|
|
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના આયોજન પંચના ઉપાધ્યક્ષ ર્ડા. મોન્ટેકસિંહ અહલુવાલિયા વચ્ચે આજે યોજાયેલી સને ર૦૧૧-૧રની વાર્ષિક યોજના નિર્ધારીત કરવાની મહત્વની બેઠકમાં ગુજરાત સરકારની મૂળ રૂા. ૩૭૧પર.૬૮ કરોડની વાર્ષિક યોજનાનું કદ વધારીને આયોજન પંચે રૂા. ૩૮૦૦૦ કરોડ નિર્ધારીત કર્યું હતું. આમ ગત વર્ષની રાજ્યની રૂા. ૩૦ હજાર કરોડની વાર્ષિક યોજનાના કદમાં ર૬.૬૭ ટકાની વૃધ્ધિ થઇ છે. આયોજન પંચના ઉપાધ્યક્ષ અને સભ્યોએ ગુજરાતના વિકાસ, ગુજરાતના અર્થતંત્રની વ્યવસ્થાપનની સફળ વ્યૂહ રચના, જી.ડી.પી. વિકાસ અને માથાદીઠ આવક સહિતની કાર્યસિધ્ધિઓને બિરદાવી ગુજરાતની આ વર્ષની વાર્ષિક યોજનાના કદમાં વધારો કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આયોજન પંચના સભ્યોના સૂચનોને આવકારતાં જણાવ્યું હતું કે ગુજરાત ૧૧મી પંચવર્ષીય યોજના માટે આયોજન પંચે નિર્ધારીત કરેલા ૧૧.ર ટકાના વિકાસદરનો લક્ષ્યાંક મૂર્તિમંત કરશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની આ વર્ષની વાર્ષિક યોજનાના કદમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્ય સરકાર આ વરસે કેટલીક નવી યોજનાઓનો સમાવેશ કરશે જે આ પ્રમાણે છેઃ- · આદિવાસી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પશુપાલન વિકાસ માટે દૂધાળા પશુઓલાદ સુધારણા યોજનાને માટે આ વરસે આયોજનપંચે રૂા.૧૪૭ કરોડ ખાસ મંજૂર કર્યા છે. · આદિવાસી બાળકો માટે મોડેલ-ડે-સ્કૂલ શરૂ કરાશે જે વર્તમાન આશ્રમશાળાની પરંપરાથી ઉપર ઉઠીને નેકસ્ટ જનરેશન આશ્રમશાળાનું નવું મોડેલ પુરૂં પાડશે. પ્રત્યેક મોડેલ-ડે-સ્કુલમાં ૧૦૦૦ જેટલા વનવાસી બાળકોને આસપાસના વનવાસી ગામોમાંથી મિની-બસની સુવિધા સાથેનું આધુનિક શિક્ષણ અપાશે. · આદિવાસી ક્ષેત્રમાં કૃષિવિકાસની વ્યાપક ક્ષિતિજો વિસ્તારવા માટે મોટાપાયે ડ્રિપ ઇરીગેશનની યોજનાઓ હાથ ધરાશે. ડાંગ અને દાહોદ સહિત વનવાસી ક્ષેત્રમાં મોડેલ-રોડ-નેટવર્ક અને પીવાના પાણી પૂરવઠાની વિશેષ યોજનાઓનો અમલ કરી શકાશે. · શહેરી સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેકટ જેમાં રાજ્યના ૧પ૯ જેટલા મ્યુનિસીપલ શહેરોમાં સ્વાસ્થ્ય સુખાકારીમાં ગુણાત્મક સાર્વજનિક સુખાકારીની સેવાઓનું અપગ્રેડેશન કરાશે. મુખ્યમંત્રીશ્રીએ આયોજનપંચ સમક્ષ કેન્દ્રની યુ.પી.એ. સરકારના ભારતીય સંવિધાનના ફેડરલ સ્ટ્રકચર સિધ્ધાંતોથી વિપરીત રાજ્યોની સત્તા-સ્વાયતતા અને નિર્ણયોના અધિકારો ઉપર તરાપ મારીને બંધારણમાં અપેક્ષિત આર્થિક સ્વતંત્રતા છિનવી લેવાની નિયતની આકરી આલોચના કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય કાનૂન બનાવીને તેના અમલની જવાબદારી અને નાણાંકીય બોજ રાજ્યો ઉપર થોપી દેવામાં આવે છે. ગુજરાતના સંદર્ભમાં આ અંગેના દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સર્વશિક્ષા અભિયાનનો અમલ ગુજરાતે ર૦૦૩થી કરી દીધો છે અને નવા ૧.૪પ લાખ શિક્ષકો તથા ૧૯૦૦૦ જેટલા વર્ગખંડો વધાર્યા છે જેની પાછળ રૂા. ૧૬૦૦૦ કરોડનો જંગી ખર્ચ કર્યો છે. આ ઉપરાંત રાઇટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ આગામી ત્રણ વર્ષમાં નવા ૯૦ હજાર શિક્ષકો અને ૮૦ હજાર વર્ગખંડોની પૂર્તિ કરવા રૂા. ૯ હજાર કરોડનો વધારાનો બોજ પણ નાંખ્યો છે. આમછતાં, ભારત સરકાર એકમાત્ર ગુજરાતના શિક્ષકોના પગાર ચૂકવવા પણ તૈયાર નથી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એકબાજુ આપણે જનભાગીદારીને સામાજિક ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરીએ છીએ અને બીજી બાજુ ગુજરાતમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ૯૦ ટકા ખાનગી શાળાઓ સરકારની ગ્રાન્ટ મેળવે છે પરંતુ તેના માટે ભારત સરકાર રાષ્ટ્રિય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગુજરાતને એક ટકો કેન્દ્રીય સહાય પણ માંડ ફાળવે છે. મુખ્યમંત્રીશ્રીએ આયોજનપંચનું એ હકિકત ઉપર ધ્યાન દોર્યું હતું કે, ગુજરાતે સમુદ્રકાંઠાના બંદરીય વિકાસ માટેનું ઉત્તમ આયોજન કરીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક જ દશકમાં દેશમાં નોન મેજર પોર્ટનો ૭૩ ટકા કાર્ગો હેન્ડલ કરેલો છે અને આગામી દશક માટે ૧૦૦૦ મિલિયન ટન કાર્ગો કેપેસિટીનું આયોજન કરેલું છે, પરંતુ ભારત સરકારે તાજેતરમાં પોર્ટ રેગ્યુલેટરી ઓથોરિટીનું ડ્રાફટ બિલ બનાવી બારોબાર વેબસાઇટ ઉપર મૂકી દીધું, અને ગુજરાત સાથે પરામર્શ કરવાની દરકાર પણ કરી નથી, અને રિમોટ કંટ્રોલથી જી.એમ.બી.ને નિષિ્ક્રય બનાવી ગુજરાતના બંદરો ઉપર કબજો કરવાની નિયત દર્શાવી છે તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ભારત સરકારની ખેડૂત વિરોધી નીતિઓની આકરી આલોચના પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી અને જણાવ્યું હતું કે કપાસની નિકાસ ઉપરના પ્રતિબંધ અને નિયંત્રણો મૂકીને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે અને રૂા. ૬૦૦૦ કરોડનું જંગી નુકશાન કપાસ ઉત્પાદકોને કર્યું છે. આ પ્રકારે જણાવ્યું કે, ખેડૂતોને હેરાન-પરેશાન કરવાની અને ખેડૂતોની પરેશાની વધારવાની બાબતમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ખરીફ મોસમ માટે ડી.એ.પી. ફર્ટીલાઇઝરની ફાળવણીમાં ખેડૂતોને વાવેતરની પ્રક્રિયા શરૂ થઇ ત્યાં સુધી ૧.૯૧ લાખ ટનની ફાળવણી સામે વાસ્તવમાં માંડ ૧ લાખ ટન ફર્ટિલાઇઝર કેન્દ્રએ મોકલ્યું છે. એકબાજુ ગુજરાતના કૃષિવિકાસની પ્રસંશા થાય અને બીજી બાજુ ગુજરાતના ખેડૂતોને હેરાન પરેશાન કરવાની કોઇ તક કેન્દ્ર સરકાર જતી કરતી નથી. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કેરોસીન ફાળવણીમાં ગુજરાતમાં એકાએક ૩૩ ટકા કેરોસીન કવોટાનો કાપ મૂકી દીધો તેને ગરીબ વિરોધી ગણાવી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાતના કેરોસીન કવોટામાં મૂકાયેલા આ કાપ માટે કોઇ વાજબી કે ઉચિત કારણ આપી શકતી નથી અને ગુજરાતમાં વધારે ગેસ કનેકશન હોવાની ભ્રમજાળ ફેલાવે છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને કે.જી. બેસિનના બી.-૬ ગેસ ક્ષેત્રમાંથી નાના ઊદ્યોગો અને ગૃહ વપરાશકારોને ગેસ નહીં ફાળવવાના કેન્દ્ર સરકારના નકારાત્મક વલણની પણ આલોચના કરી હતી અને જણાવ્યું કે દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં પરિવહન માટે સસ્તાભાવે સી.એન.જી. ફાળવવામાં આવે છે જ્યારે અમદાવાદ સહિત ગુજરાતને મોંઘાભાવે સી.એન.જી. ગેસ અને આયાતી ગેસ ખરીદવાની ફરજ પાડવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આયોજન પંચ સમક્ષ ગુજરાતના ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો' પ્રોજેકટની નવતર ભૂમિકા આપતાં જણાવ્યું કે, કેન્દ્રની યુ.પી.