આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં ટેકનોલોજી સમીટનું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે આઇ.આઇ.ટી. ગાંધીનગર આયોજિત ટેકનોલોજી સમીટનું ઉદ્ઘાટન કરતાં આઇ.આઇ.ટી. ગાંધીનગર માટે આધુનિકતમ આંતરમાળખાકિય સુવિધા ધરાવતું વિશ્વનું ઉત્કૃષ્ટ ટેકનોલોજી શિક્ષણનું સંકુલ ગાંધીનગર નજીક પાલજ-વાસણ નજીક 440 એકર જમીન ઉપર બને તે માટે માત્ર એક રૂપિયાના પ્રતિક દરથી 99 વર્ષના લીઝ ઉપર જમીન આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ચાંદખેડામાં વિશ્વકર્મા ઇજનેરી કોલેજ પરિસરમાં આઇ.આઇ.ટી. ગાંધીનગર આયોજિત આ ટેકનોલોજી સમીટમાં મુખ્ય વિષય ‘‘ઇન્ફ્રાસ્ટ્રકચર-માળખાકીય સુવિધા વિકાસ'' ઉપર મુખ્યમંત્રીશ્રીએ માળખાકીય સુવિધા વિકાસનું વ્યુહાત્મક વિકાસ વિઝન અપનાવવા ઉપર ભાર મુકયો હતો.શહેરોની જેમ આજે બધા જ 18,000 ગામોમાં 24 કલાક થ્રી ફેઈજ અવિરત વીજળી મળે છે જેનાથી ગુજરાતમાં ગામડાં માંથી શહેરો તરફના સ્થળાંતરમાં 33 ટકા ઘટાડો થયો છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, નેકસ્ટજેન ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજીરૂપે ગુજરાતની બધી જ 13696 ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ બ્રોડ બેન્ડ કનેકટીવીટી મળે છે તેનાથી ગ્રામીણ જીવનમાં ઉર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે. એ જ પ્રમાણે ગુજરાતમાં ઉત્તર દક્ષિણ માર્ગ પરિવહનના નેટવર્કને બદલે પૂર્વ-પヘમિ હોરીઝોન્ટલ સમુદ્ર કિનારાના બંદરબથી પૂર્વના આદિવાસી પટ્ટા સુધી સમૃધ્ધિનો વિસ્તાર થયો છે.
ગરીબ અને છેવાડાના પ્રદેશના માનવીમાં પણ આધુનિક વિકાસ અને સમૃધ્ધિમાં ભાગીદાર બનવાની તત્પરતા જાગી છે એમ તેમણે જણાવ્યું હતું. નેનો સીટી, ગીફ્રટ સીટી, એસ.આઇ.આર., સોલાર પાર્ક, કલ્પસર અને દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટથી રાજ્યમાં ટેકનોલોજી આધારિત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લાનીંગ અને વિઝનથી ગુજરાત વિશ્વ કક્ષાએ ન્યુ ડેવલપમેન્ટ મોડલના સપના સાકાર થઇ રહ્યા છે તેની રૂપરેખા પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.
આ સમીટના પ્રારંભે આઇ.આઇ.ટી. ગાંધીનગર ના ડાયરેકટર શ્રી સુધીર જૈન, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી જે.પી ગુપ્તા, આઇ.આઇ.ટી. ગાંધીનગરના ફેકલ્ટી અફેર ઇનચાર્જ શ્રી જી.કે.શર્મા તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.