ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકારે ભાવવધારા અંગે રચેલા કન્ઝયુમર્સ અફેર્સ કોર ગ્રૃપના અધ્યક્ષ તરીકે તેમનો અહેવાલ આવતીકાલે બુધવારે સાંજે નવી દિલ્હીમાં વડાપ્રધાન ર્ડા. મનમોહનસિંહને સુપરત કરશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ભાવવધારાની રાષ્ટ્રીય સમસ્યા સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રાહકોની બાબતો અંગેના કાર્યકારી જૂથની રચના ૮મી એપ્રિલ-ર૦૧૦ના રોજ કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના મુખ્ય મંત્રીશ્રીઓનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મોદી સમિતિએ તૈયાર કરેલો અહેવાલ બુધવારે વડાપ્રધાનશ્રીને ચારેય રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની હાજરીમાં સુપરત કરાશે.