મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ભવ્ય સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવમાં અષ્ટમી નોરતાની મોડી રાતે વિશેષ ઉપસ્થિત રહીને નારાયણી નમોસ્તુતેની ભવ્ય મહાઆરતી કરી હતી.

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નવરાત્રી ફેસ્ટીવલ સોસાયટી (GINFS) ના ઉપક્રમે યોજાઇ રહેલા નવરાત્રી મહોત્સવમાં ગરબાના સાંસ્કૃતિક વૈભવના રંગે રંગાઇ રહેલા વિશાળ નાગરિકો અને ગરબે ધૂમતી નારીશકિતના ઉત્સાહ ઉમંગમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક કલાક સુધી ગુજરાતના નવલા નોરતાની શકિત આરાધના રૂપે ગરબાની રંગત માણી હતી અને ભકિતભાવથી મહાઆરતી કરી હતી.

નવરાત્રી અને વિજ્યાદશમીના દિવ્ય તહેવારોની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિનાશ ઉપર વિકાસનો વિજય એટલે નવલા નોરતાં અને વિજ્યાદશમીનું પર્વ. ગુજરાતે હંમેશા નારીશકિતને પૂજનીય ગણી છે. મહિલા સશકિતકરણ, કન્યા કેળવણી, બેટીબચાવ અભિયાન સહિતની અનેક દિશામાં ગુજરાતની નારીશકિતને વિકાસયાત્રામાં આદરપૂર્વક ભાગીદાર બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વામિ આધ્યાત્માનંદજી, પ્રસિધ્ધ ગીત-સંગીતકાર શ્રી દિલીપ ધોળકીયા, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવશ્રી ભાગ્યેશ જહા સહિત GINFSના પ્રાયોજકો સર્વશ્રી જયેશ બૂચ અને પિનાકીન દિક્ષીત પણ ઉપસ્થિત હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 નવેમ્બર 2024
November 24, 2024

‘Mann Ki Baat’ – PM Modi Connects with the Nation

Driving Growth: PM Modi's Policies Foster Economic Prosperity