર છે.
1.4 પારસ્પરિક વિશ્વાસમાં મૂળિયા ધરાવતી સંરક્ષણ ક્ષેત્રની આ ઔદ્યોગિક ભાગીદારીના અન્ય ઉદાહરણોમાં શક્તિ એન્જિનના ફોર્જિંગ અને કાસ્ટિંગની ટેકનોલોજીના હસ્તાંતરણ માટે સફ્રાન હેલિકોપ્ટર એન્જિન અને HAL વચ્ચે થયેલો કરાર સામેલ છે. વળી આ કરાર ટેકનોલોજીના હસ્તાંતરણ અને મેક ઇન ઇન્ડિયાને ટેકો આપવા ફ્રાંસની કટિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે.
1.5 આ પ્રકારનું અન્ય એક ઉદાહરણ છે – ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્જ એન્જિનીયર્સ લિમિટેડ (GRSE) અને યુરોપિયન નેવલ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી નેવલ ગ્રૂપ ફ્રાંસ વચ્ચે સમજૂતીકરાર (MoU) છે. બંને કંપનીઓએ સપાટી પરનાં જહાજોનાં ક્ષેત્રમાં જોડાણ કર્યું છે, જે ભારત અને આંતરરાષ્ટ્રીય નૌકાદળોની જરૂરિયાતો પૂર્ણ કરશે.
1.6. આ માટે બંને દેશો સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા પર એક રૂપરેખા અપનાવવા માટે પણ કામ કરી રહ્યાં છે.
1.7 બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ઔદ્યોગિક જોડાણોમાં વધારો કરવાની દ્રષ્ટિએ ભારતે પેરિસમાં એના દૂતાવાસમાં DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા)ની ટેકનિકલ ઓફિસ સ્થાપિત કરી છે.
2) હિંદ-પ્રશાંતને સ્થિરતા અને સતત વિકાસનું ક્ષેત્ર બનાવવા નક્કર સમાધાનો પ્રદાન કરવા
2.1 ભારત અને ફ્રાંસ બે હિંદ-પ્રશાંત દેશો છે, જે આ મહત્વપૂર્ણ વિસ્તાર પર એકસમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. ભારત અને ફ્રાંસ વર્ષ 2018માં અપનાવેલા હિંદ મહાસાગર વિસ્તારમાં ભારત-ફ્રાંસ વચ્ચે સાથસહકારના સંયુક્ત વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અંતર્ગત શરૂ કરેલા સાથસહકારને વધારે ગાઢ બનાવવા કટિબદ્ધ છે તથા એટલે નવી હિંદ-પ્રશાંત રૂપરેખા અપનાવી હતી. તેઓ તેમના પોતાના આર્થિક અને સુરક્ષાના હિતોને જાળવવા સંયુક્તપણે કામ કરવા; વૈશ્વિક સહિયારી સુવિધાઓની સમાન અને સ્વતંત્ર સુલભતા સુનિશ્ચિત કરવા; સામાન્ય વિકાસ કાર્યને પગલે વિસ્તારમાં સમૃદ્ધિ અને સાતત્યતાપૂર્ણ જોડાણ ઊભું કરવા; આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને આગળ વધારવા; વિસ્તારમાં અને એ સિવાય અન્ય વિસ્તારોમાં અન્યો સાથે કામ કરવા તથા સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતતા માટે સન્માન સાથે વિસ્તારમાં સંતુલિત અને સ્થિર વ્યવસ્થા ઊભી કરવા ખભેખભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ છે. તેમણે ન્યૂ કેલેડોનિયા અને ફ્રેંચ પોલીનેશિયાના ફ્રાંસ વિસ્તારોનાં ગાઢ જોડાણો સાથે પ્રશાંત પ્રત્યે તેમના સાથસહકાર પર સૌથી વધુ ધ્યાન આપવાનો અને તેમનો સાથસહકાર વધારવાનો નિર્ણય લીધો છે. હિંદ અને પ્રશાંત મહાસાગરોમાં ફ્રાંસના વિદેશી વિસ્તારો બંને દેશો વચ્ચે હિંદ-પ્રશાંત ભાગીદારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
2.2 આ વિસ્તારમાં સમાન વિચારસરણી ધરાવતા ભાગીદારો સાથે ત્રિસ્તરીય સાથસહકાર હિંદ-પ્રશાંતમાં સાથસહકારનો એક મુખ્ય આધાર બની રહેશે, ખાસ કરીને 4 ફેબ્રુઆરી, 2023ના રોજ મંત્રીમંડળીય સ્તરે સંયુક્ત આરબ અમીરાત અને સપ્ટેમ્બર, 2020માં ઓસ્ટ્રેલિયા સાથે શરૂ થયેલા સંવાદ મારફતે, જે બંને દેશો માટે વ્યૂહાત્મક ભાગીદાર દેશો છે.
સાથસહકારમાં ત્રિકોણીયવિકાસના વિશિષ્ટ મોડલ મારફતે ભારત અને ફ્રાંસ ઇન્ડો-પેસિફિક ટ્રાયંગ્યુલર કોઓપરેશન (IPTDC – હિંદ-પ્રશાંત ત્રિકોણીય સાથસહકાર) ફંડની સ્થાપના પર કામ કરશે, જેનો ઉદ્દેશ આબોહવા અને SDG કેન્દ્રીત નવીનતાઓ તથા હિંદ-પ્રશાંતના ત્રીજા દેશોમાંથી સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવાનો છે. સાથે સાથે આ ફંડનો ઉદ્દેશ આ વિસ્તારમાં વિકસતી ગ્રીન ટેકનોલોજીઓનો વ્યાપ વધારવાનો પણ છે. બંને દેશો IPTDC ફંડ મારફતે ટેકો પ્રાપ્ત કરી શકે એવા વિવિધ પ્રોજેક્ટની ઓળખ સંયુક્તપણે કરશે. આ પહેલ હિંદ-પ્રશાંત વિસ્તારમાં ઇનોવેટર્સને વ્યવહારિક અને પારદર્શક રીતે વૈકલ્પિક ફંડ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે તેમજ ભારત-યુરોપિયન યુનિયન કનેક્ટિવિટી પાર્ટનરશિપનો મુખ્ય આધારસ્તંભ પણ બનશે, જે વર્ષ 2021માં શરૂ થઈ હતી.
· 3) આપણાં વ્યૂહાત્મક સંબંધોના હાર્દમાં અંતરિક્ષ ક્ષેત્રને સ્થાન આપવું
· 3.1 અંતરિક્ષ, અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત ટેકનોલોજીઓની સુલભતા તથા અંતરિક્ષ ડેટા અને ક્ષમતાઓનો ઉપયોગ કરતી સેવાઓ અને ઉપયોગિતાઓ વિકસાવવી – આ આપણી સોસાયટીઓ કે સંગઠનોની નવીનતા, વૈજ્ઞાનિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનું હાર્દ છે. ભારત અને ફ્રાંસે સામાન્ય હિતોના તેમના કાર્યક્રમોને મજબૂત કરીને અંતરિક્ષ ક્ષેત્રનાં તમામ ક્ષેત્રોમાં તેમનો સાથસહકાર ગાઢ બનાવવાનો નિર્ણય લીધો છે, જેમાં સામેલ છેઃ
· 3.2.1 વૈજ્ઞાનિક અને વાણિજ્યિક ભાગીદારીઃ TRISHNA અભિયાનના વિકાસ અને જળ સંસાધનનું વ્યવસ્થાપન, દરિયાઈ સંસાધનો અને હવાની ગુણવત્તા પર નજર, અંતરિક્ષ સંશોધન (મંગળ, શુક્ર), દરિયાઈ ક્ષેત્ર પર નજર, ભારતના ગગનયાન કાર્યક્રમ સાથે જોડાણમાં લોંચર્સ અને સમાનવ ઉડ્ડયન જેવા મુદ્દાઓ પર સ્પેસ ક્લાઇમેટ ઓબ્ઝર્વેટરી (SCO)ની અંદર પ્રવૃત્તિઓ સાથે CNES અને ISRO બે માળખાગત ધરીઓ એટલે કે આબોહવા અને પર્યાવરણની ફરતે મુખ્યત્વે તેમની ભાગીદારીને મજબૂત કરશે.
