હું માનું છું કે મહાત્મા ગાંધીના આજના વિશ્વમાં હજુ પણ એટલા જ સુસંગત છે જેટલા તેઓ તેમના જીવનકાળ દરમિયાન હતા: શ્રી નરેન્દ્ર મોદી

જ્યારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી શ્રી નરેન્દ્ર મોદીએ એ બાબતની ખાતરી કરી છે કે મહાત્મા ગાંધીના આદર્શો, સિદ્ધાંતો અને શિક્ષાઓએ તેમના શબ્દો અને કાર્યો થકી દેશ અને વિદેશમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જાન્યુઆરી 30, 2019ના રોજ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ભારતના સ્વતંત્રતા આંદોલનની નિર્ણાયક ક્ષણોની ઊર્જા અને જુસ્સાને જીવંત બનાવે છે. તે મહાત્મા ગાંધી અને તેમના 80 જેટલા સાથી સત્યાગ્રહીઓ દ્વારા કરવામાં આવેલ દાંડી કૂચને પ્રદર્શિત કરે છે, આ એક એવો પ્રસંગ છે જ્યારે મીઠાની એક ચપટીએ બ્રિટીશ સામ્રાજ્યને ધ્રુજાવી દીધું હતું.

મીઠા સત્યાગ્રહ સ્મારક પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અનેક પહેલોમાંની એક પહેલ છે કે, જે મહાત્મા ગાંધીના વારસાને આગળ વધારે છે.

શ્રી નરેન્દ્ર મોદીની પ્રિય પરિયોજના સ્વચ્છ ભારત અભિયાન કે, જે મહાત્મા ગાંધીની શિક્ષાઓથી પ્રેરિત છે તે પણ નવી દિલ્હીમાં 2જી ઓક્ટોબર, 2014ના રોજ ગાંધી જયંતીના દિવસે જ શરુ કરવામાં આવી હતી. આ યોજનાની શરૂઆત કરતી વખતે તેમણે કહ્યું હતું કે “સ્વચ્છ ભારત એ 2019માં મહાત્મા ગાંધીને તેમના 150મી જન્મ જયંતિ પર દેશ દ્વારા આપી શકાતી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.”

નરેન્દ્ર મોદીનો આભાર કે સ્વચ્છતા હવે જન આંદોલન બની ગયું છે અને તે ખરેખર મહાત્મા ગાંધીના તે દિવસોને યાદ અપાવે છે કે જ્યારે આઝાદીની તૃષ્ણાએ જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા સાડા ચાર વર્ષથી આ યોજના ભારતના ખૂણે-ખૂણાને પરિવર્તિત કરી રહી છે. તે સામાન્ય લોકોની અંદર આવેલ સર્વોચ્ચ જાગૃતિમાં પરિણમી છે. રાજ્યોએ ખુલ્લામાં શૌચ મુક્ત બનવાની સ્પર્ધામાં જોરશોરથી ભાગ લીધો છે અને ભારત હવે 100 ટકા ગ્રામીણ સ્વચ્છતા કવરેજ પ્રાપ્ત કરવાની દિશામાં ખૂબ નજીક પહોંચી ગયું છે. https://twitter.com/narendramodi/status/973583560308293632

 

ખાદી એ એક એવો વિષય હતો કે જે મહાત્મા ગાંધી આઝાદીની ચળવળના સમય દરમિયાન ભારતની ચેતનાના કેન્દ્રબિંદુમાં લાવ્યા હતા. એ દિવસો પછીથી લોકોનો ખાદીમાં રસ ઓછો થવા લાગ્યો હતો, પરંતુ પ્રધાનમંત્રી દ્વારા તેને પુનઃજીવિત કરવામાં આવ્યો છે ખાસ કરીને તેમના વક્તવ્યોનાં માધ્યમથી, પ્રધાનમંત્રીએ તેમના માસિક ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને ખાદીના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા અને આ રીતે ખાદી અને ગૃહ ઉદ્યોગોના પુનર્જીવિત કરવા પર ભાર મુક્યો. પ્રધાનમંત્રીના આહવાને એટલી અસર કરી કે ખાદીના ઉત્પાદનોના વેચાણે મોટી છલાંગ લગાવી.

