મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી:

નર્મદાની બ્રાન્‍ચ કેનાલોના વિશાળ નેટવર્ક ઉપર સોલાર પેનલો સ્‍થાપીને સુર્યશકિતથી વિજળી પેદા કરાશે...

પાણીની બચત થશે ...

વર્લ્‍ડકલાસ ઇન્‍કયબેશન સેન્‍ટર ગુજરાતમાં સ્‍થપાશે ...

કેન્‍દ્રીય બિનપરંપરાગત ઉર્જા મંત્રી શ્રી ડૉ.ફારૂક અબ્‍દુલ્લા

ભારતના એકે એક ઘરમાં ઉર્જાની સુવિધાની નેમ ગુજરાત સોલાર વિન્‍ડ એનર્જીમાં અગ્રીમ

 

આઇ.આઇ.એમ. - અમદાવાદ

ઇન્‍ડીયન ફંડ ફોર સસ્‍ટેનેબલ એનર્જી ‘‘ઇન્‍ફયુઝ''નો પ્રારંભ

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આઇ.આઇ.એમ. અમદાવાદમાં સાતત્‍યપૂર્ણ ઉર્જા માટેના ભારતીય ભંડોળ - INFUSE ના પ્રારંભે ગુજરાતમાં યુવા સંશોધકોને પ્રોત્‍સાહિત કરવા માટેના બધા જ અવસર પુરા પાડવા વર્લ્‍ડકલાસ ઇન્‍ક્‍યુબેશન સેન્‍ટર સ્‍થાપવાની જાહેરાત કરી હતી અને તેના સંચાલનનું નેતૃત્‍વ શ્રી નારાયણમૂર્તિજીને સોંપવાનું ઇજન આપ્‍યુ છે, તેમ જણાવ્‍યું હતું. નર્મદા કેનાલોની પ્રશાખાઓના વિશાળ નેટવર્ક ઉપર સોલાર પેનલથી સુર્યશકિત દ્વારા વિજળી પેદા કરવાના પાયલોટ પ્રોજેકટ ટૂંકમાં હાથ ધરાશે એવી મહત્ત્વની જાહેરાત તેમણે કરી હતી.

આઇ.આઇ.એમ. અમદાવાદના ઉપક્રમે સેન્‍ટર ફોર ઇનોવેશન ઇનીસીએટીવ ઇન્‍કયુબેશન એન્‍ડ ઇન્‍ટરપ્રિનિયોર્સ ગુજરાત સરકાર, ભારત સરકાર, બ્રિટીશ પેટ્રોલીયમ અને કોર્પોરેટ ઇન્‍ડસ્‍ટ્રીઝના સહયોગથી ઇન્‍ડીયન ફંડ ફોર સસ્‍ટેનેબલ એનર્જી INFUSE નો પ્રારંભ થયો છે જે નવો વિચાર અને પહેલ ધરાવતા યુવા ઉદ્યમશીલોને તેનું એકમ સાહસ સફળતાથી કાર્યરત કરવા માટે સહાયભૂત થશે અને દેશમાં રીન્‍યુએબલ એનર્જી સેકટરમાં નવી ક્ષિતિજોને વિસ્‍તારશે.

કેન્‍દ્રીય બિનપરંપરાગત ઉર્જા મંત્રી ડૉ. ફારૂક અબ્‍દુલ્લાએ ઇન્‍ફયુઝના પ્રારંભ ઇન્‍ફયુઝ લોગો અને મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વેબસાઇટનું લોન્‍ચીંગ પણ કર્યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ દુનિયા આખી રીન્‍યુએબલ એનર્જી તરફ વળી છે અને સૌને લાગે છે કે આ જ ભવિષ્‍યમાં માનવજાતનો બચાવ કરનારી ઉર્જાશકિત છે. ભારતીય સંસ્‍કૃતિમાં સદીઓ પહેલાં કુદરત સાથે પ્રેમ કરવાનો માર્ગ હતો. પરંતુ દુનિયાએ તેનાથી ચલિત થઇને ગ્‍લોબલ વોર્મીંગના સંકટો ઉભા કર્યા છે.

ગુજરાતે ક્‍લાઇમેટ ચેંજના પડકારને અવસરમાં પલટાવી કલાઇમેટ ચેંજનું આખા વિશ્વમાં તરીકે સ્‍વતંત્ર વિભાગ કાર્યરત કર્યો છે તેનો નિર્દેશ આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર પહેલા ગુજરાતે સોલાર એનર્જી પોલીસી રચી છે અને માર્ચ-2012 સુધીમાં 5000 મેગાવોટ સુર્યઉર્જા વિજળી પ્રગટ થશે અને ગુજરાત વિશ્વમાં સુર્યઉર્જાની રાજધાની તરીકે ગણમાન્‍ય બનવાનું છે.

કેન્‍દ્ર સરકાર ગમે તે લક્ષ્યાંકો નકકી કરે ગુજરાત જ તેની પૂર્તિ કરશે. ગુજરાત તેનું દાયિત્‍વ નિભાવશે એમ તેમણે જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે ગુજરાતીઓની જીનેટીક સીસ્‍ટમમાં એન્‍ટરપ્રિનીયોરશીપ છે અને વીસમી શતાબ્‍દિમાં આઇ.ટી.નો પ્રભાવ હતો. હવે આ સદીની આવતીકાલ એન્‍વાયર્મેન્‍ટ ટેકનોલોજી (ઇ.ટી.)ની રહેવાની છે. આ સંજોગોમાં ઇન્‍ફયુઝ જેવી સંસ્‍થા, વ્‍યવસ્‍થા, નવા સંશોધનો-વિચારોને પ્રોત્‍સાહન અપાશે. જ્ઞાન તો ઠેકઠેકાણે યુવા બૌધિકોમાં છે અને ગુજરાત સરકારે તો કોઇ યુનિવર્સિટીના માધ્‍યમની કોઇપણ યુવા હોનહાર સંશોધકો પોતાની શોધ લઇને આવે તો તેવો મુખ્‍યમંત્રી તરીકે વ્‍યકિતગત તેની શોધ-વિચારને પ્રમોટ કરશે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતે ઇનોવેશન કમિશન રચ્‍યું છે જે યુવાનો સંશોધન બતાવશે તેને પણ પ્રેરિત કરશે.

મુખ્‍ય મંત્રીશ્રીએ વિન્‍ડ એનર્જી દ્વારા કરેલી કોલ્‍ડ સ્‍ટોરેજની સિસ્‍ટમ ઉભી કરવાના સંશોધન ગામડાંમાં પ્રેરિત કરવાનું, ગુજરાતની ધરતી ઉપર પ્રયોગ કરવા યુવા ઉદ્યમશીલોને આહ્‌વાન કર્યું હતું.

સોલાર એનર્જીના વિકાસ દ્વારા લાઇફ સ્‍ટાઇલમાં પરિવર્તન લાવી દરેક નાગરિકના ઘરના રૂફટોપ ઉપર સોલાર એનર્જી દ્વારા વીજળી ઉત્‍પન્‍ન કરી તેના વેચાણમાંથી આવક ઉભી કરવા ગાંધીનગર સોલારસીટીની ભૂમિકા આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ નર્મદાની પ્રશાખા નહેરોના નેટવર્કમાં સોલાર પેનલો ઉભી કરીને 1 કી.મી. કેનાલ ઉપર એક મેગાવોટ સુર્યઉર્જાથી વીજળી પેદા કરવી અને વર્ષે એક કરોડ લીટર પાણીનું બાષ્‍પીભવન થતું રોકાવાનો સુચિત પાયલોટ પ્રોજેકટ સફળ રહ્યો છે. એટલું જ નહીં પહેલીવાર નર્મદા બ્રાન્‍ચ કેનાલની આ સોલાર પેનલ ઉપરાંત હાઇડ્રો ટર્બાઇનથી પણ વીજળી પેદા કરાશે. આ દિશામાં ગુજરાત સરકાર ખૂબ જલ્‍દીથી પ્રોજેકટ મુર્તિમંત કરશે એવી મહત્ત્વની જાહેરાત એમણે કરી હતી.

ગુજરાતના દરિયાકાંઠે ભરતીના મોજામાંથી વીજળી પેદા કરાશે એમ તમણે જણાવ્‍યું હતું.

રીન્‍યુએબલ એનર્જીના કેન્‍દ્રીય મંત્રી શ્રી ડૉ. ફારૂક અબ્‍દુલ્લાએ ભારતના પ્રત્‍યેક ઘરમાં ઉર્જા પહોંચે એવી નેમ પાર પાડવા માટેના પ્રયાસોમાં સહયોગનું આહવાન કર્યું હતું અને આ માટે કોપર્સ ફંડ ઉભુ કરવાની જાહેરાત કરી હતી.

ગુજરાત વિન્‍ડ એનર્જી સેકટરમાં અગ્રીમ છે તેની પ્રસંશા કરતાં ડૉ.અબ્‍દુલ્‍લાએ આ ક્ષેત્ર અને સોલાર એનર્જીના ક્ષેત્રમાં મળીને 2022માં વીસ હજાર મેગાવોટ પાવર એનર્જી પેદા કરવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો. ગુજરાત આ દીશામાં પણ નિર્ણાયક ફાળો આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

ભારત સરકાર દ્વારા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતોના મહત્તમ ઉપયોગ માટે ટેકનોલોજી અને કુદરતી સંશાધનોનો ઉપયોગ કરવાના વ્‍યુહની એમણે રૂપરેખા આપી હતી અને ઉર્જા શકિતઓના પ્રાકૃતિક સંશાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની કાળજી લેવા ઉપર ભાર મુકયો હતો. ભારતે ટેકનોલોજી અને એનર્જીના સેકટરમાં પોતાનુ સામર્થ્‍ય વિશ્વને બતાવ્‍યું છે એમ ડૉ.ફારૂક અબ્‍દુલ્લાએ જણાવ્‍યું હતું.

કેન્‍દ્રીય બિનપરંપરાગત ઉર્જા મંત્રાલય સાતત્‍યપૂર્ણ ઉર્જા વિકાસના ક્ષેત્રે નવા સંશોધનો, વિચારો, વાણિજ્‍યીક ઉદ્યમશીલોના સાહસોને સંપૂર્ણ પ્રોત્‍સાહન આપશે એવો વિશ્વાસ આપતાં કેન્‍દ્રીય મંત્રી શ્રી ડૉ.ફારૂક અબ્‍દુલ્લાએ ઇન્‍ફયુઝના પ્રકલ્‍પની સફળતા માટે શુભેચ્‍છાઓ આપી હતી.

પ્રારંભમાં આઇ.આઇ.એમ. અમદાવાદના ડાયરેકટર પ્રો.સમીર બરૂઆએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. સી.આઇ.આઇ.ઇ.ના ચેરપર્સન પ્રો.રાકેશ બસંતે ઇન્‍ફયુઝની ભૂમિકા અને ઉદ્દેશ સ્‍પષ્‍ટ કર્યા હતા.

આ પ્રસંગે બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રના ઉદ્યમશીલો, તજજ્ઞો તથા યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones