મુખ્યમંત્રીશ્રીનો ભારત સરકાર ઔઘોગિક ધિરાણ સંસ્થાને અનુરોધ
ઉઘોગોમાં પર્યાવરણીય બાબતો માટેના રોકાણ-ધિરાણને સર્વાધિક પ્રાથમિકતા આપવી જોઇએ
ભારતીય ચલણી નોટોના છાપકામમાં દેશમાં બનતી ઇન્ડસ્ટ્રીઅલ-કેમિકલ ઇન્કનો ઉપયોગ શા માટે નથી કરાતો
PPP મોડેલથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં સ્કીલ્ક મેનપાવરના 25 ટ્રેઇનીંગ સેન્ટર ઓફ એકસેલંસ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રસાયણ અને પેટ્રોરસાયણ ઉઘોગોને અને ભારત સરકારને પર્યાવરણલક્ષી સુરક્ષાની બાબતોમાં થતા મૂડીરોકાણને સર્વાધિક પ્રાથમિકતા આપવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે.
આજથી ગાંધીનગરમાં ઇન્ડિયાકેમ ગુજરાત-ર૦૧૧ એકઝીબીશન એન્ડ મેગા ઇવેન્ટનું ઉદ્દધાટન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઔઘોગિક વિકાસમાં પર્યાવરણની બાબત પ્રત્યે ઉદાસિનતા પાલવે તેમ નથી. પર્યાવરણ અંગેના મૂડીરોકાણને ડેડ ઇન્વેસ્ટમેન્ટ ગણવાની ભ્રામક માનસિકતા છોડવા તેમણે અનુરોધ કર્યો હતો. કોઇપણ ઇન્ડસ્ટ્રીના પ્રોજેકટ પ્રોફાઇલ્સ માટે લોન-ધિરાણની દરખાસ્ત ઉપર સર્વપ્રથમ અગ્રીમતા પર્યાવરણના પાસા વિષયક નાણાંકીય સંસાધનોને જ અપાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કરતો નાણાંકીય અને બેન્કીંગ સંસ્થાઓને આ પ્રકારના સ્પષ્ટ દિશાનિર્દેશો ભારત સરકારે આપવા જોઇએ એવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં હાઇ એન્ડ વેલ્યુએડીશન કરનારી પ્રોડકશન ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યકત કર્યો હતો અને ગુજરાતમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સના ઔઘોગિક વિકાસ માટે ઉત્કૃષ્ઠ કૌશલ્ય વિકાસની માનવશકિતના નિર્માણ માટે કેમિકલ ઉઘોગના ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારીમાં રપ જેટલા સ્કીલ ડેવલપમેન્ટ મેનપાવરના સેન્ટર ઓફ એકસેલંસ સ્થાપવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે એની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને અને રસાયણ ઉઘોગોના સંચાલકોને આહ્્વાન કરતા જણાવ્યું હતું કે ભારતની સત્તાવાર ચલણી નોટોના છાપકામમાં ભારતમાં જ ઉત્પાદિત થતી રસાયણીક ઇન્ડસ્ટ્રીઅલ ઇન્કનો ઉપયોગ થવો જોઇએ. ભારતમાં બનતી ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ ઇન્ક જો વિદેશની સરકારોની ચલણી નોટોના નિર્માણમાં ઉપયોગમાં લઇ શકાતી હોય તો શા માટે કેન્દ્ર સરકાર ભારતીય ચલણી નોટોના છાપકામ માટે વિદેશથી આયાતી ઇન્કનો આગ્રહ રાખીને કરોડો કરોડો રૂપિયાના વિદેશી હુંડિયામણનો ખર્ચ કરે છે એવો વેધક પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત, દેશનું ૮૦ ટકા કેસ્ટર (દિવેલા) ઉત્પાદન કરે છે અને કેસ્ટરના ઉપયોગથી ઔઘોગિક રસાયણોના મૂલ્યવર્ધિત એવા ૩૦૦થી વધુ ઉત્પાદનો થઇ શકે છે ત્યારે, ગુજરાતના કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ આ દિશામાં સંશોધન-વિકાસને મહત્વ આપવું જોઇએ તેવું પણ પ્રેરક સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ઉઘોગોમાં પ્રદૂષણ રોકવા માટે કોમન ટ્રીટમેન્ટ એફલ્યુઅન્ટ પ્લાન્ટ દ્વારા રાજ્ય સરકારે જે અભિગમ અપનાવ્યો છે તેનાથી અનેક ઉઘોગ-એકમોને પર્યાવરણની સુવિધા હાથ ધરવાનો લાભ થયો છે તેની રૂપરેખા આપી હતી અને જણાવ્યું કે ગુજરાતમાં રસાયણ અને પેટ્રોરસાયણ ઉઘોગોના ક્ષેત્રે દહેજ હવે વિશ્વના રપ શ્રેષ્ઠ ઔઘોગિક ઝોનમાં ગણમાન્ય સ્થાન પામ્યું છે.
