મારા પ્રિય દેશવાસીઓ

સાદર નમસ્કાર.

અત્યંત પીડા અને આક્રોશ સાથે હું, આપ સૌની સમક્ષ સત્ય રજૂ કરવા મજબૂર બન્યો છું. આપ એ હકિકતથી સુવિદિત છો કે છેલ્લા આઠ વર્ષોથી તદ્‍ન ઉપજાવી કાઢેલા મુદાઓ લઇને મારા ઉપર જાતજાતના મનગડંત આરોપો મઢવાની ફેશન થઇ ગઇ છે. ગયા એક અઠવાડિયાથી જે ગપગોળા, આરોપો અને જૂઠાણા વહેતા થયા છે તેના ઊંડાણમાં ઉતરીશું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. સત્ય છાંપરે ચઢીને પોકારે છે. આ સત્ય શું છે તેનું તાજેતરનું ઉત્તમ ઉદાહરણ આપની સમક્ષ મૂકવાની મને ફરજ પડી છે.

સને ર૦૦રની ગોધરાની ધટના પછી, ગુજરાત વિધાનસભાના ગૃહમાં અને જાહેરમાં, મેં અનેકવાર નિવેદનો કર્યા છે કે ભારતનું બંધારણ અને કાયદો સર્વોપરી છે અને કોઇપણ નાગરિક, મુખ્યમંત્રી હોય તો પણ-કાયદાના પાલનથી પર નથી.

હું આ હકિકતને માત્ર શબ્દોથી જ નહીં પણ, સાચા ભાવથી (ઇન ટ્રુ સ્પીરીટ) આજ સુધી નિભાવતો રહયો છું અને ભવિષ્યમાં પણ આજ ભાવથી નિભાવવા પ્રતિબધ્ધ છું. આમ છતાં, કેટલાક હિત ધરાવતા તત્વો, તથ્ય વગરના, મનધડંત અને અનુમાનોને આધારે, ગુજરાતને, મારી સરકારને, અને મને બદનામ કરવાનો એકપણ અવસર જતો કરતા નથી.

તાજેતરમાં 'SIT નું નરેન્દ્ર મોદીને સમન્સ' એવા અહેવાલો વહેતા કરીને, “મોદી SITમાં ગયા નહીં”, મોદીએ સુપ્રિમ કોર્ટનો અનાદર કર્યો અને મોદીએ નકકી તારીખે ગેરહાજર રહીને SITનો અનાદર કર્યો એવો પાયા વગરનો મનધડંત અપપ્રચાર કરીને, ફરી એકવાર ગુજરાતને બદનામ કરવામાં આવી રહયું છે. આથી ના છૂટકે, દેશવાસીઓ સમક્ષ આ જાહેર પત્ર દ્વારા સત્ય શું છે તે મૂકવાની ફરજ મને પડી છે. હકિકતો  · અખબારી અહેવાલો પ્રમાણે SITએ મને બોલાવ્યો છે એ જાણ થતા જ, સરકારના અધિકૃત પ્રવકતાએ તુરત જ નિવેદન કરેલું કે નરેન્દ્ર મોદી બંધારણને વરેલા છે અને કાયદાની પ્રત્યેક પ્રક્રિયાને સહકાર આપ્યો છે અને આપતા રહેશે.

“SIT તરફથી નરેન્દ્ર મોદીને સમન્સ કાઢીને ર૧મી માર્ચ ર૦૧૦ ના રોજ બોલાવ્યા છે એવું જૂઠાણું કોણે શરૂ કર્યું અને શા માટે શરૂ કરાવ્યું તે ગંભીર તપાસનો વિષય છે. · ર૧મી માર્ચ ર૦૧૦ના રોજ રવિવાર છે અને જાહેર રજા હોય છે એટલી પ્રાથમિક જાણકારી મેળવવાની દરકાર, આ પ્રકારના ગપગોળા ફેલાવનારા મિત્રોએ કરી નથી.

સર્વોચ્ચ અદાલતે નીમેલા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ના અધિકારીઓ, ર૧મી માર્ચ-ર૦૧૦ના રોજ, ગુજરાતમાં હતા કે કેમ તેની પ્રાથમિક માહિતી મેળવવાનું આ જૂઠાણું ફેલાવનારા મિત્રોએ મુનાશિબ લાગ્યું નથી. દેશવાસીઓને હું નમ્રતાપૂર્વક જણાવું છું SIT દ્વારા મને ઉપસ્થિત થવા માટે ર૧મી માર્ચ ર૦૧૦ની તારીખ નકકી કરી નથી. આથી SITમાં ર૧મી માર્ચે મને બોલાવવામાં આવ્યો હોવાની વાત સંપૂર્ણ ખોટી છે.

હું સર્વોચ્ચ અદાલતે નીમેલી સંસ્થાના ગૌરવ અને કાયદાનો આદર કરીને SITને સંપૂર્ણ સહયોગ આપીશ. તા.ર૧મી માર્ચ ર૦૧૦ તો કેટલાક સ્થાપિત હિતોની શોધ હતી અને તેના ભાગરૂપે કાયદાની નિર્ધારિત પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો હતો તેઓ એમ ઇચ્છતા હતા કે હું SIT ને કોઇ પ્રતિભાવ આપવા માંગતો નથી તેવી સ્થિતિનું નિર્માણ થાય. છેલ્લા ર૪ કલાકથી આ દેશમાં તો આ મનધડંત માહિતીના અપપ્રચારની ઝૂંબેશ એવી ચાલી કે કેટલાક પ્રચાર માધ્યમો પણ તેનું સાધન બની ગયા.

મને આશા છે કે હવે આવા માધ્યમો પણ સાચો અને સુધારાત્મક અભિગમ અપનાવશે. વહાલા દેશવાસીઓ, સને ર૦૦રથી ગુજરાતને નિરંતર બદનામ કરી રહેલા આ તત્વો, ગુજરાત અને દેશની જનતા સારી રીતે ઓળખે છે પરંતુ મારે સત્ય એ કહેવું છે કે જાતજાતના ગપગોળા અને જૂઠાણા ચલાવીને જનતાને ઉશ્કેરવાનું પાપકૃત્ય, લોકતંત્રની સમગ્ર પ્રક્રિયાને અવરોધક બનતું હોય છે.

છેલ્લા ર૪ કલાકની આ આખી ધટનાનો ક્રમ જોતા, જૂઠાણાની રીતરસમો અને મને બદનામ કરવાના તોરતરીકાએ હીત ધરાવતા જૂદા જૂદા પરિબળોની કેવી સાંઠગાંઠ છે તે આપોઆપ ખુલ્લું પડી ગયું છે. ગોધરા અને ગોધરા પછીની ધટનાઓ માટે ગુજરાત સરકાર, હંમેશા તપાસ પંચો, તપાસ એજન્સીઓ અને સર્વોચ્ચ અદાલત-સૌની ન્યાયિક-પ્રક્રિયાને આદર કરતી રહી છે અને તેથી જ આ બાબતે કોઇપણ મૂદે, કોઇ જાહેર નિવેદનો કરવાનું ઉચિત ગણ્યું નથી.

સમગ્ર તપાસ ન્યાયિક ધોરણે નિર્વિધ્ને ચાલતી રહે તે માટે, જૂઠાણા અને બદનામી સહન કરતા રહીને, ન કલ્પી શકાય તેવી પીડા સહન કરીને પણ મૌન રાખવાનું પસંદ કર્યું છે. હવે જયારે છેલ્લા ર૪ કલાકનો આ ધટનાક્રમ જૂઠાણાની પરાકાષ્ઠા પણ વટાવી ચૂકયો છે ત્યારે માત્ર ને માત્ર સત્ય શું છે તે દેશવાસીઓ સમક્ષ રજૂ કરવાની ફરજ હું સમજું છું.

હું આશા રાખું છું કે આ સત્યનો પણ દુરૂપયોગ કરીને, તપાસ પ્રક્રિયાને નિહિત રીતે દોરવાનો પ્રયાસ થશે નહીં અને પ્રચાર માધ્યમો પણ મારી આ વેદના અને લાગણી લોકો સુધી પહોંચાડશે.

આભાર.

નરેન્દ્ર મોદી

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises