

યુગાન્ડા અને ગુજરાત વચ્ચે સહભાગીતાના નવાં ક્ષેત્રો વિસ્તરશે
કૃષિ, પેટ્રોલિયમ, માઇક્રો ઇરિગેશન ફર્ટિલાઇઝર્સ ક્ષેત્રે યુગાન્ડા અને ગુજરાતના પારસ્પ્રિક સંબંધો સુદ્રઢ બનશે
ગુજરાતના કૃષિમહોત્સ્વમાં અભ્યાસ હેતુ ભાગ લેવા મુખ્યમંત્રીશ્રીનું યુગાન્ડા ના પ્રગતિશીલ ખેડૂતોને આમંત્રણ
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની સૌજ્ય્લે મૂલાકાત આજે યુગાન્ડાના વાઇસ પ્રેસિડેન્ટ્ શ્રીયુત એડવર્ડ કિવાનુકા સેકાન્ડી (Mr. EDWORD KIWANUKA SSEKANDI) ના નેતૃત્વમાં ગુજરાત આવેલા યુગાન્ડાના ઉચ્ચ કક્ષાના ૧૬ સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ગુજરાત તથા યુગાન્ડા વચ્ચેના પારસ્પારિક સંબંધોને વિસ્તૃત ફલક ઉપર સુદ્રઢ બનાવવા માટે ફળદાયી બેઠક કરી હતી.
યુગાન્ડા ના પ્રતિનિધિમંડળમાં કૃષિમંત્રી શ્રીયુત બુચાનાયાન્ડીટ્રીઝ (Mr. BUCHANAYANDI TREES) તેમજ રાજ્યમંત્રી -વિદેશી બાબતો શ્રીયુત હેનરી ઓકેલો ઓરિએમ (Mr. HENRY OKELLO ORYEM) અને નાણાં, આયોજન રાજ્ય મંત્રી શ્રીયુત જેકન ઓમેક ફ્રેડ (MR. JACAN OMACH FRAD), યુગાન્ડા નેશનલ ચેમ્બીર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ સુશ્રી ઓલીવ કિગોંગો (Ms OLIVE KIGONGO) અને યુગાન્ડાના હાઇકમિશનર શ્રી નિમિષા માધવાણીએ ભાગ લીધો હતો.
યુગાન્ડાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત સેકાન્ડીએ મુખ્ય્મંત્રીશ્રીને વિધાનસભા ચૂંટણીમાં વિજય માટે અને ગુજરાતના વિકાસનો પ્રભાવ ઉભો કરવા માટે અભિનંદન આપ્યા હતા. મુખ્યકમંત્રીશ્રીએ યુગાન્ડા અને ગુજરાત વચ્ચે વાઇબ્રન્ટ રિલેશનના દાયકાઓથી પરસ્પુર સહભાગીતાના સંબંધોની ભૂમિકાને આવકારતા ગુજરાત અને યુગાન્ડા વચ્ચે નવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિશાળ અવકાશ છે તેની રૂપરેખા આપી હતી.
યુગાન્ડાએ ગુજરાતમાં વિશેષ કરીને લઘુ મેન્યુ . ઇન્ડસ્ટ્રીઝ, કૃષિ-વિકાસ, માઇક્રો ઇરિગેશન, વોટર મેનેજમેન્ટ, કેનાલ નેટવર્ક, ઓઇલ એન્ડ ગેસ એક્ષ્પ્લોરેશન, મેડિકલ હેલ્થકેરના ક્ષેત્રે જે વિકાસ થયો છે તેનો લાભ યુગાન્ડા લઇ શકે તે સંદર્ભમાં આ બેઠકમાં ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો્ હતો.
ગુજરાતમાંથી ફર્ટિલાઇઝર્સ-સેકટરની ટેકનોલોજી માટેની ટેકનીકલ ટીમ યુગાન્ડાં મોકલવા અને એગ્રો બિઝનેસ તથા એગ્રી ઇકવીપમેન્ટ મેન્યુડફેકચરીંગના વિકાસની યુગાન્ડામાં સંભાવના અર્થે એગ્રીકલ્ચ્ર એન્જીનિયરીંગની બે ટીમો મોકલવા મુખ્યમંત્રીશ્રીએ તત્પરતા વ્યકત કરી હતી.
આગામી મે-મહિનામાં ગુજરાતમાં યોજાઇ રહેલા કૃષિ મહોત્સવ અભિયાનમાં સોઇલ હેલ્થા કાર્ડ, લેબ ટુ લેન્ડ કાર્યક્રમ અને માઇક્રો ઇરીગેશનની કાર્યસિધ્ધિઓનો અભ્યાસ કરવા યુગાન્ડાના પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો સાયન્ટસ્ટિનું ડેલીગેશન ગુજરાત આવે તેવું નિમંત્રણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું. યુગાન્ડામાં ઓઇલ એન્ડ ગેસ એક્ષ્પ્લોંરેશન, ફર્ટિલાઇઝર્સ, સ્મોહલ ઇન્ડસ્ટ્રીઝના મેન્યુ ફેકચરીંગ માટે ગુજરાત સરકાર શકય તમામ સહયોગ આપશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટીના ઓઇલ ગેસ-એનર્જી મેનેજમેન્ટેના માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં યુગાન્ડા ના વિધાર્થીઓને મોકલવા મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું. ગુજરાતની જી.એસ.પી.સી. પેટ્રોલિયમ કંપની પણ યુગાન્ડા સાથે ઓઇલ-ગેસ સંશોધન-વિકાસ માટે સહયોગ આપવા તત્પર છે.
આ બેઠકમાં મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી જી. સી. મુર્મુ અને ઇન્ડેક્ષ્ટ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રી મૂકેશકુમાર ઉપસ્થિ્ત હતા.


