મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બીજા વિરાટ રમતોત્સવ ખેલમહાકુંભ ર૦૧૧ મશાલને તા.૧૧-૧૧-૧૧ ના રોજ ૧૧ કલાક- ૧૧ મિનીટે પ્રસ્થાન કરાવશે. આ ખેલમહાકુંભ મશાલ રેલીનું રાજ્યના પ્રતિભાસંપન્ન ખેલાડીઓ નેતૃત્વ કરશે અને રપપ૦ કી.મી.ની મશાલ રેલી દશ દિવસમાં ર૬ જિલ્લાઓમાં ખેલકૂદનો પ્રેરક સંદેશો પ્રસારિત કરીને તા.ર૧-૧૧-ર૦૧૧ના રોજ ઉદ્દધાટન સ્થળે મુખ્યમંત્રીશ્રીને પંચધાતુની મહાકુંભ મશાલ અર્પણ કરશે અને મુખ્યમંત્રીશ્રી ખેલમહાકુંભ-ર૦૧૧ના ઉદ્દધાટનની ધોષણા કરશે.

ખેલમહાકુંભ-ર૦૧૧ના આયોજનને શાનદાર ઓપ આપવા આજે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યુવક સેવા અને રમત-ગમત પ્રવૃત્તિઓના વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, વિભાગના સચિવશ્રી ભાગ્યેશ ઝા, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના મહાનિયામકશ્રી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ ખેલમહાકુંભને મળેલી અદ્દભૂત સફળતાનો ઉલ્લેખ કરીને સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ખેલમહાકુંભના સુઆયોજિત વ્યવસ્થાપન અને ભારતીય રમતોમાં ગુજરાતનાં ખેલાડીઓની ખેલકુદ-પ્રવૃતિઓને ગુણાત્મક ધોરણે વિકસાવવાના અવસર તરીકે ખેલમહાકુંભમાં આ વર્ષે નવીનતમ આયામો હાથ ધરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. જે તાલુકા કક્ષા સુધી રમતગમતના ખેલાડીઓની પસંદગીના ધોરણો, રમત-ગમત માટેનાપ્રશિક્ષણ મેદાનોના માળખાકીય સુવિધાઓ વગેરેમાં ગુણાત્મક પરિવર્તનની સુનિヘતિ દિશા તરફ ગુજરાતમાં સાર્વત્રિક વાતાવરણ સર્જશે.

આ વર્ષે આ દ્વિતીય ખેલમહાકુંભ-ર૦૧૧માં ગ્રામસ્તરથી રાજ્યકક્ષા સુધીની વિવિધ ભારતીય ખેલકૂદ સ્પર્ધાઓ અલગ-અલગ વયજૂથો વચ્ચે યોજાશે. જેમાં ૧૬ વર્ષથી નીચેના ભાઇઓ અને બહેનોની અલગ રમત સ્પર્ધાઓ, ૧૬ વર્ષથી ઉપરના વયજૂથના યુવકો અને યુવતીઓની બે અલગ સ્પર્ધાઓ, ઉપરાંત આ વર્ષથી ૪પ થી ૬૦ વર્ષના વયસ્કજૂથમાં પુરૂષો અને મહિલાઓની ખેલકૂદ સ્પર્ધાઓ યોજાશે. જ્યારે ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ ભાઇઓ અને બહેનો માટે અલગ મૈત્રી-રમતગમત સ્પર્ધાઓ પણ યોજાશે.

વિશેષમાં આ વર્ષે શારિરીક અશકત ખેલાડીઓ માટે ખાસ રમતોત્સવ પણ અલગ રીતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાતના ચન્દ્રક વિજેતા ટોચના પ્રતિષ્ઠિત ખેલાડીઓને અતિથિવિશેષ બનાવાશે. ગુજરાતમાં વનવાસી ક્ષેત્રના યુવક-યુવતિઓ તિરંદાજી (આર્ચરી)માં જે રીતે ખેલાડી તરીકે પારંગત થઇ રહ્યા છે તેને ધ્યાનમાં લઇને તેના ઉત્તમ પ્રશિક્ષણ માટેની વ્યવસ્થા ગોઠવાશે. આ ઉપરાંત સુરક્ષા સેવાઓના ગણવેશધારી દળોનો અલગ રમતોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય રમતોની લોકપિ્રયતા ઊજાગર કરવામાં સ્વર્ણિમ ખેલમહાકુંભનું માધ્યમ અત્યંત સફળ રહ્યું છે તેને અનુલક્ષીને ગત વર્ષની રમતો ઉપરાંત સાગરકિનારે-નદીકાંઠે રેતી ઉપર વોલીબોલ સ્પર્ધા, રસ્સાખેંચ, શૂટીંગ બોલ જેવી ભારતીય સ્પર્ધાઓનું આકર્ષણ ઉમેરાશે. રાજ્યમાં ખેલમહાકુંભ-ર૦૧૧ માટે ખેલાડીઓની નોંધણી ૧૬મી ઓગસ્ટ-ર૦૧૧ થી શરૂ થશે. સૂચિત સમયપત્રક પ્રમાણે તા.૧૧-૧૧-૧૧ના રોજ ૧૧ કલાક-૧૧ મિનીટે મહાકુંભ મશાલ રેલીનું પ્રસ્થાન થશે. ર૧-૧૧-ર૦૧૧ના રોજ ઉદ્દધાટન પછી તા.ર૩ થી ર૮ નવેમ્બરના દિવસોએ જિલ્લા પંચાયત બેઠક અને મહાપાલિકા વોર્ડ કક્ષાએ, તા.૩૦ નવેમ્બરથી ચાર દિવસ માટે તાલુકા કક્ષા, મહાપાલિકા આંતરવોર્ડ સ્પર્ધા, તા.ર૩ નવેમ્બરથી ૧ર મી ડિસેમ્બર સુધી જિલ્લા સ્પર્ધાઓ, તા.૧૬ ડિસેમ્બરથી ર૧ ડિસેમ્બર સુધી સેમી ફાઇનલ સ્પર્ધા અને તા. રર તથા ર૩ ડિસેમ્બરે રાજ્યકક્ષાની આખરી સ્પર્ધાઓ સાથે ખેલમહાકુંભ-ર૦૧૧ની પૂર્ણાહૂતિ થશે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 નવેમ્બર 2024
November 24, 2024

‘Mann Ki Baat’ – PM Modi Connects with the Nation

Driving Growth: PM Modi's Policies Foster Economic Prosperity