· 3.2.2 અંતરિક્ષમાં પ્રવેશની સુવિધાઃ ભારત અને ફ્રાંસ અંતરિક્ષમાં સાર્વભૌમિક પ્રવેશ અને તેમના અંતરિક્ષ ઉદ્યોગોની કામગીરી સાથે અંતરિક્ષની સુલભતાની સુવિધાને વેગ આપવા ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓના વિકાસની દ્રષ્ટિએ તેમના સમન્વયને મજબૂત કરવા કામ કરશે.
· 3.2.3 ભારત અને ફ્રાંસ તાજેતરમાં સંસ્થાગત થયેલા દ્વિપક્ષીય વ્યૂહાત્મક અંતરિક્ષ સંવાદ મારફતે જોડાણને પણ જાળવી રાખશે.
4) આપણા નાગરિકોનું વધારે સારી રીતે રક્ષણ કરવા નવા જોખમો ધરાવતા આતંકવાદ સામે લડાઈનો સ્વીકાર
4.1 ભારત અને ફ્રાંસ આતંકવાદ સામેની લડાઈમાં હંમેશા એકબીજાની પડખે ઊભા રહ્યાં છે. તેઓ જોખમોના બદલાતાં સ્વરૂપોથી આગળ રહેવા તમામ પાસાં પર સાથસહકારને મજબૂત બનાવશે. તેમાં કાર્યકારી સાથસહકાર, બહુપક્ષીય કામગીરી, ઓનલાઇન કટ્ટરતા કે ધર્માંધતાનો સામનો કરવો અને આતંકવાદને નાણાકીય સહાય અટકાવવા જેવી બાબતો સામેલ હશે, ખાસ કરીને નો મની ફોર ટેરર (NMFT) પહેલ મારફતે તથા આતંકવાદી અને હિંસક ઉગ્રવાદી ઓનલાઈન સામગ્રીને નાબૂદ કરવા ક્રાઇસ્ટચર્ચ કોલ ટૂ એક્શન દ્વારા.
4.2 ભારત અને ફ્રાંસ આંતરિક સુરક્ષા અને સરહદ પારના સંગઠિત અપરાધ સામેની લડાઈ પર તેમનો સાથસહકાર વધારી રહ્યાં છે, જેમાં માનવીય તસ્કરી, નાણાકીય અપરાધ અને પર્યાવરણલક્ષી અપરાધ સામેલ છે. તેઓ આતંકવાદનો સામનો કરવાના ક્ષેત્રમાં સાથસહકાર માટે ભારત અને ફ્રાંસ વચ્ચે ઇરાદાના પત્ર દ્વારા ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા દળ (NSG) અને ફ્રાંસના ગ્રૂપ દ'ઇન્ટરવેન્શન દા લા જેનડાર્મેરી નેશનલ વચ્ચે સાથસહકારને ઔપચારિક સ્વરૂપ આપવા કામ કરી રહ્યાં છે.
4.3 આંતરિક સુરક્ષા પર સાથસહકારનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે – બંને દેશોની આંતરિક સુરક્ષા સંસ્થાઓ દ્વારા ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ.
5) નવેસરથી અસરકારક બહુપક્ષીયવાદને પ્રોત્સાહન
5.1 ભારત અને ફ્રાંસ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાના પ્રયાસોને નકારે છે તથા ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં વ્યક્ત થયેલા સિદ્ધાંતોની ઉપેક્ષાને તેમજ સમકાલીન નવી વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા વૈશ્વિક વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે કટિબદ્ધ છે.
5.2 ભારત અને ફ્રાંસ એની બે કેટેગરીઓમાં સભ્યો વધારવા સુરક્ષા પરિષદમાં સુધારાને પ્રોત્સાહન આપે છે. તેઓ જી4ની વિશ્વસનિયતાને ટેકો આપે છે અને એટલે નવા કાયમી સભ્યો તરીકે સુરક્ષા પરિષદમાં સામેલ થવા ભારતને સામેલ કરવા અને કાયમી સભ્યો વચ્ચે આફ્રિકામાંથી અસરકારક પ્રતિનિધિત્વની બાબતોને ટેકો આપે છે તેમજ સામૂહિક અત્યાચારોના કેસમાં વીટોના ઉપયોગને નિયંત્રિત કરવા સંવાદ હાથ ધરવા સંમત છે.
5.3 ભારત અને ફ્રાંસ પેરિસ એજન્ડાને ટેકો આપે છે, જેની ઓળખ વિકાસ અને પર્યાવરણની તરફેણમાં કડક પગલાં લેવા ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિયલ પેક્ટ માટે શિખર સંમેલન પછી થઈ છે.
6) આપણા દેશો માટે પ્રગતિ અને સ્વતંત્રતાના વિજ્ઞાન, ટેકનોલોજીકલ નવીનતા અને એકેડેમિક સહકારના પરિમાણો ઊભા કરવા સંયુક્ત બળો.
6.1 ભારત અને ફ્રાંસ તેમના સંબંધિત વિસ્તારોમાં મુખ્ય સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ છે. 21મી સદીના પડકારોનું સમાધાન કરવામાં ટેકનોલોજીની હાર્દરૂપ ભૂમિકાને સમજીને ભારત અને ફ્રાંસ સંશોધનલક્ષી ભાગીદારીઓ અને ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવા તેમના સાથસહકારને ગાઢ બનાવવા સંમત થયા છે, જે આપણા દેશોની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા આવશ્યક છેઃ
· 6.1.1 વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સાથસહકારઃ ભારત અને ફ્રાંસ ભારત-ફ્રાંસ સંયુક્ત વ્યૂહાત્મક સમિતિની રચના કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાના મહત્વને સમજે છે, જે સમયેસમયે નિર્ધારિત સહિયારી પ્રાથમિકતાના વિષયો (ઉદાહરણ તરીકે, અંતરિક્ષ, ડિજિટલ, મહત્વપૂર્ણ ટેકનોલોજીઓ, ઊર્જા, પારિસ્થિતિક અને શહેરી પરિવર્તન, સ્વાસ્થ્ય) પર ફ્રેંચ નેશનલ રિસર્ચ એજન્સી (ANR)ને સાંકળતા વિવિધ પ્રોજેક્ટ માટે કામ કરવાની અપીલ કરશે તેમજ તેમના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહકારના સાધનોને નોંધપાત્ર રીતે મજબૂત કરશે, ખાસ કરીને ઇન્ડો-ફ્રેંચ સેન્ટર ફોર ધ પ્રમોશન ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (CEFIPRA) અને એકબીજા સાથે વિચારણા કરીને તેઓ સમર્પિત છે એ સંસાધનોમાં.
· 6.1.2 મહત્વપૂર્ણ ટેકનોલોજીઓઃ
મહત્વપૂર્ણ ટેકનોલોજીઓઃ વર્ષ 2019માં સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી પર અપનાવેલી ઇન્ડો-ફ્રેંચ રૂપરેખાને આધારે ભારત અને ફ્રાંસે અદ્યતન ડિજિટલ ટેકનોલોજીઓ પર મહત્વાકાંક્ષી દ્વિપક્ષીય સાથસહકાર હાથ ધર્યો છે, ખાસ કરીને સુપરકમ્પ્યુટિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ટેકનોલોજીઓના ક્ષેત્રોમાં, જેમાં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (GPIA)નું માળખું સામેલ છે. જ્યારે તેઓ મહત્વપૂર્ણ ડિજિટલ ટેકનોલોજીઓના સંશોધન અને વિકાસ, નવીનતા અને ઔદ્યોગિક ઉપયોગિતા પર તેમના સાથસહકારને વધારે ગાઢ બનાવશે, ત્યારે આબોહવનામાં પરિવર્તન અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા આ ટેકનોલોજીઓ સ્થાપિત કરવા ધ્યાન કેન્દ્રિત પણ કરશે.
· 6.1.3 સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સાથસહકારઃ ભારત અને ફ્રાંસ સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્રમાં તેમનો સાથસહકાર વધારવા સંમત થયા છે. તેના પ્રથમ પગલાં સ્વરૂપે તેમણે સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્રમાં સાથસહકાર માટે ઇરાદના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જે ડિજિટલ હેલ્થ, હેલ્થકેર માટે AI, મેડિકલ વેસ્ટ ટ્રીટેમેન્ટ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ સામે લડાઈ માટે વન હેલ્થ અભિગમ તતા તબીબી ડૉક્ટર્સની તાલીમ સહિત નવા ક્ષેત્રોમાં સાથસહકાર માટે આધાર પ્રદાન કરે છે. ભારત અને ફ્રાંસ આરોગ્યલક્ષી કટોકટીનું નિવારણ, સજ્જતા અને પ્રતિક્રિયા પર જોડાણ પણ કરશે. બંને દેશો ડિજિટલ હેલ્થ ટેકનોલોજીસ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, માનવ સંસાધનો અને કૌશલ્યોમાં તેમના સાથસહકારને પણ વધારશે.
· 6.1.4 સ્વાસ્થ્ય માટે ઇન્ડો-ફ્રેંચ કેમ્પસઃ ભારત અને ફ્રાંસ વર્ષ 2022માં હિંદ-પ્રશાંત માટે સ્વાસ્થ્ય પર ઇન્ડો-ફ્રેંચ કેમ્પસ પર પ્રગતિને આવકારે છે, જે વિસ્તારનાં દેશો માટે ખુલ્લું છે, મુખ્ય ફ્રાંસમાં કેટલીક યુનિવર્સિટીઓ અને લા રિયુનિયન આઇલેન્ડનું ભારતીય સંસ્થાઓ સાથે ભાગીદારીનું નવીન સ્વરૂપ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આપણી ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનાનું હાર્દમાં યુવા પેઢી, સંશોધન અને રચના ધરાવે છે, જે સ્વાસ્થના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથસહકારને મજબૂત કરવા એક માધ્યમ બની ગઈ છે તેમજ પ્રાદેશિક સ્તરે યુનિવર્સિટીઓ અને સંશોધન માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ચાર પ્રોજેક્ટને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દ્વિપક્ષીય માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ્સ બનાવવા ટેકો પ્રાપ્ત છે, જેમાંથી સોર્બોન યુનિવર્સિટી-IIT દિલ્હી કાર્યક્રમ જોડાણમાં સંશોધનલક્ષી પ્રોજેક્ટ ધરાવે છે, જે કેન્સરના અભ્યાસો, ન્યૂરોસાયન્સિસ, બાયોટેકનોલોજી અને બાયોમેડિકલ એન્જિનીયરિંગમાં ચાલી રહ્યાં છે તથા અન્ય અભ્યાસો ચાલુ થશે.
· ઇન્સ્ટિટ્યૂટ પેસ્ટીયુર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR – ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) વચ્ચે સમજૂતીકરાર (MoU) જાન્યુઆરી, 2022માં થયા હતા, જેમાં સારી પ્રગતિ જોવા મળી છે, જેમાં બંને દેશો હૈદરાબાદમાં પેસ્ટીયુર સેન્ટરની સ્થાપના માટે સંયુક્તપણે કામ કરી રહ્યાં છે.
· 6.1.5 સાયબર ક્ષેત્રમાં સાથસહકારઃ ભારત અને ફ્રાંસે દ્વિપક્ષીય સંબંધોમાં સાયબર ક્ષેત્રના વધી રહેલા વ્યૂહાત્મક મહત્વની ફરી પુષ્ટિ કરી છે તથા સાયબર સાથસહકારને ગાઢ બનાવવામાં દ્વિપક્ષીય સાયબર સંવાદની ભૂમિકા પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રની સાયબર પ્રક્રિયાઓ પર એકબીજાના અભિપ્રાયોની પ્રશંસા કરી હતી, જે પ્રથમ અને ત્રીજી સમિતિઓમાં પ્રગતિમાં છે તથા પારસ્પરિક હિતની બાબતો પર એકબીજા સાથે ગાઢ રીતે કામ કરવા કટિબદ્ધ છે. બંને દેશો વર્તમાન પ્રથમ સમિતિ 2021-2025 ઓપન-એન્ડેડ કાર્યકારી જૂથની ચર્ચાઓનો ટેકા આપવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા, જેમાં ICTsના વપરાશમાં દેશના જવાબદાર અભિગમ પર કામગીરી કરવાના કાર્યક્રમની સ્થાપનાની ભવિષ્યની સંભવિતતા સામેલ છે. જ્યારે બંને દેશો સાયબર અપરાધોનું નિવારણ કરવા, અટકાવવા, ઘટાડવા, તપાસ કરવા અને કાયદેસર કાર્યવાહી કરવા માટે આંતરરાષ્ટ્રીય સાથસહકારને અસરકારક અને કાર્યદક્ષ રીતે વધારવા સંયુક્ત રાષ્ટ્રનાં માળખા અંતર્ગત અપરાધિક ઉદ્દેશો કે ગુનાહિત કાર્યો માટે ICTsના ઉપયોગોનો સામનો કરવા સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંમેલનનો વ્યાપ વધારવા એકબીજા સાથે ગાઢપણે કામ કરવા સંમત થયા હતા, ત્યારે પીડિતો માટે ઝડપથી ન્યાય અને મૂળભૂત અધિકારોના રક્ષણને સુનિશ્ચિત કરવા સંમત થયા હતા. ભારતે સાયબર માળખાને મજબૂત કરવા અને સાયબર ક્ષેત્રમાં વિકસતા સાયબર જોખમો દ્વારા ઊભા થયેલા પડકારોનું સમાધાન કરવા સાયબર સજ્જતા વધારવા ક્ષમતાનિર્માણના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી. બંને દેશો સાયબર જોખમની પૃષ્ઠભૂમિમાં બદલાતી રાષ્ટ્રીય સાયબર સુરક્ષાની વ્યૂહરચનાના અભિપ્રાયો અને વિકાસ, શ્રેષ્ઠ રીતો, માહિતીનું આદાનપ્રદાન કરવા સંમત થયા હતા.
· 6.1.6 ડિજિટલ નિયમનઃ ભારત અને ફ્રાંસ ફ્રેંચ ડેટા સુરક્ષા સત્તામંડળ CNIL જેવી ફ્રેંચ સંસ્થાઓ અને પ્રસ્તુત ભારતીય સંસ્થાઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. યુરોપિયન સ્તરે તેઓ ડિજિટલ નિયમન અને ડેટાની ગોપનીયતા પર યુરોપિયન યુનિયન સાથે ગાઢ ચર્ચાને ટેકો આપી રહ્યાં છે. તેઓ માહિતી અને લોકશાહી પર ભાગીદારીના ઉદ્દેશોને ટેકો આપે છે.
· 6.1.7 ડિજિટલ ટેકનોલોજીસ પર સાથસહકારઃ ભારત અને ફ્રાંસ ડિજિટલ ટેકનોલોજીઓમાં ઝડપથી પ્રગતિ અને પરિવર્તનને સમજે છે તથા ડિજિટલાઇઝેશન પ્રત્યે તેમના અભિગમોમાં તેમની સંબંધિત ક્ષમતાઓ અને વૈચારિક જોડાણનો ઉપયોગ કરવા સંમત થયા છે. બંને દેશો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબરસુરક્ષા, સ્ટાર્ટ અપ, AI, સુપરકમ્પ્યુટિંગ, 5G/6G ટેલીકોમ અને ડિજિટલ કૌશલ્યોના વિકાસ જેવા ક્ષેત્રોમાં તેમના સાથસહકારને વધારે ગાઢ બનાવવા કટિબદ્ધ છે.
· સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી પર ભારત-ફ્રાંસ રૂપરેખા સાથે સુસંગત રીતે ભારત અને ફ્રાંસે તેમની સાયબર સુરક્ષા સંસ્થાઓ અને સંબંધિત ઇકોસિસ્ટમ ભાગીદારોના જોડાણની કટિબદ્ધતા વ્યક્ત કરી છે, જેનો ઉદ્દેશ શાંત, સુરક્ષિત અને ઉદાર સાયબરસ્પેસને પ્રોત્સાહન આપવાનો છે.
· નવીનતા, રોજગારીનું સર્જન અને આર્થિક વૃદ્ધિનો પ્રેરિત કરતાં સ્ટાર્ટઅપ્સની દૂરગામી સંભાવનાઓનો સમજીને બંને દેશો તેમના સંબંધિત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિક નેટવર્ક્સ વચ્ચે જોડાણને વધારીને દ્વિપક્ષીય સાથસહકારની સુવિધા આપવા તેમની સહિયારી કટિબદ્ધતા પર ભાર મૂકે છે. વર્ષ 2022માં વિવાટેકમાં વર્ષના પ્રથમ દેશ તરીકે ભારતની ભાગીદારી અને ચાલુ વર્ષે મહત્વપૂર્ણ સ્તરે પરિણામી ભાગીદારી ભારતની ડિજિટલ યુગમાં વિશિષ્ટ ભૂમિકા અને સ્થિતિને વ્યક્ત કરે છે તથા ડિજિટલ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ માટે એક પાર્ટનર તરીકે એનું ઊંડું મૂલ્ય દર્શાવે છે.
· ભારત અને ફ્રાંસ તેમના નાગરિકોને સક્ષમ બનાવતી ઇકોસિસ્ટમને પોષણ આપવા અને જોડાણ ઊભા કરવા તથા ડિજિટલ સદીમાં તેમની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. આ ભાવના સાથે ગયા અઠવાડિયે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને ફ્રાંસની લાયરા કલેક્ટે ફ્રાંસ અને યુરોપમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો અમલ કરવા એક સમજૂતીનો અમલ કર્યો હતો. પેમેન્ટ વ્યવસ્થા નિર્માણના એના અંતિમ તબક્કામાં છે તથા સપ્ટેમ્બર, 2023 સુધીમાં લાઇવ થશે, જેમાં પેરિસનો ઐતિહાસિક એફિલ ટાવર UPI સ્વીકાર કરનાર ફ્રાંસમાં પ્રથમ મર્ચન્ટ છે.
· ઉદાર, મુક્ત, લોકતાંત્રિક અને સર્વસમાવેશક ડિજિટલ અર્થતંત્રો અને ડિજિટલ સમાજોના વિકાસ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)ના અભિગમની ક્ષમતામાં સહિયારા વિશ્વાસ સાથે ભારત અને ફ્રાંસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ (ઇન્ડિયા ફ્રાંસ સ્ટ્રાક્ચર્સ) અને ઇન્ફિનિટી (ઇન્ડિયા ફ્રાંસ ઇનોવેશન ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી) પ્લેટફોર્મ્સ મારફતે એકથી વધારે હિતધારકો વચ્ચે અદ્યતન આદાનપ્રદાનો ધરાવે છે. અમે આપણી બંનેની ડિજિટલ ઇકોસિસ્ટમ્સે એકમંચ પર આવીને કરેલી પ્રગતિની ઉજવણી કરીએ છીએ તથા DPIમાં આ વિવિધ સંયુક્ત પ્રોજેક્ટ કેવી રીતે તમામ ક્ષેત્રોમાં દૂરગામી અસર કરી શકે છે એને સમજીએ છીએ. DPI અભિગમ નાગરિકોને સક્ષમ બનાવવા ટેકનોલોજી, બજારો અને વહીવટીનો ઉપયોગ કરે છે, આર્થિક અને સામાજિક પરિવર્તનને પ્રેરિત કરે છે, જાહેર સેવા પ્રદાન કરવાની અસરકારકતા વધારે છે તથા સૌર્વભૌમિક અને સતત ડિજિટલ સમાધાનો માટે બજારની સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપે છે, સતત વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં પણ પ્રદાન કરે છે. DPI સાથસહકારનાં સહિયારા પ્રયાસોના ભાગરૂપે ભારત અને ફ્રાંસ અવરજવર, વાણિજ્ય અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં પ્રારંભિક કેન્દ્રિત ક્ષેત્રો તરીકે અતિ અસરકારક પહેલોની સંભાવનાની પારસ્પરિક સમજણ ધરાવે છે, જે ખુલ્લી આચારસંહિતાઓનો ઉપયોગ કરીને સફળ પ્લેટફોર્મ્સ વચ્ચે આંતરજોડાણના મહત્વપૂર્ણ ફાયદા પ્રદર્શિત કરે છે. બંને દેશો આપણા બંને દેશો વચ્ચે આ પ્રકારનાં જોડાણમાં વધારાને આવકારે છે તથા હિંદ-પ્રશાંત, આફ્રિકા અને વિશ્વના અન્ય દેશોમાં આ અભિગમને લઈ જવા એકબીજાને સાથસહકાર આપવા કટિબદ્ધ છે.
II પૃથ્વી માટે ભાગીદારી
1) અમારા આબોહવાલક્ષી ઉદ્દેશોને પૂર્ણ કરવા ઊર્જા સુરક્ષાને મજબૂત કરવી
1.1 ભારત અને ફ્રાંસ ભારતનાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ દ્વારા ઊર્જાની વધતી માગ, ઊર્જાસુરક્ષાની વધતી માગ તથા SDG7 (સતત વિકાસ લક્ષ્યાંક 7) અને પેરિસ આબોહવા સમજૂતીના ઉદ્દેશોની વધતી માગના ત્રિસ્તરીય ઉદ્દેશો સાથે કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતાં અર્થતંત્ર તરફ આગેકૂચ પર ગાઢ સાથસહકાર આપી રહ્યાં છે. ભારત અને ફ્રાંસ સમજે છે કે, ઊર્જા મિશ્રણમાં સ્વચ્છ ઊર્જાના સ્તોત્રોના હિસ્સામાં વધારો પેરિસ સમજૂતીનાં લાંબા ગાળાનાં ઉદ્દેશો હાંસલ કરવા જરૂરી છે. તેઓ આ માટે સંયુક્તપણે કામ કરવા કટિબદ્ધ છે, જે ઊર્જાસુરક્ષાની સમસ્યાઓનું સમાધાન એકસાથે કરવાનાના મહત્વ પર ભાર મૂકે છે. ભારત અને ફ્રાંસ એકસમાન વિશ્વાસ ધરાવે છે કે, પરમાણુઊર્જાના વપરાશ સહિત આબોહવામાં પરિવર્તન સામેની લડાઈમાં સતત સમાધાનો ચાવીરૂપ છે.
1.2 હિંદ-પ્રશાંતમાં આબોહવામાં પરિવર્તન સામે અને પર્યાવરણનાં સંરક્ષણ માટે લડાઈઃ ભારત અને ફ્રાંસ ઇન્ડો-પેસિફિક પાર્ક્સ ફ્રેન્ડશિપ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (IPOI) સહિત બહુપક્ષીય અને ત્રીજા દેશોની પહેલો મારફતે વિસ્તારના દેશોને સતત વિકાસ માટેના સમાધાનો ઓફર કરશે, જેનો ઉદ્દેશ દરિયાઈ અને પ્રાદેશિક જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. તેમણે તેમની વિકાસલક્ષી બેંકો વચ્ચે સંવાદને આવકાર આપ્યો છે, જેનો ઉદ્દેશ સતત વિકાસની તરફેણમાં હિંદ-પ્રશાંત વિસ્તારમાં બેંકોની કામગીરી વધારવાનો છે (SUFIP પહેલ – હિંદ-પ્રશાંતમાં સતત ધિરાણ). ભારત અને ફ્રાંસ દરિયાઈ અર્થતંત્ર, પ્રાદેશિક મજબૂતી અને આબોહવાલક્ષી કામગીરી માટે ધિરાણ સાથે સંબંધિત મુદ્દાઓ પર સંવાદ અને સાથસહકારને પ્રોત્સાહન આપશે. ભારત અને ફ્રાંસ કુદરતી જોખમો અને આબોહવામાં પરિવર્તન સાથે જોડાયેલી આફતો સાથે સંબંધિત ધારણા અને કામગીરીમાં તેમનો સાથસહકાર વધારશે, જે માટે તેમના નાગરિક સુરક્ષા સંગઠનો વચ્ચે જોડાણને મજબૂત કરશે તથા તેમન જાણકારીઓ, કુશળતાઓ અને સીડ ધિરાણની વહેંચણી કરશે, ખાસ કરીને આફતમાં કામગીરીના માળખા માટે ગઠબંધનની અંદર.
1.3 ઇલેક્ટ્રોન્યૂક્લીઅરઃ બંને દેશોએ જૈતાપુર ન્યૂક્લીઅર પાવર પ્રોજેક્ટ (JNPP) સાથે સંબંધિત ચર્ચા દરમિયાન થયેલી પ્રગતિને આવકારી હતી. તેમણે EPR રિએક્ટર્સ સાથે પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ભારતમાંથી સિવિલ ન્યૂક્લીઅર એન્જિનીયર્સ અને ટેકનિશિયનોની તાલીમ માટે EDFની દરખાસ્તને આવકારી હતી તેમજ આ સંબંધમાં સમજૂતી વહેલાસર થાય એ માટે આતુર છે. સ્કિલ ઇન્ડિયાની પહેલને સુસંગત રીતે ફ્રાંસના પ્રસ્તુત સંગઠનો પરમાણુ ક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે તાલીમ વધારવા અને ઇન્ટર્નશિપને પ્રોત્સાહન આપવા/સુવિધા આપવા ભારતીય સંસ્થાઓ સાથે પણ કામ કરશે. બંને દેશો ઓછી અને મધ્યમ ઊર્જા ધરાવતા મોડ્યુલર રિએક્ટર્સ અથવા સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMR) અને એડવાન્સ્ડ મોડ્યુલર રિએક્ટર્સ (AMR) પર જોડાણ કરવા પણ કામ કરવા સંમત થયા હતા. આપણા બંને દેશો પરમાણુ ટેકનોલોજીઓના વિકાસ માટે જુલ્સ હોરોવિત્ઝ રિસર્ચ રિએક્ટર (JHR) પર તેમનો સાથસહકાર ચાલુ રાખશે તથા તેમનું આદાનપ્રદાન વધારશે.
1.4 ડિકાર્બોનેટેડ હાઇડ્રોજનઃ ગ્રીન હાઇડ્રોજન પર રૂપરેખાની સ્વીકાર્યતા પછી ભારત અને ફ્રાંસ ડિકાર્બોનેટેડ હાઇડ્રોજનના ઉત્પાદનની ક્ષમતાઓમાં નવીનતામાં અને નિયમનકારક ધારાધોરણોમાં ગાઢ સાથસહકાર વિકસાવી રહ્યાં છે. બંને દેશો કાર્યકારી સમાધાનોનો અમલ કરવા બંને દેશોની કંપનીઓ વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીઓને પણ પ્રોત્સાહન આપે છે.
1.5 ભારત અને ફ્રાંસ અક્ષય ઊર્જાઓના સ્તોત્રોનો સતત વિકાસ કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને સૌર ઊર્જા પર ભારત અને ફ્રાંસ પોતાનો સાથસહકાર વધારવા તથા ત્રીજા દેશોને તેમના સૌર કાર્યક્રમોમાં ટેકો આપવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ કરવા કામગીરી કરી રહ્યાં છે, ખાસ કરીને STAR-C કાર્યક્રમ મારફતે અને સેનેગલમાં સંયુક્ત સંશોધન અને વિકાસ મારફતે સૌર અકાદમી સ્થાપિત કરવામાં.
1.6 જળવિદ્યુતશક્તિ પર ભારત અને ફ્રાંસ બંને દેશોમાં તેમના સાથસહકારને વધારી રહ્યાં છે અને વિવિધ વ્યવસાયિક પ્રોજેક્ટનો ટેકો આપે છે, ખાસ કરીને હાલના ઇન્સ્ટોલેશનના રિનોવેશનમાં, વહેતી નદીના સમાધાનોને પ્રોત્સાહન આપવામાં અને પમ્પથી સંગ્રહના સમાધાનોમાં.
1.7 ઊર્જાદક્ષતા: વીજળીનાં પુરવઠાનું અતિ કુશળ નેટવર્ક વિકસાવવા, પોતાનાં અર્થતંત્રમાં ઊર્જાનો વપરાશ ઘટાડવા અને પોતાની બિલ્ડિંગો, શહેરી, ઔદ્યોગિક અને પરિવહન સુવિધાઓની ઊર્જાલક્ષી કામગીરી સુધારવાના ભારતના પ્રયાસોને ફ્રાંસ ટેકો આપે છે, જે ભારતમાં હાથ ધરવામાં આવેલા સ્માર્ટ સિટીઝ કાર્યક્રમોની સફળતા પર આધારિત છે. બંને દેશો ઊર્જાનાં આંકડાના એકત્રીકરણ અને વિશ્લેષણ કરવામાં કુશળતાઓ વહેંચવાની શક્યતાઓ ચકાસવા સંમેત થયા હતા.
2) આબોહવામાં પરિવર્તન, જૈવવિવિધતાના નાશ અને પ્રદૂષણની ત્રિસ્તરીય કટોકટીઓનું સંયુક્તપણે સમાધાન
2.1 આબોહવામાં પરિવર્તન, પર્યાવરણલક્ષી પ્રદૂષણ અને જૈવવિવિધતાના નાશનાં ત્રિસ્તરીય પડકારોથી વાકેફ ભારત અને ફ્રાંસ તેમનો સાથસહકાર ગાઢ બનાવવા કટિબદ્ધ છે. આબોહવામાં પરિવર્તનના પરિણામો જાહેર સ્વાસ્થ્ય માટે વાસ્તવિક જોખમ પણ હોવાથી ભારત અને ફ્રાંસ એકસમાન સ્વાસ્થ્યના અભિગમના જુસ્સામાં જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સાથસહકાર આપી રહ્યાં છે, જે માટે PREZODE (પ્રિવેન્ટિવ ઝૂનોટિક ડિસીઝ ઇમર્જન્સ) પહેલમાં સાથસહકાર, મહામારીઓ પર સમજૂતીની વાટાઘાટોમાં ભાગીદારી તથા હોસ્પિટલ અને ફાર્માસ્યુટિકલ સાથસહકારનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને ચકાસી રહ્યાં છે. ફેબ્રુઆરી, 2022માં સ્વીકૃત બ્લૂ ઇકોનોમી અને ઓશન ગવર્નન્સ (દરિયાઈ અર્થતંત્ર અને દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત વહીવટ) પર રૂપરેખાનાં ભાગરૂપે મત્સ્યપાલનના સંસાધનોના સતત વ્યવસ્થાપન પર જોડાણ તથા દરિયાઈ સંશોધન અને ટેકનોલોજીઓ પર IFREMER અને NIOT/MoES વચ્ચે સમજૂતીથી સાથસહકારનાં નવા ક્ષેત્રો ઊભા થશે. તેઓ વર્ષ 2025માં UNOC અગાઉ જી20ની અંદર દરિયા પર સંવાદ શરૂ કરવા ટેકો આપશે.
2.2 આબોહવાલક્ષી પરિવર્તનઃ ભારત અને ફ્રાંસ શક્ય એટલી વહેલી ઝડપી કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાની પોતાની આબોહવાલક્ષી મહત્વાકાંક્ષાઓ સતત વધારવા કટિબદ્ધ છે તેમજ અનુક્રમે વર્ષ 2050 અને 2070થી મોડાં નહીં.
2.3 પર્યાવરણને અનુકૂળ બિલ્ડિંગોનું નિર્માણઃ ભારત અને ફ્રાંસ આબોહવા અને જૈવવિવિધતાની નીતિઓની સફળતામાં કાર્બન ઉત્સર્જનથી મુક્ત અને મજબૂત બિલ્ડિંગોનું મહત્વ સમજે છે તથા નાગરિકોની સલામતી અને સુખાકારીમાં પ્રદાન પણ કરે છે. જ્યારે આ માટે ભારત અને ફ્રાંસે નવી બિલ્ડિંગોના નિર્માણનું સામાન્યીકરણ કરવા તથા લગભગ ઝીરો ઉત્સર્જનલક્ષી કામગીરી સાથે હાલની બિલ્ડિંગોનું રિનોવેશન કરવા તેમજ ભવિષ્યની આબોહવાને સ્વીકારવા જોડાણ કર્યું છે, ત્યારે ઇમારતોની વાસ્તુકળા (આર્કિટેક્ચર)માં વિવિધતા વધારી રહ્યાં છે. આ સંદર્ભમાં ભારત અને ફ્રાંસ એક અભિગને પ્રોત્સાહન આપે છે, જે મુખ્યત્વે નિર્માણમાં સંશોધનોની કાર્યદક્ષતા અને કસકસરતયુક્ત વપરાશ પર આધારિત છે. આ અભિગમ મિશન LiFE કે લાઇફસ્ટાઇલ્સ ફોર એન્વાયર્મેન્ટ (પર્યાવરણ માટે જીવનશૈલીઓ)ને સુસંગત છે, જેને ભારતે અપનાવ્યો છે અને ઓક્ટોબર, 2022માં ફ્રાંસે ટેકો આપ્યો હતો.
2.4 ફરતું અર્થતંત્ર અને પ્લાસ્ટિકનું પ્રદૂષણઃ ભારત અને ફ્રાંસ પ્લાસ્ટિકના પ્રદૂષણનો અંત લાવવા નવા કાયદેસર ફરજિયાત આંતરરાષ્ટ્રીય માધ્યમની હાલ ચાલુ વાટઘાટામાં સક્રિયપણે સંકળાયેલા છે. ભારત અને ફ્રાંસ સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદૂષણની નાબૂદી પર ભારત-ફ્રાંસની કટિબદ્ધતામાં નવા દેશોને જોડવા કાર્યરત છે.
2.5 જૈવવિવિધતાનો નાશઃ ભારત અને ફ્રાંસ કુન્મિંગ-મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાઇવર્સિટી ફ્રેમવર્ક (KMGBF) અને એના અસરકારક અમલીકરણનાં લક્ષ્યાંકો અને હેતુઓના મહત્વને સમજે છે, જે વૈશ્વિક છે, રાષ્ટ્રીય સ્થિતિસંજોગો, પ્રાથમિકતાઓ અને ક્ષમતાઓ સાથે સુસંગત છે. ભારત અને ફ્રાંસ ઇન્ડો-પેસિફિક પાર્ક્સ પાર્ટનરશિપ (I3P)નો અમલ કરવાનું ચાલુ રાખશે. ભારત અને ફ્રાંસ સુસંગત અને સહકારયુક્ત રીતે જૈવવિવિધતાના નાશ અને દરિયાની ઇકોસિસ્ટમ્સના નાશની સમસ્યાનું સમાધાન કરવા રાષ્ટ્રીય અધિકારક્ષેત્રથી પર ક્ષેત્રો (BBNJ)માં દરિયાઈ જૈવવિવિધતાનાં સંરક્ષણ અને સતત વપરાશ પર સંધિની સ્વીકાર્યતાને આવકારે છે.
3) ભારતમાં શહેરી અને પારિસ્થિતિક કામગીરીઓ તથા સામાજિક સર્વસમાવેશકતાને ટેકો આપવો
3.1 ભારત શહેરી પરિવર્તનને સફળતાપૂર્વક હાંસલ કરવા પોતાની કુશળતા, પોતાની કંપનીઓ અને એની પસંદગીની ભાગીદાર ફ્રેંચ ડેવલપમેન્ટ એજન્સી (AFD) મારફતે ફ્રાંસ સાથે જોડાણ કરવાનો ઇરાદો ધરાવે છે.
3.2 કચરાનું સંકલિત વ્યવસ્થાપનઃ ભારત અને ફ્રાંસ કચરાનાં સંકલિત વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ફરતાં અર્થતંત્રને પ્રોત્સાહન આપીને શહેરોને ટેકો આપવા સમાધાનો પર તેમના જોડાણને ગાઢ બનાવી રહ્યાં છે, જેમાં કચરાનું એકત્રીકરણ અને પરિવહન, કચરામાંથી સંપત્તિનું સર્જન કરતાં સમાધાનો, શહેરો દ્વારા પ્રવાહી અને ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુધારાલક્ષી કામગીરીઓ સંકળાયેલી છે. સિટી ઇન્વેસ્ટમેન્ટ્સ ટૂ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ એન્ડ સસ્ટેઇન (CITIIS 2.0) કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત આ ક્ષેત્રમાં નવીન સમાધાનોને પ્રોત્સાહન આપશે. CITIIS 2.0નો ઉદ્દેશ રાજ્ય સ્તરે આબોહવાલક્ષી વહીવટને પ્રોત્સાહન આપવાનો અને મ્યુનિસિપલ કામગીરીઓની ક્ષમતા ઊભી કરવાનો પણ છે.
3.3 પરિવહન અને શહેરી અવરજવરઃ ભારત અને ફ્રાંસ પરિવહન પર તેમના સંવાદનો વધારી, રેલવે ક્ષેત્ર પર તેમના સાથસહકારને વધારે ગાઢ બનાવી અને અવરજવરની સમસ્યાઓનાં નવા સમાધાનો ચકાસશે, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં સ્થાપિત વિવિધ પ્રોજેક્ટ જેવા શહેરી વિસ્તારોમાં.
3.4 સામાજિક સર્વસમાવેશકતાઃ ભારત અને ફ્રાંસ વધારે સર્વસમાવેશક અને પર્યાવરણને અનુકૂળ વિકાસને પ્રોત્સાહન આપવા તથા મહિલાઓ અને વંચિત વર્ગોની નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવામાં પ્રદાન કરતી પહેલોને વેગ આપવા તથા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોના વિકાસને ઝડપથી આગળ વધારવા આતુર છે, જેમાં ભારતીય ફંડો (અન્નપૂર્ણા, ઇન્ડસઇન્ડ બેંક, નીયોગ્રોથ) અને પ્રોપાર્કો દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ સામેલ છે.
4) કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતી ઊર્જા તરફ આગેકૂચ અને સતત વૃદ્ધિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે વેપારને ગાઢ બનાવવા અને રોકાણની સુવિધા.
4.1 ભારત અને ફ્રાંસ વચ્ચે એક સહિયારો ઉદ્દેશ છે - વધારે મજબૂત મૂલ્ય સાંકળનો વિકાસ, જે માટે તેઓ આ વિષય પર ઉચિત શરતો અને નીતિગત આદાનપ્રદાનો દ્વારા સુવિધા આપશે.
4.2 વેપારઃ ભારત અને ફ્રાંસ ભારતીય અને ફ્રાંસ નિકાસકારો અને રોકાણકારોને તેમના સંબંધિત બજારોમાં પડતી મુશ્કેલીઓનું શક્ય એટલી ઝડપથી સમાધાન કરવા તેમના દ્વિપક્ષીય સંવાદને વેગ આપી રહ્યાં છે, ખાસ કરીને દ્વિપક્ષીય ફાસ્ટ્ર ટ્રેક પ્રક્રિયાના સંદર્ભમાં.
