મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉતરાણ-સૂરતમાં ૩૭૦ મે.વો.નું ગેસ આધારિત વીજમથક રાષ્ટ્રને સમર્પિત કરતા જાહેર કર્યું હતું કે આખા દેશમાં એકમાત્ર ગુજરાત જ વીજળીની તંગી અને સંકટમાંથી બહાર આવી ગયેલું છે. ગુજરાતે જ્યોતિગ્રામથી ૧૮૦૦૦ ગામોને ૨૪ કલાક વીજળી આપી છે, અને કયાંય વીજલોડ શેડિંગ નથી. ઊર્જા ઉત્પાદન જ નહીં પણ વીજ-પ્રવહન અને વિતરણ ક્ષેત્રે આખા એશિયામાં સૌથી વિશાળ એવું પાવર ટ્રાન્સફોર્મર ગુજરાતમાં નિર્માણ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક એમ પણ જાહેર કર્યું હતું કે સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધુ ગેસ આધારિત વિઘુત ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને કુલ વીજ ઉત્પાદનમાં ગેસ આધારિત વીજળી ઉત્પાદનનો ૩૨ ટકા જેટલો ફાળો છે. સને ૨૦૦૦ પહેલાં ગુજરાત વિઘુત બોર્ડ રૂા. અઢી હજાર કરોડની સતત વાર્ષિક ખોટ કરતું હતું. આજે ગુજરાતની વિઘુત ઉર્જાક્ષેત્રે વિકાસયાત્રાએ ગુજરાતની વિઘુત કંપનીઓ સેવાક્ષેત્રની કાર્યક્ષમ કંપનીઓ બની ગઇ છે અને જંગી ખોટ પૂરી દીધી છે.

ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન(જી.એસ.ઇ.સી.) દ્વારા રૂા.૧૪૧૪ કરોડના ખર્ચે આ સંપૂર્ણ પર્યાવરણલક્ષી ગેસ આધારિત મથકનું નિર્માણ માત્ર ૨૧ મહિનામાં પૂર્ણ થયું છે. આ વીજમથકનો શિલાન્યાસ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ સંપન્ન થયો હતો.

સ્વર્ણિમ જયંતી વર્ષમાં ગુજરાત દ્વારા રાષ્ટ્રને ચરણે વિઘુત ઊર્જાનું વીજમથક સમર્પિત કરવાના આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સ્વર્ણિમ સ્વપ્ન સાકાર કરવા આજે ગુજરાતની સ્વર્ણિમ વિકાસયાત્રાનું સ્વર્ણિમ પૃષ્ઠ અંકિત થઇ રહ્યું છે. જેનો હેતુ સમગ્ર હિન્દુસ્તાનને હિતકારી છે. આ ઉતરાણનું ગેસ આધારિત વીજમથક પર્યાવરણના ઉત્તમ માપદંડો સાથે પ્રસ્થાપિત થયું છે અને હોંગકોંગ પછી ઉતરાણનું આ વીજમથક પણ પર્યાવરણ મૈત્રીપૂર્ણ મથક બની રહેવાનું છે.

ગુજરાત સરકારે રેતીની નિકાસબંધી કરવી પડી કારણ કે ગુજરાતની રેતી પણ વિકાસની સ્વર્ણિમ રેત બની રહી છે, તેનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વીજળી ક્ષેત્રે ગુણાત્મક સુધારા કરીને સમગ્ર દેશમાં ક્રાંતિ કરી છે. ઊર્જા ક્ષેત્રે સંશોધન કરીને ગુજરાતે દેશનો નવો રાહ બતાવ્યો છે.

આ વીજમથકના શિલાન્યાસ વેળાએ રક્ષાબંધનના ૨૦૦૭ના વર્ષમાં મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારની બહેનોને ધરવપરાશ માટે ગેસ આપવાની નેમ વ્યકત કરી હતી. પરંતુ હજુ સુધી ધર વપરાશના ગેસ માટે રેલવે પાસેથી પાઇપલાઇન નાખવાની મંજૂરી જ મળતી નથી, તેનો અફસોસ વ્યકત કર્યો હતો. પાઇપલાઇન મારફતે ગેસ આપવાથી રાંધણગેસ માટેની સબસીડીનો ફાયદો કેન્દ્રને જ મળવાનો છે, પરંતુ કેન્દ્રનું રેલવે મંત્રાલય શા માટે વિઘ્ન ઊભું કરે છે, તેવો સવાલ ઉઠાવતા તેમણે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે, રેલવે લાઇનની નીચે ભૂગર્ભમાં જઇને પણ ગેસની પાઇપલાઇન નાંખીને તેઓ બહેનોને આપેલું વચન પૂરું કરશે.

ઊર્જા અને પેટ્રોલીયમ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વ્યૂહાત્મક આયોજનના પગલે રાજ્યના છેવાડાના ગામડાંને ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાતે આ દિશામાં કરેલી પ્રગતિ વિશે જાણકારી મેળવવા તજજ્ઞો આવી રહયા છે.

તેમણે જણાવ્યું કે, સ્વર્ણિમ ગુજરાત ઉજવણી વર્ષમાં છેવાડાના ગામડાંના પરિવારોને માત્ર રૂા.૫૦ ના દરે વીજળી આપવાનું સરકારે નક્કી કર્યું છે. સાડા પાંચ કરોડની વસતિમાં એક કરોડ જેટલા વિક્રમી વીજ જોડાણો કોઇ જ રાજ્યમાં નથી. ગામેગામે વીજ જોડાણો આપવા દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ સબ સ્ટેશનો ઊભા કરવામાં આવે છે. આગામી બે વર્ષમાં રાજ્યભરના કિસાનોને ગુણવત્તાસભર વીજળી પૂરી પાડવા માટે પૂરતી સંખ્યામાં સબ સ્ટેશનો ઊભા કરાશે. આગામી એક જ વર્ષમાં ૪૫૦૦ કિમીના વીજરેષા નાખવામાં આવશે.

ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના ધરોમાં વીજદીવડાં ઝળહળતા કરવા માટે તેમને પહેલા ત્રીસ યુનિટ સુધી યુનિટ દીઠ માસિક રૂા.૧.૫૦ના દરે વીજ પુરવઠો પૂરો પાડવાનું આયોજન ગુજરાતે કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગના ઉર્જા સચિવશ્રી ડી.જે.પાંડિયને સ્વાગત પ્રવચન કર્યું હતું.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, સાંસદો શ્રી સી.આર.પાટિલ, શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યસભાના સાંસદશ્રી પ્રવીણ નાયક, મેયર સહ ધારાસભ્યશ્રી રણજીત ગિલીટવાલા, શ્રી નાનુભાઇ વાનાણી, કોર્પોરેટરો, પદાધિકારીઓ તથા વિશાળ જનસમુદાયે આ કાર્યક્રમને માણ્યો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.