 

 

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને ઉજવવા માટે ઘણા બધા કાર્યક્રમો સાથે બે વર્ષના પ્રસંગ તરીકે ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીના દ્રષ્ટિકોણનો સત્કાર કરવા માટે 29મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2018 સુધી નવી દિલ્હીમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન (એમજીઆઈએસસી)નું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિશ્વના મંત્રીઓ અને સ્વચ્છતા ક્ષેત્રના વડાઓએ ભાગ લીધો હતો અને તેમના પ્રયોગો તેમજ અનુભવો વહેંચ્યા હતા.

 

મહાત્મા ગાંધીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો’ સમગ્ર વિશ્વમાં ફેલાયું જેમાં 124 દેશોના કલાકારોએ સંગીતના મધ્યમથી તેમાં પોતાનું યોગદાન આપ્યું. આ પ્રોજેક્ટ વડે સુંદર ભારતીય ભજનને વૈશ્વિક સન્માન પ્રાપ્ત થયું.

શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમને પણ ભારતના રાજનીતિમાં આગળની હરોળમાં લાવ્યા. તેમની હાજરીમાં મહત્વના વૈશ્વિક નેતાઓ જેવા કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ, ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુથી લઈને જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ મહાત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. વાસ્તવમાં, ચીનનાં રાષ્ટ્રપતિએ તેમની સાબરમતી આશ્રમની મુલાકાતને તેમના જીવનની સૌથી યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણોમાની એક તરીકે વર્ણવી હતી. પ્રધાનમંત્રી અને અનેક વિશ્વના નેતાઓ દ્વારા ચરખો ચલાવવાની તસ્વીરોએ સ્વાવલંબનના પ્રતિક સમાન ચરખાના ગાંધીજી દ્વારા થયેલા ઉપયોગના સંસ્મરણોને વાગોળ્યા હતા.

 

|
|
|
|

 

 

બ્રિસબેનથી લઈને હેનોવર અને અશ્ગાબાત સુધી પ્રધાનમંત્રીએ બાપુની પ્રતિમા કે મૂર્તિઓના અનાવરણ કરીને આંતરરાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીની ચેતનાને પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. https://twitter.com/narendramodi/status/533948745717526528

2018માં રાજકોટમાં આલ્ફ્રેડ હાઈ સ્કુલ ખાતે મહાત્મા ગાંધી સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ એ જ શાળા હતી કે જ્યાં મહાત્મા ગાંધીએ 1887માં તેમની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી.

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના આદર્શોને અમલમાં મુક્યા છે અને એ બાબત દર્શાવી છે કે કઈ રીતે 21મી સદીમાં તેમના આદર્શો પ્રાસંગિક છે તે દર્શાવ્યું છે. તેમણે લોકોને ચલાયમાન કરવા માટે અને આગળ જતા ન્યુ ઇન્ડિયાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે મહાત્મા ગાંધીની શિક્ષાઓનો ઉપયોગ કર્યો છે. તેમના કાર્યોએ વાસ્તવમાં મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને મુલ્યોને જીવંત બનાવ્યા છે.

2જી ઓક્ટોબર, 2018ના રોજ શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગ પર તેમણે પોતે લખેલા શબ્દો બાપુની પરંપરાને આગળ વધારવાના તેમના અભિગમને દર્શાવે છે. તેમણે લખ્યું હતું કે “ ભારત એ વૈવિધ્યની ભૂમિ છે. જો કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે બ્રિટીશ શાસન સામે લડવા માટે દરેકને એક સાથે લાવ્યું હોય, લોકોને મતભેદ ભૂલીને એકઠા કર્યા હોય અને વૈશ્વિક ફલક પર ભારતના દરજ્જાને ઉપર ઉઠાવ્યો હોય તો તે મહાત્મા ગાંધી છે. આજે, આપણે, 1.૩ બિલિયન ભારતીયો બાપુએ જોયેલા એવા દેશ માટેના સપનાઓ કે જેમના માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

|
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Over 3.3 crore candidates trained under NSDC and PMKVY schemes in 10 years: Govt

Media Coverage

Over 3.3 crore candidates trained under NSDC and PMKVY schemes in 10 years: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 જુલાઈ 2025
July 22, 2025

Citizens Appreciate Inclusive Development How PM Modi is Empowering Every Indian