એ. સરકાર સત્તા અધિકારોનું કેન્દ્રીકરણ કરવા માગે છે જ્યારે ગુજરાત સરકાર પ્રશાસન વ્યવસ્થાને છેક પાયના સ્તર સુધી વિકેન્દ્રીત કરી રહી છે. તેમણે મિશન મંગલમ્ યોજના દ્વારા નારી સશકિતકરણ અને આર્થિક પ્રવૃત્તિમાં વિશાળ ફલક ઊભું કરવાની દિશામાં ર લાખ સખીમંડળોના હાથમાં રૂ. પાંચ હજાર કરોડ જેટલો આર્થિક પ્રવૃતિનો કારોબાર બે વર્ષમાં આપવાની અને તેમાં પહેલીવાર ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. રચીને કોર્પોરેટ સેકટર, બીનસરકારી સંગઠનો, રાજ્ય સરકાર અને ગરીબ લાભાર્થીને આવરી લઇને આર્થિક પ્રવૃતિના જનશકિતકરણનું નવું મોડેલ દેશને આપવાની નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ બારમી પંચવર્ષિય યોજના માટે આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી મોન્ટેકસિંહ અહલુવાલિયાએ જે અધ્યયન કર્યું છે તેમાં ખાસ કરીને જળવ્યવસ્થાપન, શહેરી વિકાસ વ્યવસ્થાપન, પર્યાવરણલક્ષી વિકાસના વ્યવસ્થાપન માટે કરેલા સૂચનોને અને માનવવિકાસ સૂચકાંક (HDI)માં ઊંચા માપદંડ હાંસલ કરવાના સંદર્ભમાં ગુજરાતે અનેક નવા આયામો અપનાવ્યા છે એમ જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત સરકાર સિ-વોટર (દરિયાનું પાણી)ના ડિસેલિનેશન પ્લાન્ટ મોટાપાયે ઔદ્યોગિક પાણીના વપરાશ માટે પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપના ધોરણે સ્થાપવા માગે છે અને તે માટે જરૂર પડે ઊર્જા વપરાશના ઇંધણ માટે પ્રોત્સાહક નિતી બનાવીને ઊદ્યોગોને ડિસેલિનેશન પ્લાન્ટ માટેનું યોગદાન આપવાની સામાજિક જવાબદારી પ્રેરિત કરવા માંગે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના પ૦ શહેરોમાં સોલિડવેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતનું ગ્રીન સિટી માટેનું ઇકોનોમિક વાયેબલ મોડેલ ઊભું કરવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સરદાર સરોવર નર્મદા પ્રોજેકટના કમાન્ડ એરિયામાં ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ (D.D.P) ને ભારત સરકારની AIBP યોજના નીચે ૯૦ ટકા ગ્રાન્ટની યોજનામાં સમાવેશ કરવા ભારપૂર્વક અનુરોધ કરતાં જણાવ્યું કે આયોજન પંચ પણ આ માટે સંમત છે પરંતુ કેન્દ્રના નાણાં મંત્રાલયમાં આ બાબત હજુ અનિર્ણાયક રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રિ-મેટ્રીક સ્કોલરશીપ યોજના હેઠળ લઘુમતિના ર.રપ લાખ બાળકોને આવરી લેવામાં આવ્યા છે, અને ગુજરાત સરકાર આદિવાસી, દલિત અન્ય પછાત વર્ગો તથા લઘુમતિના બાળકોને આ સ્કોલરશીપ આપવામાં કોઇ ભેદભાવ રાખતી નથી. એટલું જ નહીં, ગુજરાતમાં લઘુમતિ વસ્તી ૯.૬ ટકા છે તેની સામે તેના બાળકોના નામાંકનની ટકાવારી ૮.પ ટકા છે અને તેમાં પણ મદ્રેસામાં ભણતા બાળકોનો સમાવેશ થયો નથી. તેમ તેમણે જણાવ્યું હતું. આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી અને સભ્યોએ ગુજરાતની વિકાસની ક્ષમતા અને અનેક ક્ષેત્રોમાં ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે તેના સામર્થ્યની પ્રસંશા કરી માનવશકિત વિકાસના અને માનવવિકાસ સૂચકાંકના સામાજિક ક્ષેત્રોમાં ગુજરાત વિશિષ્ઠ શકિત અને સિધ્ધિની પ્રતીતિ કરાવશે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિત ગિલિટવાળા, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓએ ભાગ લીધો હતો. |
Login or Register to add your comment
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India
Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.
Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.
This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.
Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.