ગુજરાત હવે એગ્રોકેમિકલ્સ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરવા જઇ રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. રસાયણ ઉઘોગોમાં ગુજરાતની ગૌરવરૂપ હરણફાળ જોતાં ટેકનોલોજી અપગ્રેડેશન અને પ્રોડકશન અપગ્રેડેશન દ્વારા ગ્લોબલ માર્કેટ ઉપર પ્રભૂત્વ સ્થાપવા તેમણે પ્રેરક સૂચનો કર્યા હતા. મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં આ ઇન્ડીયાકેમ ગુજરાતમાં દેશ-વિદેશના ૩૦૦ જેટલા ઉઘોગ-કંપની સંચાલકો ભાગ લઇ રહ્યા છે. ગુજરાત જ દેશભરમાં એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ઉઘોગો માટે પાયાની જરૂરિયાત એવા વીજળી-પાણી અને માળખાકીય સુવિધાથી સજ્જ છે તેમ જણાવી ઊઘોગ રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ગામડાં અને શહેરમાં તેમજ ઉઘોગોને ર૪ કલાક વીજળી મળે છે અને ગુજરાત વીજ સરપ્લસ રાજ્ય બનવા જઇ રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતના ઔઘોગિક વિકાસમાં રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓને કારણભૂત ગણાવી જણાવ્યું હતું કે, ઉઘોગો માટે જમીન જમીનધારકો સાથે સમજૂતી બાદ મેળવાય છે તેના કારણે જમીનના પ્રશ્નો કયારેય સર્જાતા નથી.
ઊઘોગ રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાતના કેમિકલ ઉઘોગના વિકાસને નવી દિશા મળવાની છે તેમાં દહેજ PCPIR મહત્વનો બની રહેશે તેમ જણાવી આ કોન્ફરન્સને મહત્વની ગણાવી હતી. ઇન્ડિયા કેમ ગુજરાત-ર૦૧૧ના આ બીજા પ્રદર્શન સહ કોન્ફરન્સના ઉદ્દધાટન પ્રસંગે રાજ્યના ઉઘોગ અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, દેશની માત્ર પાંચ ટકા વસતી ધરાવતા ગુજરાતનું દેશના ઔઘોગિક ઉત્પાદનમાં ૧૬ ટકા જેટલું પ્રદાન છે ત્યારે ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યો છે. શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત નીતિઓ અને આયોજન દ્વારા વિકાસના માર્ગે આગળ વધે છે.
ગુજરાતે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકીય સુવિધાઓ સ્થાપીને ઉઘોગોને સહાયરૂપ બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે તેમણે ગુજરાતમાં વિકસાવાઇ રહેલા દહેજ પી.સી.પી.આઇ.આર અને રાજ્યમાં વિકસીત થનારા ૧૩ જેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીઅન- "સર'' માં ઉપલબ્ધ થનારી આંતરમાળખાકીય સુવિધાનો ચિતાર આપ્યો હતો. ફિક્કીના સીનીયર વાઇસ પ્રેસીડન્ટ શ્રી આર. વી. કનોરિયાએ ગુજરાતનો કેમીકલ હબ તરીકે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ગુજરાત દેશના ૬ર ટકા પેટ્રોકેમીકલ અને પ૧ ટકા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કેમીકલ ઇન્ડસ્ટ્રીઝને મોટું મૂડીરોકાણ, ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ જ્ઞાનની આવશ્યકતા રહેતી હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સારી રીતે સંકલન કરે છે. કેમીકલ ઝોન બનાવવા એ આજના સમયમાં યોગ્ય દિશાનું પગલું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુકત સચિવ શ્રીમતી નીલ કમલ દરબારીએ જણાવ્યું હતું કે ગુજરાતનો કેમીકલ ઉઘોગ ખુબજ જાણીતો છે અને ધણાં વર્ષોથી એકધારી પ્રગતિના પંથે છે. કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે ભારત સરકાર જરૂરી તમામ સહાય આપવા તૈયાર છે.
ગુજરાતના PCPIR-દહેજનો વિકાસ નોંધપાત્ર છે તેનો ઉલ્લેખ કરી તેમણે દેશના અન્ય રાજ્યોને તેને અનુસરવા પણ અનુરોધ કર્યો હતો. ઉઘોગ અને ખાણ વિભાગના પિ્રન્સીપલ સેક્રેટરી શ્રી મહેશ્વર શાહુએ સ્વાગત પ્રવચન કર્યું હતું શ્રી પ્રસાદચંદ્રને આભારવિધિ કરી હતી આ પ્રસંગે ડાયસ્ટફ મેન્યુફેકચર એસોસિએશનના પ્રુમખશ્રી શંકરભાઇ પટેલ, કેમેસીલના પ્રુમખશ્રી સતીષ વાધ, વિશ્વના વિવિધ દેશોના કેમીકલ પ્રોડકટ્સના પ૦ જેટલા ખરીદદારો, ગુજરાત-તેમજ દેશના અગ્રણી કેમીકલ ઉત્પાદકો-વેપારીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરે મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.