શિક્ષણ મંત્રી શ્રી રમણભાઇ વોરાએ ગુજરાતમાં દશ જ વર્ષમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં આવેલા ગૂણાત્મક પરિવર્તનની રૂપરેખા આપી જણાવ્યું કે દરેક જિલ્લામાં એક ઈજનેરી કોલેજ સ્થાપવા આ સરકાર કૃતસંકલ્પ છે. અત્યારે 14 ઇજનેરી કોલેજો ચાલે છે અને નવી બાર ઇજનેરી કોલેજો પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે શરૂ કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ એમ જણાવ્યું હતું.
શ્રી રમણભાઇ વોરાએ ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી બેઠકો 87000થી વધુ હોવાની ભૂમિકા આપતા જણાવ્યું કે દશ વર્ષમાં ડીગ્રી ઇજનેર તરીકે 6058 અને ડિપ્લોમા ઇજનેર તરીકે 10,000 ગરીબ વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં વિનામૂલ્યે ઇજનેર બનવાનો અવસર મળ્યો છે.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી ડૉ.કિરીટભાઇ સોલંકી, શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ, મહાપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ તથા કાઉન્સીલરો અને પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફેડરેશન ઓફ ઓપરેટીવ ડેન્ટીસ્ટ્રી ઓઇ ઈન્ડિયા તેમજ ઇન્ડિયન એન્ડોડોન્ટીક સોસાયટીની અમદાવાદ ખાતે મળેલ 12મી રાષ્ટ્રીય કોન્ફરન્સ મરેલા દાંતને જીવત કરવાની રીજનરેટીવ એન્ડોડોન્ટીકસ થેરાપીના સંશોધન પર તજજ્ઞ તબીબોનો પરામર્શ સીવીલ હોસ્પિટલ ખાતે ફેડરેશન ઓઇઓપરેટીવ ડેન્ટીસ્ટ્રી ઓફ ઇન્ડિયા (FODI) તેમજ ઇન્ડીયન એન્ડોડોન્ટીક સોસાયટી (ત્ચ્લ્) પોસ્ટ ગ્રેજ્યુએટ કોન્ફરન્સનો શુભારંભ આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પરબતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. દેશ વિદેશના દંત ચિકિત્સાના તજજ્ઞ તબીબોની આ ત્રિદિવસીય 12મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ગુજરાતમાં ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસિપટલ ખાતે યોજાઇ છે. જેમાં કોન્ફરન્સના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન અને દંત કોલેજ-હોસિપટલના ડીન ડૉ.ગીરીશ પરમારે કોન્ફરન્સમાં 800 જેટલા દંત તજજ્ઞો તબીબો અને વિદ્યાર્થીઓના સંશોધનો અને નવી ટેકનોલોજીના અભ્યાસના પરામર્શને રજૂ કર્યા છે.
આ કોન્ફરન્સમાં દાંત ક્ષેત્રે વિવિધ રોગો, પીડા અને સારવારની પરામર્શ ઉપરાંત નવા સંશોધન અને નિદાનના ઉપાયોના નિષ્કર્ષ ચર્ચાશે. મરેલાં દાંતને સેલ દ્વારા જીવત કરવાની રીજનરેટીવ તબીબ તજજ્ઞો એ પરામર્શ કર્યું હતું. જેને ટાંકીને કોન્ફરન્સ સમારોહમાં અધ્યક્ષપદેથી બોલતા આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પરબતભાઇ પટેલે કહ્યું હતું કે, અન્ય રોગોની જેમ દાંત રોગમાં પણ સ્ટેમસેલ પધ્ધતિ જેવું નવું સંશોધન આ કોન્ફરન્સ દ્વારા થશે તે લોકોપયોગી અને શ્રેષ્ઠ ઉપલબ્ધિ ગણાશે. રાજ્ય સરકારે છેવાડના માનવીની સ્વાસ્થ્ય સંબંધિ ચિંતા કરી વિવિધ યોજનાઓ થકી લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે તેમાં નવી સિધ્ધિનો ઉમેરો થયો છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે અને શિક્ષણમાં આરોગ્યની વિવિધ યોજનાઓ અને મેડિકલ ક્ષેત્રેમાં થનારી વિશાળ ઇન્ફ્રસ્ટ્રકચરની માહિતી આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, વન ટીમ વન વીઝન અને વન મીશનથી આ કોન્ફરન્સમાં કામ થશે તો તજજ્ઞ તબીબો દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને સમાજમાં દાંત ક્ષેત્ર નવું ઉત્તમ સંશોધન મળશે.
આ પ્રસંગે ઓલ્ડ એજ હોમના ટ્રસ્ટી શ્રી સોમાભાઇ મોદીએ મુખ્ય અતિથિ પદેથી આરોગ્ય ક્ષેત્રમાં 12મી રાષ્ટ્રીય દંત કોન્ફરન્સ દ્વારા જીવંત પર્યન્ત દાંત સ્વસ્થ રહી શકે છે તેમજ દાંત કેવી રીતે સ્વસ્થ રાખવા તે સંદર્ભે તજજ્ઞ તબીબોના સંશોધનોની પ્રશંસા કરી હતી.
એફ.ઓ.ડી.આઇ.ના પ્રમખુ ડૉ.સી.વી.પ્રદીપે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોન્ફરન્સથી પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ભવિષ્યના દંત ક્ષેત્રના શિક્ષક ડાયરેકટર અને સંશોધનકાર બનશે તેનો ચિતાર મળે છે.
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ અમદાવાદના સેક્રેટરી શ્રી ડૉ.સુનિતા ગર્ગે રીજનેરેટીવ એન્ડોડોન્ટીકસ થેરાપીની વિગત આપી હતી. મંત્રી શ્રી પરબતભાઇ પટેલે એક સોવિનિયરનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે સીવીલ હોસ્પિટલ, અમદાવાદના સુપ્રિ. ડૉ.એમ.એમ.પ્રભાકર, એફ.ઓ.ડી.આઇ.ના સર્વશ્રી ડૉ.લક્ષ્મીનારાયણ તથા આઇ.ઇ.એસ.ના પ્રમખુ ડૉ.મનીષા ચૌધરી, ડૉ.કે.એસ.બાંગા તેમજ દેશના વિવિધ રાજ્યોની મેડિકલ કોલેજોના ડીન અને તબીબી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.