મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રથમ દિવસે ઉદ્દઘાટન સત્ર સંપન્ન થયા પછી વિદેશી ડેલીગેશનનો, રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિમંડળો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગણમાન્ય કંપની સંચાલકો, અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મોડી સાંજ સુધી વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં વિકાસની ભાગીદારી અંગે પરામર્શ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ બપોર બાદ કન્વેન્શન હોલમાં ગુજરાતમાં રોકાણ-ભાગીદારી કરવા માટેના ઉદ્યોગ-વેપાર વિશ્વના કંપનીઓ દ્વારા સમજાૂતિના કરારોમાં હાજર રહી રોકાણકારોનું સ્વાગત કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ આપવા માટેના ‘‘એન્જીનિયરીંગ એન્ડ ઓટો'' ના સેકટર સેમિનાર ઉપરાંત ઓઇલ, ગેસ એન્ડ પાવર તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગેના સેમિનારોમાં પણ પ્રોત્સાહક હાજરી આપી હતી.
દિવસ દરમિયાન મુખ્ય મંત્રીશ્રીએ યોજેલી વન-ટુ-વન બેઠકો આ પ્રમાણે છે.
વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં રવાન્ડા દેશનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ
મુખ્ય મંત્રીશ્રી રમણસિંઘના નેતૃત્વમાં છત્તીસગઢ રાજ્યનું ડેલીગેશન
શ્રીયુત રોન સોમર્સ-પ્રમુખ, યુ.એસ.એ, ઇન્ડીયા, બિઝનેસ કાઉન્સીલ
ત્રિનીદાદ-ટોબેગોનું ઉચ્ચ ડેલીગેશન
જાપાનનું હાઇપાવર ડેલીગેશન
ઇન્ડીયા સેન્ટર ફાઉન્ડેશન જાપાન
બેલ્ઝીયમ-સોલવે કંપની
કોરિયા-સામસુંગ સી એન્ડ ટી
નાઇજીરીયા ઃ ડાંગોટે ગ્રૃપ
જર્મની-ઇવોનિક ઇન્ડસ્ટ્રીઝ
કોરિયા- સોલકો કંપની
કેનેડા-ડેલીગેશન
ઓસ્ટ્રેલિયા-ડેલીગેશન
યુનાઇટે આરબ અમીરાતનું ડેલીગેશન
સિંગાપાચેર-ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનું ડેલીગેશન
શ્રી રામાદુરાઇ ટી. સી. એસ.