4.3 એકબીજાના દેશોમાં રોકાણઃ ભારત અને ફ્રાંસ બંને દેશોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિકસાવવા અને તેમના સંબંધોને ગાઢ બનાવવા ભારત અને ફ્રાંસની કંપનીઓને પ્રોત્સાહન આપશે, ખાસ કરીને ભારતમાં ફ્રાંસના રોકાણકારોની હાજરી અને ફ્રાંસમાં ભારતીય રોકાણકારોની હાજરી વધારવા. આ માટે ઇન્વેસ્ટ ઇન્ડિયા અને બિઝનેસ ફ્રાંસે ફ્રાંસ અને ભારતમાંથી એકબીજાનાં અર્થતંત્રોમાં રોકાણકારોને સુવિધા આપવા સાથસહકાર માટે એક સમજૂતીકરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
III – નાગરિકોનું જોડાણ ગાઢ બનાવવા માટે ભાગીદારી
1) આદાનપ્રદાનોને પ્રોત્સાહન, ખાસ કરીને યુવા પેઢીના લાભ માટે
1.1 વર્ષ 2021માં અસ્તિત્વમાં આવેલી સ્થળાંતરણ અને અવરજવર પર ભાગીદારી સમજૂતી વિદ્યાર્થીઓ, સ્નાતકો, અકાદમીઓ, સંશોધકો, વ્યવસાયિકો અને કુશળ કામદારોની અવરજવર વધારવા આપણી સહિયારી કટિબદ્ધતાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત અને ફ્રાંસ પ્રવાસીઓના પ્રવાહને પ્રોત્સાહન આપીને તથા ખાનગી ક્ષેત્ર અને વ્યવસાયિક સમુદાય માટે વિઝાઓ ઇશ્યૂ કરવાની સુવિધા મારફતે નાગરિકો વચ્ચે જોડાણ અને આર્થિક જોડાણોને ગાઢ બનાવવા ટેકો આપે છે. પારસ્પરિક આધારે ભારત અને ફ્રાંસ સત્તાવાર પાસપોર્ટધારકો માટે ટૂંકા ગાળાનાં રોકાણ માટે વિઝા મુક્તિ આપશે અને વર્ષ 2026માં આ મુક્તિની અસરકારકનું મૂલ્યાંકન કરશે. ઉપરાંત તેઓ ડિપ્લોમા અને વ્યવસાયિક શૈક્ષણિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરેલી પહેલો પર સંયુક્તપણે કામ કરશે, જેનો આશય બંને દેશો વચ્ચે કુશળ લોકોની અવરજવરને પ્રોત્સાહન આપવાનો છે.
1.2 બંને દેશો રોજગારલક્ષી અને ભાષાની તાલીમમાં સાથસહકારને ગાઢ બનાવવા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધનકેન્દ્રો અને ખાનગી કંપનીઓ વચ્ચે ભાગીદારીના વિકાસને પ્રોત્સાહન આપશે. તેઓ ભાષાલક્ષી સાથસહકાર માટેના પ્રયાસોને નવેસરથી વેગ આપશે, ભારતીય શાળાઓમાં ફ્રેંચ ભાષાના શિક્ષણના વિકાસને પ્રોત્સાહન આપશે, ભાષા શિક્ષકોની તાલીમ અને આદાનપ્રદાનોને પ્રોત્સાહન આપશે તેમજ આદાનપ્રદાનના કાર્યક્રમો માટે વિઝા સુવિધાને ટેકો આપશે. આ પ્રકારનાં પ્રયાસો એકબીજાની ભાષાને શીખવા તેમની સાથે જોડાયેલા મહત્વ પર ભાર મૂકે છે તથા સરહદ પારની અવરજવરને પ્રોત્સાહન આપવામાં ભાષા પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે.
1.3 વિદ્યાર્થીઓની અવરજવરઃ ભારત અને ફ્રાંસ તેમનાં શૈક્ષણિક જોડાણોને મજબૂત કરવા તથા વિદ્યાર્થીઓની આદાનપ્રદાનને વેગ આપવા કટિબદ્ધ છે. ભારત અને ફ્રાંસ હિંદ-પ્રશાંત માટે સ્વાસ્થ્ય પર ભારત-ફ્રાંસ કેમ્પસના મોડલ પર સહિયારા તાલીમ કાર્યક્રમોના વિકાસને પ્રોત્સાહન આપશે તેમજ સંશોધકોની અવરજવર વધારશે, ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં. ભારતીય પૂર્વ વિદ્યાર્થીઓનો સમુદાય ઊભો કરવા ફ્રાંસ ભારતીયો માટે પાંચ વર્ષની વેલિડિટી ધરાવતા શેન્જેન વિઝા ઇશ્યૂ કરશે. આ વિદ્યાર્થીઓ એવા હશે, જેમણે ફ્રાંસમાં ઓછામાં ઓછા એક સેમીસ્ટર અભ્યાસ કર્યો છે, જેમાં શરત એ છે કે, તેઓ ફ્રેંચ યુનિવર્સિટી સિસ્ટમ દ્વારા યુનિવર્સિટીની માન્યતાપ્રાપ્ત માસ્ટર ડિગ્રી સુધી પહોંચ્યા હતા અને શેન્જેન જરૂરિયાતો સાથે સુસંગત રીતે સંપૂર્ણપણે સ્વીકાર્યતા ધરાવે છે.
ફ્રાંસ વર્ષ 2025 સુધીમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાની એની મહત્વકાંક્ષાઓનો પુનરોચ્ચાર કરે છે અને વર્ષ 2030 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારીને 30,000 કરવાની આકાંક્ષા ધરાવે છે. આ લક્ષ્યાંકો પાર પાડવાની સુવિધા માટે ફ્રાંસ પોતાનાં દેશમાં અભ્યાસોને પ્રોત્સાહન આપવા ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે અને ભારતમાંથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફ્રાંસ મોકલવા તેના કટિબદ્ધ સ્ટાફને વધારશે. ફ્રાંસ ફ્રેંચ યુનિવર્સિટીઓમાં અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં "ઇન્ટરનેશનલ ક્લાસીસ” પણ ઊભા કરશે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓને ફ્રેંચ ભાષાઓ અને શૈક્ષણિક મુદ્દાઓમાં તાલીમ આપવામાં આવશે. આ તેમને ફ્રેંચ ભાષામાં બેચલર કાર્યક્રમોમાં જોડાવાની સુવિધા આપશે. જ્યારે ફ્રાંસની સરકાર આ પ્રકારનાં વર્ગો ઊભા કરવાનો અનુભવ ધરાવશે, ત્યારે ભારત સરકાર ભારતની માધ્યમિક શૈક્ષણિક વ્યવસ્થાની અંદર એને પ્રોત્સાહન આપશે.
1.4 આપણા નાગરિક સમાજો વચ્ચે સતત આદાનપ્રદાનોઃ ભારત અને ફ્રાંસ એવા માળખા અને વ્યવસ્થાઓને મજબૂત કરવાનું ચાલુ રાખશે, જે આપણા નાગરિક સમાજો વચ્ચે આદાનપ્રદાનોને સક્ષમ બનાવશે, ખાસ કરીને ભવિષ્યનાં કાર્યક્રમોની વ્યક્તિઓ, જેમાં ભારતમાં ફ્રાંસ-ઇન્ડિયા ફાઉન્ડેશન અને એલાયન્સિસ ફ્રેન્કાઇસીસ સામેલ છે. ભારત અને ફ્રાંસ યુવાનોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે, જે બંને દેશોમાં આકાર લઈ શકે છે, જેમ કે "આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક એકતા અને નાગરિક સેવા" યોજના, જે વર્ષ 2025 સુધીમાં ભારતમાં ફ્રાંસના સ્વયંસેવકોની સંખ્યા બમણી અને ફ્રાંસમાં ભારતીય સ્વયંસેવકોની સંખ્યા પાંચ ગણી કરશે.
2) આપણી સંસ્કૃતિઓ વચ્ચે નિયમિત સંવાદને પ્રોત્સાહન
2.1 હવે આપણે બંને દેશો સાંસ્કૃતિક આદાનપ્રદાનો માટે અને આપણા રચનાત્મક ઉદ્યોગો વચ્ચેનાં જોડાણને ગાઢ બનાવવા માટે સંભાવના સંપૂર્ણપણે ચકાસવા પાયાગત કાર્યક્રમો સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવે છેઃ
2.2 સંગ્રહાલયો અને વારસાના ક્ષેત્રમાં સાથસહકારઃ બંને દેશો સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવતા હોવાથી ભારત અને ફ્રાંસ તેમના વારસાને દર્શાવવા તેમની સહિયારી કામગીરીને સઘન કરશે અને ભવિષ્યની પેઢીઓને એનો વારસો આપશે. ભારત અને ફ્રાંસ નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ માટે ઇરાદાના પત્ર પર હસ્તાક્ષરને આવકારે છે. ફ્રાંસ મુખ્ય સાંસ્કૃતિક પ્રોજેકટ્સમાંથી પ્રાપ્ત એનાં અનુભવોનો લાભ ભારતને પૂરો પાડશે, ખાસ કરીને ગ્રાન્ડ લૂવરે. પુરાતત્વીય પ્રાચીન વસ્તુઓ, ચિત્રો, મુદ્રાશાસ્ત્ર કે સિક્કાશાસ્ત્ર, સુશોભન કળા વગેરેના પ્રદર્શન, સંગ્રહ અને પ્રદર્શન માટેની જોગવાઈ કરવા હેરિટેજ બિલ્ડિંગની રેટ્રો-ફિટિંગનું ઉદાહરણ ગ્રાન્ડ લૂવરેએ પૂરું પાડ્યું છે, જે નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ માટે યોગ્ય રીતે ઉપયોગી કેસ સ્ટડી બનશે.
2.4 સિનેમાઃ યુરોપમાં ફિલ્મનું સૌથી મોટું બજાર ફ્રાંસ અને દુનિયામાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરતો દેશ ભારત તેમના ઉત્પાદનોની નિકાસને ટેકો આપે છે, જે ઓડિયો-વિઝ્યુઅલ સહનિર્માણ સમજૂતી અંતર્ગત સહનિર્માણની સુવિધા આપશે અને ફિલ્મિંગ માટે તેમનાં દેશની આકર્ષકતાને વધારશે.
2.5 કળાત્મક અને સાહિત્યિક સાથસહકારઃ ભારત અને ફ્રાંસ આપણા બંને દેશો વચ્ચે વ્યવસાયિકો અને કલાકારોની અવરજવરના સ્તરમાં વધારો સુનિશ્ચિત કરવાનો સહિયારો ઉદ્દેશ ધરાવે છે. તેઓ 3 માર્ચ, 2023ના રોજ ઉદ્ઘાટન થયેલા વિલા સ્વાગતમના મોડલ પર રેસિડેન્સીઓમાં લાંબો સમય રહેવાની બાબતને પ્રાથમિકતા આપીને સતત વિકાસના તર્કની તરફેણમાં ફક્ત તર્ક આપતા કાર્યક્રમથી આગળ વધીને કામ કરવાનો ઇરાદો ધરાવે છે. વિલા સ્વાગતમ રેસિડેન્સીઓનું એક નેટવર્ક છે, જે સમગ્ર ભારતમાં હાલ ફેલાયેલી 16 રેસિડેન્સીમાં શ્રેષ્ઠ ફ્રેંચ પ્રતિભાઓને લાવે છે. આ રીતે ફ્રાંસ ફ્રેંચ કલાકારો અને લેખકોનો એક સમુદાય ઊભો કરવા ઇચ્છે છે, જેઓ ભારતની સમૃદ્ધ કુશળતા અને ઇતિહાસમાંથી શીખશે. ભારત અને ફ્રાંસ બંને દેશોમાં વર્ષ 2035 સુધીમાં 300 વિલા સ્વાગતમ વિજેતાઓ ધરાવવા કટિબદ્ધ છે. ભારતની લલિત કલા અકાદમી (LKA) ફ્રાંસમાં વિવિધ મહોત્સવોમાં સહભાગી થવા ભારતીય કલાકારોને મદદ કરે છે અને ફ્રાંસના લોકો વચ્ચે ભારતીય કળાત્મક પરંપરાઓમાં બહોળો રસ પેદા કરવા માટે આ ટેકો આપવાનું ચાલુ રાખશે.
2.6 ભાષાલક્ષી સાથસહકારઃ ભારત અને ફ્રાંસ ભારતમાં એલાયન્સિસ ફ્રેન્કાઇસીસ નેટવર્ક વિકસાવવા કટિબદ્ધ છે તેમજ ફ્રેંચ ભાષા શીખવતા કાર્યક્રમોને વિકસાવવા પ્રોત્સાહન આપશે, જે માટે ભારતીય ખાનગી અને સરકારી શાળાઓમાં અભ્યાસક્રમ વિકસાવવા અને શિક્ષણ સામગ્રીની જોગવાઈમાં સહાય કરવાની તેમજ ઉંમરને અનુરૂપ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં મદદ કરવાની બાબત સામેલ છે. બંને દેશો ભારતમાં એલાયન્સિસ ફ્રેન્કાઇસીસ નેટવર્કમાં 50,000 વિદ્યાર્થીઓને સામેલ કરવાના લક્ષ્યાંકને પાર પાડવા કટિબદ્ધ છે. ઉપરાંત ભારતીય ભાષાઓ અને પ્રાચીન ભારતીય લિપિઓને ફ્રાંસમાં શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણમાં પ્રોત્સાહન આપી શકાશે, જે માટે ભારતમાંથી વિશેષ શૈક્ષણિક અને ભાષાલક્ષી સંસ્થાઓના સાથસહકારને મેળવી શકાશે.
2.7. ફ્રાંસે ભારતને ફ્રેન્કોફોન દેશો અને વિસ્તારો (જ્યાં ફ્રેંચ સત્તાવાર ભાષા છે એવા દુનિયાનાં કુલ 29 દેશો)નું પ્રતિનિધિત્વ કરતાં તેમજ ફ્રેંચ સંસ્કૃતિ સાથે ગાઢ જોડાણ ધરાવતા આંતરરાષ્ટ્રીય સંગઠન ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ દા લા ફ્રેન્કોફોનીમાં સામેલ થવા પ્રોત્સાહન આપ્યું હતું. ફ્રાંસના આ આમંત્રણને ભારતે આવકાર આપ્યો હતો.
2.8. ભારત અને ફ્રાંસ રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી સ્વસ્થ જીવનશૈલીનાં મૂલ્યોને ટેકો આપે છે, જે વર્ષ 2024માં પેરિસમાં આગામી ઓલિમ્પિક અને પેરાલીમ્પિકનું હાર્દ હશે. આ માટે બંને દેશોએ રમતગમતના ક્ષેત્રમાં સાથસહકાર આપવા ઇરાદાના પત્ર પર હસ્તાક્ષરને આવકાર આપ્યો છે, જે ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મોટી ટૂર્નામેન્ટ માટે તાલીમ અને તૈયારીઓમાં ભારતીય રમતવીરોને વધારે મદદરૂપ થશે.
2.9. ભારત અને ફ્રાંસ વચ્ચે નાગરિકોનું જોડાણ વધારવા તથા ખાસ કરીને વાણિજ્યિક દૂતાવાસ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા અને વાણિજ્યિક સંબંધોને વધારે ગાઢ બનાવવા ભારત ફ્રાંસના દક્ષિણમાં માર્સેલીમાં પોતાનું કોન્સ્યુલેટ શરૂ કરશે, તો ફ્રાંસે હૈદરાબાદમાં "બ્યૂરો દા ફ્રાંસ”ની કામગીરી શરૂ કરી છે.
જ્યારે આ મહત્વાકાંક્ષી રૂપરેખા મારફતે ભારત અને ફ્રાંસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સાથસહકારનાં નવા ક્ષેત્રોમાં પ્રવેશીને વિવિધતાલક્ષી બનશે, ત્યારે સહિયારા હિતના હાલના કાર્યક્રમોનો ગાઢ પણ બનાવશે.