મુખ્યમંત્રીશ્રી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું ફલક ગ્રામીણ ક્ષેત્ર સુધી વિસ્તારશે
ગ્રામજનોકિસાનો જે છેતરપીંડીનો ભોગ બને છે તેમાંથી ઉગારવા
ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્રાઇમ પ્રિવેન્શનનો ડેટા બેઇઝ પણ વિકસાવશે
શાળાઓમાં ફોરેન્સિક સાયન્સનો વિષય દાખલ થશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (ઞ્જ્લ્શ્)ના નવા શૈક્ષણિક સંકુલનો શિલાન્યાસ કરતાં ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીને ગ્રામીણ ક્ષેત્ર સુધી વિકસાવવાનો અને વિશેષ કરીને ખેડૂતોને બનાવટી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, નાણાંકીય ઊચાપત કે જમીનના ખોટા દસ્તાવેજોની છેતરપીંડીનો ભોગ બનતા અટકાવવા ‘‘રૂરલ ફોરેન્સિક સાયન્સ’’ મદદરૂપ બનશે એવી જાહેરાત કરી હતી.ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આ નવસંકુલ માટે રાજ્ય સરકારે પ૦,૦૦૦ ચો.મી. જમીન ફાળવી છે અને રૂા. ૬૦ કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાશે. માત્ર ચાર જ વર્ષમાં ઞ્જ્લ્શ્એ ફોરેન્સિક સાયન્સના વિશ્વકક્ષાના અભ્યાસક્રમો શરૂ કરીને માનવ સંસાધન વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલંસની પ્રતિષ્ઠા પ્રા કરી છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. વિશ્વમાં કોઇ દેશે ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી હોઇ શકે એવું વિચાર્યું પણ નહોતું ત્યારે, ગુજરાત સરકારે આ સપનું સાકાર કરી બતાવ્યું અને આજે ૪પ ટકા જેટલા ગુજરાત બહારના યુવાનો સહિત ૪૦૦થી અધિક માનવશકિતને ફોરેન્સિક સાયન્સમાં નિષ્ણાંત બનાવવાના પોષ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે.
આ ઉપરાંત ૧૦૦૦૦ જેટલા ન્યાયપાલિકાના ન્યાયાધિશો, પોલીસ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ, ફોરેસ્ટ, મેડીકલ સાયન્સ વગેરેના નિષ્ણાંતોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજી ગુજરાતે જે રીતે વિકસાવી છે તેનું ફલક માત્ર પોલીસ તપાસ કે ન્યાયિક તપાસ પુરતું મર્યાદિત નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા જણાવ્યું કે હવે, ઞ્જ્લ્શ્ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન, ડિટેકશન ઉપરાંત ક્રાઇમ પ્રિવેન્શન ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. ગુનાખોરીનું વિશ્વ જે રીતે આધુનિક ટેકનોલોજીના આયામો અપનાવી રહ્યું છે અને સાઇબર ક્રાઇમ તથા ઇકોનોમિક ઓફેન્સ, આતંકવાદ જેવા આધુનિક ગુનાઓની સંકુલ માનસિકતા વિસ્તરી છે ત્યારે, ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજી એવું માધ્યમ છે જેણે ભારતના અનેક જટીલ ગણાતા ગુના અને ગૂનેગારોને શોધવામાં નિર્ણાયક ફાળો આપ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ ગીરના સિંહોના શિકાર કરનારા બધા જ ગૂનેગારોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પરિક્ષણો અને ટેકનોલોજી ઇન્વેસ્ટીગેશનથી સજા અપાવી શકાઇ તેવા સીમાચિન્હરૂપ ન્યાયિક ફેંસલાની ભૂમિકા સાથે જણાવ્યું કે વન્યપ્રાણીઓના સંરક્ષણ માટેના કાનૂન માટે ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ગુજરાતે સફળતાપૂર્વક કર્યો છે.
ગુજરાતમાં ગૌવંશ માંસના પરીક્ષણ માટે ખાસ પ્રકારની ચાર મોબાઇલ જ્લ્ વાનો ઉપલબ્ધ કરવામાં આવી છે અને ગૌવંશના હત્યારાઓને પકડવામાં સહાયતા મળી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પાસે સાડા ચાર લાખ જેટલા ગૂનેગારોનો ડેટાબેઇઝ ફીંગર પ્રિન્ટ ટેકનોલોજી અને સાઇકો પ્રોફાઇલ્સ છે જે ગૂના સંશોધન ઉપરાંત ગૂનેગારો ભવિષ્યમાં કઇ ગૂનાહિત ટેકનીકો કે થિયરી અપનાવશે તેનું ડેટાએનાલિસીસ કરીને ક્રાઇમ પ્રિવેન્ટીવ મેઝર્સમાં ઉપકારક બનશે.
મુખ્યમંત્રીશ્રીએ શાળાકોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપનના અભ્યાસક્રમની જેમ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસક્રમ પણ શાળાઓના વિષય તરીકે સમાવેશ કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો હોવાની માહિતી આપી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વર્તમાન રાજ્ય સરકારના દશ વર્ષમાં જે જનહિતની અનેકવિધ નવી પહેલ કરી છે નવા વિચારો અમલમાં મૂકયા છે તેને સાતત્યપૂર્ણ પરિણામલક્ષી બનાવવા માટેનું તંત્ર મિકેનિઝમઇન્સ્ટીટયુશનલ ફ્રેઇમવર્ક પણ બનાવ્યું છે.પ્રારંભમાં ઞ્જ્લ્શ્ ના ડિરેકટર જનરલ ડો. શ્રી જે. એન. વ્યાસે ફોરેન્સિક સાયન્સ લેબથી યુનિવર્સિટીની પ્રગતિયાત્રાના ઉદેશો ફળીભૂત કરવામાં મુખ્યમંત્રીશ્રીના દૂરંદેશીભર્યા માર્ગદર્શનને મહત્વનું ગણાવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી વરેશ સિન્હા, પોલીસ મહાનિદેશકશ્રી ચિતરંજન શાહ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી રજિસ્ટ્રાર શ્રી મેહૂલ દવેએ આભારદર્શન કર્યું હતું